• Gujarati News
  • National
  • Vande Bharat Express Will Run Between Delhi Katra From October 5, Ticket Booking Begins On IRCTC

વંદે ભારત એક્સપ્રેસ દિલ્હી-કટરા વચ્ચે 5 ઓક્ટોબરથી ચાલશે, IRCTC પર ટિકિટ બૂકિંગ શરૂ, અમિત શાહ લીલી ઝંડી આપશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગૃહમંત્રી અમિત શાહ 3 ઓક્ટોબરના નવી દિલ્હીથી ટ્રેનને રવાના કરશે
  • દિલ્હીથી કટરા વચ્ચેનું અંતર 12 કલાકની જગ્યાએ 8 કલાકમાં પૂર્ણ થઇ શકશે

નવી દિલ્હી:  વંદે ભારત એક્સપ્રેસ દિલ્હી અને કટરા વચ્ચે 5 ઓક્ટોબરથી ચાલશે. રેલવેએ રવિવારે જણાવ્યું કે ટિકિટ બુકીંગ પણ IRCTC વેબસાઇટ પર શરુ થઇ ગઇ છે. ગૃહમંત્રી અમિત શાહ 3 ઓક્ટોબરના નવી દિલ્હીથી ટ્રેનને લીલી ઝંડી આપી રવાના કરશે. તેનાથી દિલ્હી અને કટરા વચ્ચેનું અંતર 12 કલાકની જગ્યાએ 8 કલાકમાં કાપી શકાશે. રેલવેએ નવી દિલ્હી - કટરા રૂટ પર આ ટ્રેન માટે ડાયનામિક ફેર ન લગાડવાનો નિર્ણય લીધો છે. 
દિલ્હીથી કટરા વચ્ચે તેનું ઓછામાં ઓછું ભાડુ 1630 રૂપિયા અને વધારેમાં વધારે 3015 રૂપિયા રહેશે. મંગળવાર સિવાય આ ટ્રેન દરેક દિવસોમાં દોડશે. ટ્રેનની સંખ્યા 2240 નવી દિલ્હી -કટરા વંદેભારત એક્સપ્રેસ નવી દિલ્હીથી સવારે 6 વાગ્યે રવાના થશે અને બપોરે 2 વાગ્યે કટરા પહોંચશે. સામેની દિશાથી આ ટ્રેન એ જ દિવસે કટરાથી બપોરે 3 વાગ્યે નિકળશે અને રાત્રે 11 વાગ્યે નવી દિલ્હી પહોંચશે. 

આધુનિક સુવિધાઓથી સજ્જ છે ટ્રેન
આ ટ્રેન અંબાલા કેન્ટ, લુધિયાણા અને જમ્મૂ તાવીમાં બે મિનિટ માટે ઉભી રહેશે. આ ટ્રેનની મહત્તમ સ્પીડ 160 કિલોમીટર પ્રતિ કલાકની છે. તેમાં એસી, ટીવી, ઓટોમેટિક દરવાજા, હાઇક્લાસ પેન્ટ્રી અને વોશરૂમની સુવિધાઓ હશે. નવી ટ્રેનમાં પહેલાની ટ્રેન-18ની સરખામણીએ પેન્ટ્રી કાર મોટી રહેશે. પથ્થરમારાથી 

અન્ય સમાચારો પણ છે...