તમિલનાડુ / નાયડૂએ કહ્યું- ક્યારે ઉપરાષ્ટ્રપતિ બનવાની ઈચ્છા ન હતી, નામની જાહેરાત થતા આંખોમાં આસું હતા

 

  •  ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ પોતાના પુસ્તકના લોન્ચિંગ કાર્યક્રમમાં આ વાત કહી હતી
  •  મારી ઈચ્છા હતી કે સરકારમાંથી છૂટો પડીને નાનાજી દેશમુખની જેમ રચનાત્મક કાર્ય કરુ

Divyabhaskar.com

Aug 12, 2019, 02:19 PM IST

ચેન્નાઈઃ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ કહ્યું કે, તેમણે ક્યારે રાષ્ટ્રપતિ તરીકેના પદની ઈચ્છા ન હતી. તેઓ જનસંઘના નેતા અને સામાજિક કાર્યકર્તા નાનજી દેશમુની જેમ રચનાત્મક કાર્ય કરવા માગતા હતા. રવિવારે તેમના પુસ્તક ‘લિસનિંગ લર્નિંગ એન્ડ લિડીન્ગ’ના લોન્ચિંગ વખતે નાયડૂએ જણાવ્યું કે, જ્યારે ઉપરાષ્ટ્રપતિના નામ માટેની જાહેરાત થઈ તો મારી આંખોમાં આસું હતા. કારણ કે મને ભાજપની ઓફિસમાં જવા અને પાર્ટીના કાર્યતકર્તાઓ સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવા માટેની મનાઈ કરવામાં આવી હતી.

હું વડાપ્રધાન માટે લાયક ન હતોઃ વેંકૈયા- નાયડૂએ કહ્યું કે, એક સામાન્ય પરિવારથી આવતો હોવા છતા ભાજપે મને ઘણું આપ્યું છે. વડાપ્રધાન પદની દાવેદારી છોડી દીધી કારણ કે હું તેના માટે લાયક નહોતો. એક સાચી વાત કહું તો હું, ઉપરાષ્ટ્રપતિ બનવા નહોતો માગતો. મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે, સરકારમાંથી અલગ થઈને નાનાજી દેશમુખની જેમ રચનાત્મક કાર્યો કરવા માંગુ છું. પરંતુ આવું થઈ શક્યું નહીં.

ક્યારે પણ ભાજપથી અલગ થવા નહોતો માગતોઃ નાયડૂ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા મેં ઘણા નામો સૂચવ્યા હતા. પરંતુ સંસદીય બોર્ડની બેઠક બાદ અમિત(શાહ) ભાઈએ કહ્યું કે, દરેક તમને આ પદ માટે યોગ્ય ગણાવે છે. મેં ક્યારે વિચાર્યું નથી. હું ભાજપનું સભ્યપદ છોડવા નહોતો માગતો પણ મજબૂરીમાં મારે આવું કરવું પડ્યું છે. બીજા દિવસે મને ખબર પડી કે તમે પાર્ટીની ઓફિસમાં નહીં આવી શકો. હું નાની વયમાં જ એવીબીપી અને આરએસએસ સાથે જોડાઈ ગયો છું. જેથી તેમના ભવિષ્ય માટે સતત ચિંતિત હતો.

રાજ્યસભામાં અધ્યક્ષથી મંત્રીઓ ડરે છેઃ શાહ- આ કાર્યક્રમમાં તમિલ સુપરસ્ટાર રજનીકાંતે જમ્મુ કાશ્મીરના નિર્ણય પર મોદી સરકારની પ્રશંસા કરી હતી. તેમણે મોદી અને શાહને કૃષ્ણ-અર્જુનની જોડી ગણાવી હતી. કાર્યક્રમમાં ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. શાહે મજાકિયા અંદાજમાં રાજ્યસભાના સભાપતિ નાયડૂને કહ્યું કે, તમે સત્તા પક્ષ માટે વધારે કડક વલણ રાખો છો. તમામ મંત્રીઓ તમારાથી ગભરાયેલા છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી