આંકડા / હોલસેલ મોંઘવારી દર જુલાઈમાં ઘટીને 1.08% રહ્યો, 25 મહીનામાં સૌથી ઓછો

Wholesale inflation fell to 1.08% in July, the lowest in 25 months

  • હોલસેલ મોંઘવારીનો આનાથી વધુ દર જૂન 2017માં હતો
  • આ વર્ષે જૂનમાં આ દર 2.02 ટકા હતો

Divyabhaskar.com

Aug 14, 2019, 06:18 PM IST

નવી દિલ્હીઃ હોલસેલ મોંઘવારી દર જુલાઈમાં ઘટીને 1.08 ટકા રહ્યો છે. તેે 25 મહીનામાં સૌથી ઓછો છે. આનાથી ઓછો દર જૂન 2017માં હતો. હોલસેલ મોંઘવારી દર જૂનમાં 2.2 ટકા હતો. સાંખ્યિક વિભાગે બુધવારે આ આંકડા જાહેર કર્યો હતા . ખાસ કરીને વીજળી સસ્તી થવાથી જુલાઈમાં હોલસેલ મોંઘવારી દરમાં ઘટાડો આવ્યો. તે સતત બીજા મહિને ઘટ્યો છે.

કેટેગરી જૂનમાં મોંઘવારી દર જુલાઈમાં મોંઘવારી દર
પ્રાથમિક વસ્તુઓ 6.72% 5.03%
ખાદ્ય વસ્તુઓ 6.98% 6.15%
ઈંધણ-વીજળી -2.20% -3.64%
મેન્યુફેકચર્ડ પ્રોડક્ટ 0.94% 0.34%

હોલસેલ મોંઘવારી દરમાં 6 મહીનામાં પ્રથમ વાર ઘટાડો આવ્યો

સાંખ્યિક વિભાગે રિટેલ મોંઘવારી દરના આંકડાઓ મંગળવારે જાહેર કર્યા હતા. તે જુલાઈમાં 3.15 ટકા રહ્યો હતો. જૂનમાં 3.18 ટકા હતો. 6 મહીનામાં પ્રથમ વાર રિટેલ મોંઘવારીના દરમાં ઘટાડો આવ્યો છે.

X
Wholesale inflation fell to 1.08% in July, the lowest in 25 months
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી