આપત્તિ / કુદરતી આફત સમયે તારણહાર બનતી NDRF શું છે? કેવી રીતે કામગીરી કરે છે?

What is the NDRF that creates salvation during natural calamity? How Does Operation?
X
What is the NDRF that creates salvation during natural calamity? How Does Operation?

  • પેરા મિલિટરી ફોર્સના ખાસ જવાનોને NDRFમાં ડેપ્યુટેશન આપવામાં આવે છે
  •  ગુજરાતમાં ગાંધીનગર સહિત દેશભરમાં 12 સ્થાનો પર NDRFની ટીમ તહેનાત રહે છે
  •  હાલમાં ફાની વાવાઝોડાં વખતે પણ NDRFની બચાવ કામગીરી અસરકારક રહી હતી

Divyabhaskar.com

Jun 11, 2019, 05:30 PM IST

નેશનલ ડેસ્કઃ હજુ ઓરિસ્સા, બંગાળમાં ફેની વાવાઝોડાંએ મચાવેલા કહેરની યાદો તાજી છે ત્યાં ગુજરાતની માથે વાયુ વાવાઝોડાંનો ભય ઊભો થયો છે. ફેનીની સરખામણીએ પ્રમાણમાં ઓછી ક્ષમતા ધરાવતો ચક્રાવાત વાયુ ગુજરાતના સાગરકાંઠે પહોંચે એ પહેલાં જ રાજ્ય સરકારે કેન્દ્રની આફત વ્યવસ્થાપન ટીમ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) સાથે સંકલન શરૂ કરી દીધું છે અને મંગળવાર સાંજથી NDRF પરિસ્થિતિનો દૌર પોતાના હાથમાં લઈ લેશે. ફાની સામે પણ NDRFની સતર્કતા અને બચાવલક્ષી કામગીરીને લીધે જ જાનહાનિ નિવારી શકાઈ હતી. 

પેરા મિલિટરી ફોર્સનું ગઠન

વિશાળ ભૌગોલિક વૈવિધ્ય ધરાવતા ભારતમાં કુદરતી આપત્તિઓની નવાઈ ન હોય પરંતુ આધુનિક સંસાધનોના ઉપયોગ અને ખાસ તો યોગ્ય તાલમેલ વડે તાલીમબદ્ધ ટીમ દ્વારા આપત્તિની વિનાશકતા ખાળી શકાય તે હેતુથી 2006માં NDRFની રચના કરવામાં આવી છે. NDRF એ પેરા મિલિટરી ફોર્સની તર્જ પર જ રચાયેલ દળ છે, જેમાં કુલ 12 બટાલિયન સામેલ છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF), સેન્ટ્રલ રિઝર્વ્ડ પોલીસ ફોર્સ (CRPF), ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) સહિતના દળોમાંથી ચુનંદા તાલીમબદ્ધ જવાનોને NDRFમાં ડેપ્યુટેશન આપવામાં આવે છે. 

2. ગાંધીનગર સહિત 12 કેન્દ્ર

આપત્તકાલીન પરિસ્થિતિમાં ઝડપભેર પહોંચી શકાય એ માટે દેશભરમાં ભૌગોલિક જરૂરિયાત મુજબ કુલ 12 સ્થાનો પર NDRFની ટીમ તૈનાત રાખવામાં આવે છે. જેમાં ગુજરાતમાં ગાંધીનગર ઉપરાંત મહારાષ્ટ્રમાં પુણેનો સમાવેશ થાય છે. એ સિવાય પૂર્વ ભારતના દરિયાકાંઠે સૌથી વધુ તોફાનો ઉદભવતા હોવાથી ઓડિશા, બંગાળ, તામિલનાડુ અને આસામમાં પણ NDRFની ટીમ મૌજુદ રહે છે. 

3. બચાવ કામગીરીમાં અગ્રેસર
  • તાજેતરમાં ઓડિશા, બંગાળને ધમરોળી ચૂકેલા ફાની વાવાઝોડાં વખતે NDRFની ટીમે અગાઉથી જ સતર્કતા દાખવીને જોખમી વિસ્તારમાં સ્થળાંતરની કામગીરી હાથ ધરી લીધી હતી. મોટા હોર્ડિંગ્ઝ ઉતરાવી લીધા હતા. ભયજનક ઈમારતો ખાલી કરાવી દીધી હતી અને તોતિંગ વૃક્ષોની ડાળીઓ પણ પાંખી કરાવી લીધી હતી. જેને લીધે જાનહાનિનું પ્રમાણ ખાસ્સું ઘટાડી શકાયું હતું. એ સિવાય ગુજરાતને પણ NDRFની ચોક્સાઈભરી કામગીરીનો અનુભવ થયેલો છે. 
  • 3 જુલાઈ, 2007: ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રના રાજકોટ અને ભાવનગરમાં પૂર હોનારત સર્જાવાની સ્થિતિ ઊભી થઈ હતી ત્યારે NDRFની ટીમે હજારો લોકોના જીવ બચાવ્યા હતા અને સંખ્યાબંધ લોકોનું સહીસલામત સ્થળાંતર કરાવ્યું હતું. 
  • 3 ફેબ્રુઆરી, 2008: અમદાવાદમાં કાલુપુર વિસ્તારમાં હોટેલ શાકુંતની ઈમારત ધસી પડતાં 8 લોકોના મોત થયા હતા એ દુર્ઘટના વખતે NDRFની ટીમે સત્વરે કામગીરી હાથ ધરી હતી અને 10થી વધુ લોકોના જીવ બચાવ્યા હતા. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી