તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લખનઉ અને નોઈડામાં લાગુ થનાર પોલીસ કમિશનર સિસ્ટમ શું છે?

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • 50 વર્ષની પડતર માંગને યુપી કેબિનેટે મંજૂરી આપી,હવે જ્યુડિશીઅલ પાવર કમિશનરના હાથમાં
 • સિસ્ટમ લાગુ થયા બાદ ઈમરજન્સીમાં પોલીસ કાર્યવાહી કરવા માટે પોતે જ મેજિસ્ટ્રેટની ભૂમિકા અદા કરશે
 • પોલીસ કમિશનર સિસ્ટમ યુપીના બે શહેર લખનઉ અને નોઈડામાં લાગુ કરાશે

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં પહેલી વખત પોલીસ કમિશનર સિસ્ટમ લાગુ કરવા માટે યોગી આદિત્યનાથે સરકારને મંજૂરી આપી દીધી છે. જેમાં પોલીસ કમિશનર તંત્રની 50 વર્ષ જૂની માંગ સ્વીકારી લેવાઈ છે. આ સિસ્ટમને લાગુ કરવાથી જિલ્લાના લો એન્ડ ઓર્ડર સહિત તમામ વહીવટી અધિકાર નિમણૂક કરાયેલા પોલીસ કમિશનર પાસે હશે. આ સિસ્ટમ યુપીના બે શહેર લખનઉ અને નોઈડામાં લાગુ કરાશે. 
 
આ સિસ્ટમને લાગુ કરવા અંગે યોગી આદિત્યનાથે કહ્યું કે,‘છેલ્લા 50 વર્ષોથી શ્રેષ્ઠ અને સ્માર્ટ પોલીસીંગ માટે પોલીસ કમિશનર સિસ્ટમની માંગ કરાઈ રહી હતી. આપણી કેબિનેટે આ પ્રસ્તાવ પાસ કરી દીધો છે.

સિસ્ટમમાં 9 SP રેન્કના અધિકારી તહેનાત રહેશે
આ સિસ્ટમમાં ADJ લેવલના અધિકારી પોલીસ કમિશનર હશે, જ્યારે 9 SP રેન્કના અધિકારી તહેનાત હશે, જેમાં એક મહિલા SP રેન્કની અધિકારી મહિલા સુરક્ષા માટે તહેનાત રહેશે.’

પોલીસને IASનો અધિકાર મળશે

 • ભારતીય પોલીસ અધિનિયમ 1861ના ભાગ 4 હેઠળ ડિસ્ટ્રિક મેજિસ્ટ્રેટ(જે એક IAS અધિકારી હોય છે)ની પાસે પોલીસ પર નિયંત્રણના અધિકાર હોય છે. પરંતુ પોલીસ કમિશનર સિસ્ટમ લાગુ થવાથી આ અધિકાર પોલીસ અધિકારીઓને મળી જશે.સરળ ભાષામાં કહીએ તો જિલ્લાને સંભાળનારા IAS અધિકારીની જગ્યાએ પાવર કમિશનર પાસે આવી જશે.
 • આ સિસ્ટમ દંડ પ્રક્રિયા સંહિતા(CRPC),એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને પણ કાયદા અને વ્યવસ્થાનું નિયમન કરવા માટે પણ ઘણા પાવર આપે છે. પોલીસ અધિકારી સીધો કોઈ પણ નિર્ણય લેવા માટે સ્વતંત્ર નથી, તે કોઈ પણ પરિસ્થિતિમાં DM અથવા કમિશનરના આદેશ પ્રમાણે જ કામ કરે છે, સામાન્ય રીતે IPC અને CRPCના તમામ અધિકાર જિલ્લાના DM ત્યાં તહેનાત PCS અધિકારીઓને આપે છે.
 • સિસ્ટમ લાગુ થયા બાદ કમિશનરના હાથમાં જ્યુડિશિયલ પાવર આવશે
 • કમિશનર વ્યવસ્થામાં પોલીસ કમિશનર સર્વોચ્ચ પદ હોય છે. આ વ્યવસ્થા ઘણા મહાનગરોમાં છે. આપણને આ વ્યવસ્થા આઝાદી બાદ વારસામાં મળી છે. જો કે આ સિસ્ટમ અંગ્રેજો વખતની છે. એ વખતે આ કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં લાગુ હતી.

સિસ્ટમ લાગુ થયા બાદ કમિશનરના હાથમાં જ્યુડિશિયલ પાવર આવશે

 • કમિશનર સિસ્ટમમાં કમિશનર પાસે જ્યુડિશિયલ પાવર પણ હોય છે. આ સિસ્ટમ લાગુ કરવા પાછળનું એક કારણ એ પણ હોઈ શકે છે કે મોટા શહેરોમાં ક્રાઈમ રેટમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ઈમરજન્સીની સ્થિતિમાં પોલીસ પાસે તાત્કાલિક નિર્ણય લેવાના અધિકાર નથી હોતા. જેથી ગુનાના દરમાં ઘટાડો કરવાનું મુશ્કેલ બન્યું છે.
 • કમિશનર સિસ્ટમથી પોલીસ કમિશનર પાસે CRPC હેઠળ ઘણા અધિકાર આવી જાય છે. જેમાં ઈમરજન્સીમાં પોલીસ કાર્યવાહી કરવા માટે પોતે જ મેજિસ્ટ્રેટની ભૂમિકા અદા કરશે. માનવામાં આવી રહ્યું છે કે પોલીસ ઈમરજન્સીની પરિસ્થિતિમાં નિર્ણય લેવામાં સ્વતંત્ર બનશે તો અપરાધીઓના મનમાં ભય પેદા થશે અને ક્રાઈમ રેટનો રેશિયો પણ ઘટશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો