ઉત્તરપ્રદેશ / લો કમિશ્નરે કહ્યું કે- મોબ લિંચિંગમાં પીડિતનું મોત થાય તો આજીવનકેદ સૌથી મોટી સજા

UP law panel recommends life imprisonment for mob lynching from cm yogi adityanath

  • સજા અપાવવા માટેની જવાબદારી પોલીસ અને જિલ્લા મેજિસ્ટ્રેટ્સની રહેશે 
  • ઉત્તરપ્રદેશમાં 2012-2019 વચ્ચે મોબ લિંચિંગની 50થી વધુ ઘટનાઓમાં 11 લોકોના મોત 
  • મણિપુરમાં લિંચિંગ વિરોધી કાયદો બનાવાયો, મધ્યપ્રદેશ સરકાર જલ્દી કાયદો બનાવશે 

Divyabhaskar.com

Jul 12, 2019, 12:47 PM IST

લખનઉઃ ઉત્તરપ્રદેશ લો કમિશ્નરથી મોબ લિંચિંગ મામલામાં આરોપીઓને આજીવનકેદની સજાની જોગવાઈની માગ કરી છે. આ માટે કમિશનરે બુધવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને એક રિપોર્ટ મોકલ્યો હતો. કમિશનના ચેરમેન રિટાયર્ડ જસ્ટિસ આદિત્યનાથ મિત્તલે ગુરુવારે કહ્યું કે, મોબ લિંચિંગ દરમિયાન જો પીડિતનું મોત થઈ જાય તો, આરોપીઓને આજીવનકેદની સજા મળવી જોઈએ. આ તેમના માટે સૌથી મોટી સજા હશે.

મિત્તલે કહ્યું કે, મોબ લિંચિંગની ઘટનાએ દેશમાં સતત વધી રહી છે. કમિશને લાંબા અભ્યાસ બાદ એક રિપોર્ટ તૈયાર કર્યો છે, જે મુખ્યમંત્રીના સામે રજુ કરાયો છે. 128 પાનના આ રિપોર્ટમાં આ ઘટનાઓને કેવી રીતે રોકી શકાય તથા આરોપીઓને કયા આધારે આજીવન કેદની સજા આપી શકાય તે અંગેના સૂચનો કરવામાં આવ્યા છે. 2018માં સુપ્રીમ કોર્ટની ભલામણ પર તૈયાર આ રિપોર્ટમાં મોબ લિંચિંગની ઘણી ઘટનાઓ અને કોર્ટના નિર્ણયો વિશે પણ જણાવવામાં આવ્યું છે.

સજા અપાવવા માટેની જવાબદારી પોલીસ અને જિલ્લા મેજિસ્ટ્રેટ્સની રહેશેઃ સૂચન બાદ બનનારા આ કાયદાને ઉત્તરપ્રદેશ કોમ્બટિંગ ઓફ મોબ લિંચિંગ એક્ટના નામથી ઓળખવામાં આવશે. જો તેઓ આ કામ કરવામાં નિષ્ફળ નિવડે તો તેમની પર કાર્યવાહી કરવી જોઈએ. કાયદા હેઠળ પીડિતના પરિવારજનોના જાન માલના નુકસાન પ્રમાણે તેમને વળતર પણ આપવામાં આવશે.

રિપોર્ટમાં તમામ 50 ઘટનાઓનો ઉલ્લેખઃ રાજ્યમાં 2012થી 2019 વચ્ચે મોબ લિંચિંગની 50 કરતા વધારે ઘટનાઓ બની છે. જેમાં 11 લોકોનું મોત થયું છે અને 50થી વધારે ઘાયલ થયા છે. 25 લોકો ગંભીર રીતે ઘવાયા છે. રિપોર્ટમાં આ તમામ મામલાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે, મણિપુરમાં લિંચિંગ વિરોધી આ પ્રકારનો કાયદો બની ચુક્યો છે, જ્યારે મધ્યપ્રદેશ સરકાર જલ્દી દ કાયદો બનાવાશે.

X
UP law panel recommends life imprisonment for mob lynching from cm yogi adityanath
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી