તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Vote Share Of Bjp Congress And Aap In Parliament, Assembly And Mcd Elections In Last 6 Years

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલ્હીમાં 6 વર્ષમાં 5 ચૂંટણી યોજાઈ; વિધાનસભામાં AAP અને લોકસભામાં ભાજપ પહેલા કરતા મજબૂત બની

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2013ની વિધાનસભા ચૂંટણીમાં AAPને અંદાજે 30% વોટ મળ્યા, 2015માં આ વોટ શેર વધીને 54% વધારે થઈ ગયા
  • 2014થી લોકસભા ચૂંટણીમાં ભાજપે 46% વોટ શેર સાથે તમામ 7 બેઠકો જીતી, 2019માં પણ તમામ બેઠકો જીતી, વોટ શેર 56%એ પહોંચ્યો

નવી દિલ્હીઃ દિલ્હીની 70 વિધાનસભા બેઠકો પર 8 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. 11 ફેબ્રુઆરીએ પરિણામ આવશે. દિલ્હીમાં 2013 બાદ બીજી વખત વિધાનસભા ચૂંટણી થઈ રહી છે. છેલ્લા 6 વર્ષમાં અહીંયા પાંચ ચૂંટણી થઈ છે. જેમાં 2 લોકસભા, 2 વિધાનસભા અને એક નગર નિગમની ચૂંટણી છે.  આ પાંચ ચૂંટણીના પરિણામોનું એનાલિસિસ કર્યા બાદ ખબર પડી કે, આમ આદમી પાર્ટી(AAP)વિધાનસભા ચૂંટણીમાં અને ભાજપ લોકસભા ચૂંટણીમાં પહેલા કરતા મજબૂત બની છે. સાથે જ કોંગ્રેસ 2015ની હાર બાદ હવે દિલ્હી ઉભરીમાં રહી છે. 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વોટ શેર 15.1% હતો, જે 2017ની નગર નિગમ ચૂંટણીમાં 21.09% અને 2019ની સામાન્ય ચૂંટણીમાં 22.5% થઈ ગયો છે.

વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીઓનું પ્રદર્શનઃ AAPનો વોટ શેર 24% સુધી વધ્યો 
દિલ્હીમાં 2013 અને 2015માં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. 2013ની વિધાનસભા ચૂંટણીમાં AAP પહેલી વખત ચૂંટણીમાં ઉતરી હતી. પહેલી ચૂંટણીમાં AAPએ 70માંથી 28 બેઠકો જીતી અને 29.4% મત મેળવ્યા હતા. AAPના આવવાથી સૌથી વધારે નુકસાન કોંગ્રેસને થયું હતું. તેમની બેઠક 43થી ઘટીને 8 પર પહોંચી ગઈ હતી. વોટ શેર પણ 40%થી ઘટીને 25% પર આવી ગયો છે. 2013માં AAPએ કોંગ્રેસના સમર્થનથી સરકાર બનાવી પણ 49 દિવસમાં જ સરકાર પડી ગઈ હતી. ત્યારબાદ 2015ની વિધાનસભા ચૂંટણીમાં AAPનો વોટ શેર 24% વધ્યો, 39 સીટોનો વધારો પણ થયો. 

પાર્ટી

2013

2015

બેઠક

વોટ%

બેઠક

વોટ%

ભાજપ

31

33.07%

3

32.1%

કોંગ્રેસ

8

24.5%

0

9.6%

AAP

28

29.4

67

54.3%

2013માં કોંગ્રેસની હાર અને ભાજપની બહુમતી હાંસિલ ન કરવાનું કારણઃ 15 વર્ષથી રાજ્યમાં અને 10 વર્ષથી કેન્દ્રમાં સરકાર હોવાના કારણે કોંગ્રેસ વિરુદ્ધ સત્તા વિરોધી લહેર હતી. કેન્દ્રની યુપીએ સરકારમાં ભ્રષ્ટાચારના કેસ સામે આવવાની પણ અસર જોવા મળી. નિર્ભયા કાંડ અને અન્ના આંદોલનના કારણે પણ કોંગ્રસ વિરુદ્ધ માહોલ બન્યો હતો. ભાજપને સ્પષ્ટ બહુમતી મળવાની આશા હતી, મોદીના વડાપ્રધાન ઉમેદવાર બન્યા બાદ ચૂંટણી સર્વેક્ષણોમાં પણ ભાજપને 50+ બેઠકો મળી રહી હતી પણ અન્ના આંદોલનમાંથી જન્મેલી આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ વિરુદ્ધ મતને ખેંચ્યા હતા. લોકો વચ્ચે AAPની છાપ સામાન્ય લોકોની પાર્ટી બની. નેતાગિરીથી દૂર આ પાર્ટીના ઉમેદવારો પર લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

2015માં AAPની એકતરફી જીતનું કારણઃ કોંગ્રેસના સમર્થનથી લગભગ 49 દિવસ ચાલેલી કેજરીવાલ સરકાર પાસે લોકોની સહાનુભૂતિ હતી. કેજરીવાલે 49 દિવસની સરકારમાં સસ્તી વીજળી અને મફત પાણીની જોગવાઈ કરી હતી.જેનો ફાયદો આ ચૂંટણીમાં મળ્યો. 2013માં AAPના પ્રદર્શનથી પણ લોકોને એવું લાગ્યું કે પાર્ટીને બહુમતી મળી શકે છે. કોંગ્રેસને 2012માં સમર્થન આપીને પાછું ખેંચવાનો વારો આવ્યો, તે 8 બેઠકોથી 0 પર આવી ગઈ. ભાજપને સ્થાનિક નેતૃત્વની ઉપરવટ જઈને કિરણ બેદીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવા ભારે પડ્યું હતું. ચૂંટણી પ્રચાર દરમિયાન બેદીને સ્થાનિક કાર્યકર્તાઓ પાસેથી ઓછું સમર્થન મળ્યું હતું. આ દરમિયાન બેદીનો વ્યવહાર પણ ચર્ચામાં રહ્યો હતો. 

લોકસભા ચૂંટણીમાં પાર્ટીઓનો દેખાવઃ ભાજપનો વોટ શેર 10% વધ્યો 
દિલ્હીમાં 2013 બાદ બે વખત લોકસભા ચૂંટણી થઈ. પહેલી 2014માં અને બીજી 2019માં. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 46% વોટ શેર સાથે તમામ 7 બેઠકો જીતી હતી. 2019માં પણ ભાજપે તમામ 7 બેઠકો જીતી હતી, પણ આ વખતે તેનો વોટ શેર ગત ચૂંટણીની સરખામણીમાં 10% વધીને 56%થી વધારે થઈ ગયો હતો. AAPનો વોટ શેર 14% સુધી ઓછો થયો જ્યારે કોંગ્રેસનો વોટ શેર 7%થી વધી ગયો હતો. 

પાર્ટી

2014

2019

બેઠક

વોટ%

બેઠક

વોટ%

ભાજપ

7

46.4%

7

56.5%

કોંગ્રેસ

0

15.1%

0

22.5%

AAP

0

32.9%

0

18.1%

2014માં લોકસભા ચૂંટણીમાં AAP અને કોંગ્રેસનો સફાયો કેમ થયો?
લોકોએ કેન્દ્રીય નેતૃત્વને ધ્યાનમાં રાખીને વોટ આપ્યા. લોકોને ખબર હતી કે કેન્દ્રમાં આમ આદમી પાર્ટી મોટી ભૂમિકા નહીં નિભાવી શકે. એવામાં AAPને 2013ની વિધાનસભા ચૂંટણીની જેમ સફળતા મળી નથી. કોંગ્રેસના હાથ સત્તા વિરોધી લહેર અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓના કારણે ખાલી રહ્યા હતા. મોદી લહેર ભાજપની એકતરફી જીતનું કારણ હતી.

2019માં પણ ભાજપનું પ્રદર્શન વધારે સારું કેવી રીતે રહ્યું?
લોકોએ ફરી એકવાર કેન્દ્રીય નેતૃત્વને ધ્યાનમાં રાખીને જ મત આપ્યા હતા. લોકોને ભાજપની તુલનામાં કેન્દ્રમાં કોંગ્રેસ અને AAPનું નેતૃત્વ ન દેખાયું. ભાજપના રાષ્ટ્રવાદ અને હિન્દુ વિચારધારા સાથે જોડાયેલા મુદ્દાઓની અસર દેખાઈ. 2013થી 2019 વચ્ચે કેજરીવાલ સરકાર ઘણા પ્રકારના વિવાદોમાં ઘેરાયેલી રહી, જેમ કે- ઉપ રાજ્યપાલ નજીબ જંગ અને અનિલ બૈજલ સાથે વિવાદ, AAPના સંસ્થાપક સભ્યો  યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ જેવા સભ્યોનું પાર્ટી છોડવી. આ વિવાદોની અસર પણ લોકસભા ચૂંટણીમાં AAPના પ્રદર્શન પર જોવા મળી. 

2015માં 70માંથી 67 વિધાનસભા બેઠક જીતનારી AAP 2017ના MCD ચૂંટણીમાં 270માંથી 50 વોર્ડ પણ જીતી ન શકી 
2017માં થયેલી દિલ્હી નગર નિગમની ચૂંટણીમાં AAP 270 વોર્ડમાંથી 48 પર જ જીતી શકી હતી. બે વર્ષમાં જ તેનો વોટ શેર ઘટીને 26% પર આવી ગયો હતો. સાથે જ 2015ની હાર બાદ આ ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન સારુ રહ્યું હતું. 2015ની વિધાનસભા ચૂંટણીમાં 10%થી પણ ઓછા વોટ હાંસિલ કરનારી કોંગ્રેસને નગર નિગમ ચૂંટણીમાં 21%થી વધારે વોટ મળ્યા. ભાજપનો વોટ શેર પણ વધ્યો. 

2017ની નગર નિગમ ચૂંટણીના પરિણામો

 પાર્ટી

 બેઠક

વોટ%  

ભાજપ

181

36.23%

કોંગ્રેસ 

30

21.09%

AAP

48

26.23%

ભાજપની જીતનું કારણઃ સપ્ટેમ્બર 2016માં પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક અને નવેમ્બર 2016માં નોટબંધીનો ફાયદો ભાજપને મળ્યો હતો. પાર્ટીએ સ્થાનિક નેતાઓની જગ્યાએ મોદીને જ આગળ રાખીને ચૂંટણી લડી હતી. 2017માં જ યુપી અને ઉત્તરાખંડની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પ્રચંડ બહુમતીથી જીતી, જેની અસર પણ દિલ્હીમાં જોવા મળી. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો