શેરબજાર / અમેરિકાએ ચાઈનીસ ટેરિફ બાબતે સમય લેતા સેન્સેક્સ 353 અંક વધ્યો, નિફ્ટીએ 11,000ની સપાટી વટાવી

US timed Sensex up 353 points on Chinese tariff, Nifty above 11,000

  • બીએસઈ પર કોટક બેન્ક, ઓએનજીસી, ટાટા મોટર્સ અને એશિયન પોઈન્ટ્સ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો
  • આ સિવાય બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં 0.94 ટકાનો વધારો જોવા મળ્યો હતો

Divyabhaskar.com

Aug 14, 2019, 04:49 PM IST

નવી દિલ્હીઃ અમેરિકાએ કેટલાક ચાઈનીસ ઈમ્પોર્ટ પર ટેરિફ લગાડવામાં સમય લેતા બુધવારે ભારતીય માર્કેટમાં તેજી જોવા મળી હતી. શેરબજારો તેજી સાથે ખુલ્યા બાદ સેન્સક્સ 353 અંકના વધારા સાથે 37,311ની સપાટીએ બંધ થયો હતો. જયારે નિફ્ટી 103 અંકના વધારા સાથે 11,029 પર બંધ રહ્યો હતો. બીએસઈ પર કોટક બેન્ક, ઓએનજીસી, ટાટા મોટર્સ અને એશિયન પોઈન્ટ્સ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં 0.94 ટકાનો વધારો જોવા મળ્યો હતો. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 0.48 ટકા વધીને બંધ રહ્યો હતો. બીએસઈ મેટર ઈન્ડેક્સમાં 2.79 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ સિવાય ટેલિકોમ, ફાઈનાન્સ અને કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સમાં પણ વધારો જોવા મળ્યો હતો.

ટોપ ગેનર અને ટોપ લુઝર શેર

નિફ્ટીની 50 કંપનીઓમાંથી 39 કંપનીઓના શેર ગ્રીન નિશાન પર રહ્યાં છે. જયારે 11 કંપનીઓના શેર લાલ નિશાન પર કારોબાર કરી રહ્યાં હતા. નિફ્ટીના ટોપ ગેનર શેરમાં ટાટ સ્ટીલ, VEDL, UPL, હિંડાલ્કો અને ZEEL છે. જયારે ડો.રેડ્ડી, સનફાર્મા, કોલ ઈન્ડિયા, વિપ્રો અને CIPLAના શેર ટોપ લુઝર રહ્યાં.

X
US timed Sensex up 353 points on Chinese tariff, Nifty above 11,000
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી