તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Who Is The Brew Refugee To Whom The Modi Government Has Announced A Package Of Rs 600 Crore

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોણ છે બ્રૂ શરણાર્થી જેમને વસાવવા માટે મોદી સરકારે 600 કરોડનું પેકેજ જાહેર કર્યું

10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અમિત શાહ અને ત્રિપુરાના બ્રૂ શરણાર્થીઓના પ્રતિનિધિઓએ એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા
 • ઓક્ટોબર 1997માં બ્રૂ જાતિના લોકો વિરુદ્ધ હિંસા થઈ હતી, જેમાં સેકડો ઘરોને આગના હવાલે કરી દેવાયા

નેશનલ ડેસ્કઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ત્રિપુરાના બ્રૂ શરણાર્થીઓના પ્રતિનિધિઓએ એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતી સાથે બ્રૂ શરણાર્થીઓની સમસ્યાનું સમાધાન થઈ ગયું છે. ત્યારબાદ અમિત શાહે જણાવ્યું કે, ત્રિપુરામાં લગભગ 30,000 બ્રૂ શરણાર્થીઓને વસવાટ કરવા દેવામાં આવશે. જેના માટે 600 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. કોણ છે આ બ્રૂ શરણાર્થીઓ અને ક્યારથી તેઓ ભારતમાં રહે છે.

બ્રૂ શરણાર્થીઓ મૂળભૂત સુવિધાઓથી વંચિત 

 • બ્રૂ શરણાર્થીઓ બહારના નથી પણ આપણા જ દેશના શરણાર્થી છે. જેમને બ્રૂ(રિયાંગ)જનજાતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિઝોરમમા મિઝો જનજાતિઓનું વર્ચસ્વ જાળવી રાખવા માટે મિઝો ઉગ્રવાદીઓએ ઘણી જનજાતિઓને નિશાન બનાવી હતી.
 • વર્ષ 1995માં યંગ મિઝો એસોસિએશન અને મિઝો સ્ટુડન્ટ્સ એસોસિએશને બ્રૂ જનજાતિ બહારની હોવાની જાહેરાત કરી દીધી હતી. ઓક્ટોબર 1997માં બ્રૂ જાતિના લોકો વિરુદ્ધ હિંસા થઈ હતી, જેમાં સેકડો ઘરોને આગને હવાલે કરી દેવાયા હતા. બ્રૂ જાતિના લોકો ત્યારથી રાહત શિબિરમાં રહે છે. અહીંની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે આ લોકોને મૂળભૂત સુવિધાઓ પણ નથી મળી રહી.\

શું છે સમજૂતી?
બ્રૂ શરણાર્થીઓ પાસે મૂળભૂત સુવિધા ન હતી, એવામાં આ સમજૂતી પ્રમાણે તેમને જીવન જરૂરિયાતની સુવિધા પુરી પાડવામાં આવશે. જેમાં તેમણે 2 વર્ષ માટે 5000 રૂપિયા પ્રતિ મહિનાની રોકડ સહાય અને બે વર્ષ સુધી મફતમાં રાશન પણ આપવામાં આવશે. બ્રૂ શરણાર્થીઓને 4 લાખ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝીટ સાથે 30થી 40 ફુટનો પ્લોટ પણ આપવામાં આવશે. આ ઉપરાંત મકાન અને ચાર લાખ રૂપિયા સિવાય ઘણા પ્રકારની સુવિધા આપવામાં આવશે. આટલું જ નહીં તેમને મતદાન યાદીમાં પણ ઝડપથી સામેલ કરવામાં આવશે. 

કેવી રીત શરૂ થયો આ વિવાદ 

 • આ મામલો 1997નો છે, જ્યારે જાતિય તણાવના કારણે લગભગ 5000 બ્રૂ-રિયાંગ પરિવારોના 30,000 લોકોએ મિઝોરમથી ત્રિપુરામાં શરણ લીધી હતી અને આ તમામ લોકોને કંચનપુર, ઉત્તર ત્રિપુરામાં અસ્થાઈ કેમ્પમાં રાખવામાં આવ્યા હતા.
 • 1995માં વિવાદ બન્યો હતો કારણ
 • બ્રૂ અને લઘુમતી મિઝો સમુદાય વચ્ચે 1996માં થયેલા સાંપ્રદાયિક હુલ્લડો આ પલાયનનું કારણ બન્યા હતા. આ તણાવે બ્રૂ નેશનલ લિબરેશન ફ્રન્ટ અને રાજકીય સંગઠન બ્રૂ નેશનલ યૂનિયનને જન્મ આપ્યો હતો, જેને રાજ્યના ચકમા સમુદાયની જેમ સ્વતંત્ર જિલ્લાની માંગ કરી છે.
 • આ તણાવ ત્યારે ઊભો થયો જ્યારે 1995માં યંગ મિઝો એસોસિએશન અને મિઝો સ્ટુડન્ટ એસોસિએશને રાજ્યની ચૂંટણી ભાગીદારીમાં બ્રૂ સમુદાયના લોકોની હાજરીનો પણ વિરોધ કર્યો હતો. આ સંગઠનોનું કહેવું હતું કે, બ્રૂ સમુદાયના લોકો આ રાજ્યના નથી. ત્યાર બાદથી તણાવની સ્થિતિને વેગ મળ્યો છે.

2018-19થી આજ સુધી માત્ર 328 પરિવાર મિઝોરમમાં વસ્યા
અમિત શાહે કહ્યું કે, ઘણા વર્ષોથી બ્રૂ સમુદાયના લોકોનો નિવેડો આવ્યો ન હતો. મોદી સરકારે 3 જૂલાઈ 2018 ત્રિપુરા સરકાર અને મિઝોરમ સરકાર વચ્ચે એક કરાર કર્યો હતો. જેમાં વિસ્થાપિત તમામ લોકોને સન્માન સાથે મિઝોરમમાં સમાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, પણ મોટાભાગના લોકો અમુક કારણોના લીધે મિઝોરમ જવા માંગતા નથી. 2018-19થી આજ સુધી માત્ર 328 પરિવાર જ મિઝોરમ જઈને વસી શક્યા છે. 
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો