બંગાળ / CAA-NRC દેખાવો દરમિયાન હિંસા; એકનું મોત, પાંચ લોકો ઘાયલ

Violence during CAA-NRC demonstrations; One killed, five injured

  • TMCના કાર્યકર્તા રસ્તો જામ કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા 
  • ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પહોંચી ગઈ છે.

Divyabhaskar.com

Jan 29, 2020, 04:16 PM IST

નેશનલ ડેસ્કઃ નાગરિકતા સંશોધન કાયદા(CAA)અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર(NRC)વિરુદ્ધ દેખાવો દરમિયાન પશ્વિમ બંગાળમાં હિંસા થઈ છે. મુર્શિદાબાદના જલાંગી વિસ્તારમાં બુધવારે તૃણમૂલ કોંગ્રેસ (TMC)નેતાઓ અને સ્થાનિક લોકોમાં અથડામણ બાદ હિંસા ભડકી છે. ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પહોંચી ગઈ છે.

TMC કાર્યકર્તા રસ્તો જામ કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જેનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો અને બન્ને પક્ષોમાં અથડામણ થઈ હતી. આ અથડામણે ધીમે ધીમે હિંસાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ હિંસામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે એક ગુમ છે. આ ઉપરાંત પાંચ ગંભીર રીતે ઘાયલ છે.

TMCના માણસો ગુંડાઓ છેઃ અધીર રંજન

બંગાળમાં થયેલી હિંસા અંગે કોંગ્રેસ નેતા અને સાંસદ અધીર રંજન ચૌધરીએ TMC અને BJPને લલકારવા માટે ટીએમસીના લોકોએ બોમ્બ અને બંદૂક લઈને હુમલો હોવાનું નિવેદન આપ્યું છે. તેમના જે નેતા છે એ પણ ખૂની છે. તેમને નાગરિકો પર હુમલો કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે બંગાળમાં ટીએમસી પાસે બોમ્બ અને બંદુક છે અને પ્રશાસન અને પોલીસ તેમની છે, એ લોકો કંઈ નથી કરતા. ટીએમસીના લોકો ગુંડાઓ છે એ તો દરેકને ખબર છે આ તો હું ઘણી વખત કહી ચુક્યો છું.

X
Violence during CAA-NRC demonstrations; One killed, five injured
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી