તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અઝહરુદ્દીનની કોંગ્રેસમાંથી TRSમાં જવાની અટકળો, અભિનેત્રી વિજયા શાંતિ ભાજપમાં જોડાઈ શકે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અઝહરુદ્દીન TRSની મદદથી હૈદરાબાદ ક્રિકેટ એસોસિયએશનના અધ્યક્ષ બન્યા હતા
  • અભિનેત્રીના પતિએ કહ્યું- શાંતિને ભાજપમાં જોડવાના પ્રસ્તાવ મળ્યો છે

હૈદરાબાદઃ પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનની કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડીને ચંદ્રશેખર રાવની પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિ(TRS)માં જવાની અટકળો ચાલી રહી છે. આ ઉપરાંત દક્ષિણ ભારતની જાણીતી અભિનેત્રી વિજયા શાંતિ પણ કોંગ્રેસ પાર્ટીને છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. 
ન્યૂઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અઝહરુદ્દીન કોંગ્રેસ છોડવાની મૂડમાં છે અને TRSમાં સામેલ થવા માગે છે. અઝહરુદ્દીન TRSની મદદથી હૈદરાબાદ ક્રિકેટ અસોસિયેશનના અધ્યક્ષ પણ બન્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી તેઓ તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરને મળવાના પણ પ્રયાસ કરી રહ્યા હતા. 

ભાજપમાંથી વિજયા શાંતિને પ્રસ્તાવ મળ્યો 
અભિનેત્રી શાંતિના ભાજપમાં સામેલ થવાના સમાચારો અંગે તેમના પતિ એમવી શ્રીનિવાસ પ્રસાદે કહ્યું કે, તેઓ હાલ શાંતિના શૂટિંગમાં વ્યસ્ત છે અને ભાજપમાં જોડાવા અંગે તેમણે હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નથી. ઉલ્લેખનીય છે કે, ભાજપમાંથી તેમણે આ અંગેનો પ્રસ્તાવ મળ્યો છે. અભિનેત્રી ઘણા સમયથી ભાજપના સંપર્કમાં છે.

અન્ય સમાચારો પણ છે...