અર્થકારણ / 4.5 % GDPના જોરે 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમીના આસમાની સપના ક્યારે સાકાર થશે?

When will the $ 5 trillion economy skyrocket with 4.5% GDP?

  •  જીડીપીના હાલના વૃદ્ધિદર મુજબ વર્ષ 2025 સુધીમાં ભારતીય અર્થતંત્રનું કદ મહત્તમ 3.49 ટ્રિલિયન ડોલર થઈ શકે
  • સતત કથળી રહેલા વૃદ્ધિદરને જોતાં 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમીનું બહુમાન મેળવવા માટે ભારતે વર્ષ 2034 સુધી રાહ જોવી પડે

Divyabhaskar.com

Nov 30, 2019, 05:34 PM IST

નેશનલ ડેસ્કઃ બીજી ટર્મમાં વડાપ્રધાન તરીકે શપથ લેતી વખતે નરેન્દ્ર મોદીએ દેશની અર્થવ્યવસ્થને 5 ટ્રિલિયન ડોલરના મેજિક ફિગર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી. જગતના વિકસિત દેશોની સમકક્ષ પહોંચવાનું આ સપનું, હાલ તો અર્થવ્યવસ્થાની ખરાબ હાલત જોતાં સાકાર થવાનું સહેજે ય આસાન નથી. વડાપ્રધાને વર્ષ 2025 સુધીમાં 5 ટ્રિલિયન ઈકોનોમીનું વચન આપ્યું છે, પરંતુ અર્થતંત્ર જે પ્રકારે રગશિયા ગાડાની માફક ચાલી રહ્યું છે એ જોતાં આ જાદુઈ આંકડો પાર પાડતાં સુધીમાં 14 વર્ષનો સમય લાગી શકે છે.

GDPના માપદંડો બદલવા છતાં નબળી સ્થિતિ
ચાલુ નાણાંકિય વર્ષના બીજા ત્રિમાસમાં જીડીપી વિકાસદર માત્ર 4.5 ટકા નોંધાયો છે. આ વર્ષના પ્રથમ ત્રિમાસમાં પણ જીડીપી ફક્ત 5 ટકા જ હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, એનડીએ સરકારે કેન્દ્રમાં સત્તા મેળવ્યા પછી જીપીડીના માનાંકો, માપદંડોમાં બદલાવ કર્યો હતો એ પછી પણ જીડીપી ખાસ્સો નીચે આવી રહ્યો છે. એ હિસાબે જોઈએ તો અગાઉ યુપીએ સરકાર વખતે જે માપદંડ હતા એ મુજબ ગણતરી કરીએ તો હાલનો જીડીપી 4.5 ટકાથી પણ નીચે હોઈ શકે.

સતત કથળતા આંકડા
વર્ષ 2018-19માં બીજા ત્રિમાસમાં જીડીપીનો વિકાસદર 7 ટકા હતો. જે ઘટીને ચાલુ નાણાંકિય વર્ષના પ્રથમ ત્રિમાસમાં 5 ટકા નોંધાયો હતો. બીજા ત્રિમાસ (જુલાઈ, 2019થી સપ્ટેમ્બર, 2019)માં તે વધુ ઘટીને 4.5 ટકા થયો છે. છેલ્લાં 7 વર્ષનો આ સૌથી ઓછો દર છે. અગાઉ વર્ષ 2012-13માં બીજા ત્રિમાસમાં જીડીપી વિકાસદર 4.3 ટકા નોંધાયો હતો.

2025 નહિ, હવે 2034ની ડેડલાઈન રાખવી પડે
સતત ઘટી રહેલા જીડીપીને ધ્યાનમાં રાખીએ તો વર્ષ 2025 સુધીમાં ભારતીય અર્થતંત્રને 5 ટ્રિલિયન ડોલરનું કદ આપવાનું વડાપ્રધાન મોદીનું સપનું સાકાર થઈ શકે તેમ નથી. જીડીપીના હાલના વૃદ્ધિદર મુજબ વર્ષ 2025 સુધીમાં ભારતીય અર્થતંત્રનું કદ વધુમાં વધુ 3.49 ટ્રિલિયન ડોલર થઈ શકે. બીજા શબ્દોમાં કહીએ તો 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમીનું બહુમાન મેળવવા માટે વર્ષ 2033-34 સુધી રાહ જોવી પડે.

X
When will the $ 5 trillion economy skyrocket with 4.5% GDP?
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી