પ્રેસ કોન્ફોરન્સ / શિવસેનાના મુખ્યમંત્રી બનાવવા માટે અમને ફડણવીસ અને શાહના આશીર્વાદની જરૂર નથીઃ ઉદ્ધવ ઠાકરે

We do not need Fadnavis and Shah to become Shiv Sena chief: Uddhav Thackeray
We do not need Fadnavis and Shah to become Shiv Sena chief: Uddhav Thackeray

  • મોદીની વિરુદ્ધના નિવેદન અંગે ઉદ્ધવની સ્પષ્ટતા - અમે ક્યારેય વડાપ્રધાન વિરુદ્ધ ટિપ્પણી કરી નથી
  • ઉદ્ધવે કહ્યું- અમિત શાહની હાજરીમાં જ 50-50 ફોર્મ્યુલા ફાઈનલ થઈ હતી
  • અમે વાતચીતના દરવાજા ક્યારેય બંધ કર્યા નથી, તેમણે જુઠ્ઠુાંણુ ચલાવ્યું એટલે અમે વાત ન કરીઃ ઉદ્ધવ

Divyabhaskar.com

Nov 08, 2019, 08:58 PM IST

મુંબઈઃ દેવેન્દ્ર ફડણવીસના રાજીનામા બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ પ્રેસ કોન્ફોરન્સ કરી હતી. ઠાકરેએ તેના સંબોધનમાં સ્પષ્ટ કહ્યું કે અમારે શિવસેનાના મુખ્યમંત્રી બનાવવા માટે ફડણવીસ અને બીજેપી અધ્યક્ષ શાહના આશીર્વાદની જરૂર નથી. મને એ વાતનું દુઃખ છે કે શિવસેના પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા

શિવસેના જુઠ્ઠું બોલનારાઓની પાર્ટી નથીઃ ઉદ્ધવ

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે દેવન્દ્ર ફડણવીસ પાસેથી આવા નિવેદનની અપેક્ષા ન હતી. બીજેપી ભૂલી ગઈ કે દુષ્યંત ચૌટાલએ તેમના માટે શું કહ્યું હતું. શિવસેના જુઠ્ઠું બોલનારની પાર્ટી નથી. મેં ક્યારેય વડાપ્રધાન મોદી પર આરોપ લગાવ્યો નથી. હું બીજેપીવાળો નથી. જુઠ્ઠું બોલતો નથી. હું જુઠ્ઠું બોલનારાઓ સાથે વાત કરતો નથી. મેં ક્યારેય દુષ્યંત ચૌટાલા જેવી ભાષાનો પ્રયોગ કર્યો નથી.

લોકોને ખબર છે કોણ જુઠ્ઠું બોલી રહ્યું છે- ઉદ્ધવ

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે પદો અને મુખ્યમંત્રીના પદો માટે 50-50 પર સહમતિ બની હતી. મારે તેની પર સ્પષ્ટતા આપવાની જરૂરિયાત નથી. શિવસેનાના સીએમ થવાના સપનાને પુરા કરવા માટે મારે કોઈની મદદની જરૂર નથી. અમારું કામ બીજેપી જેવું નથી. અમિત શાહએ કહ્યું હતું કે જેની વધુ સીટ તેના સીએમ. મેં કહ્યું કે હું નહિ માનુ. દેવેન્દ્ર ફડણવીસે અમિત શાહનો હવાલો આપીને 2.5 વર્ષના સીએમની વાત થવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો, લોકોને ખબર છે કોણ જુઠ્ઠું બોલી રહ્યું છે.

X
We do not need Fadnavis and Shah to become Shiv Sena chief: Uddhav Thackeray
We do not need Fadnavis and Shah to become Shiv Sena chief: Uddhav Thackeray
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી