UP / રેલવે પોલીસે પત્રકારને ઢોર માર માર્યો, કપડાં પણ ફાડી નાખ્યા, Video Viral

  • રિપોર્ટર ડિરેલ થયેલી માલગાડીનો રિપોર્ટ કરવા ગયો હતો અને ત્યારે જ જીઆરપીના પોલીસ કર્મીઓએ તેની સાથે મારઝૂડ કરી
  • યુપી પોલીસને ઘટનાની જાણ થતાં તેમણે તાત્કાલિક  જીઆરપી એસએચઓને સસ્પેન્ડ કર્યા

Divyabhaskar.com

Jun 12, 2019, 12:44 PM IST

લખનઉ: ઉત્તર પ્રદેશના શામલીમાં એક પત્રકારને ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. અહીં રેલવે પોલીસે એક પત્રકારના કપડાં ઉતાર્યા, તેની સાથે મારઝૂડ કરી અને તેના ઉપર પેશાબ પણ કર્યો હતો. આ ઘટના મંગળવારે રાતે શામલીમાં થઈ હતી. સૂત્રોમા જણાવ્યા પ્રમાણે અહીં એક ખાનગી ન્યૂઝ ચેનલ ન્યૂઝ 24માં સ્ટ્રિંગર અમિત શર્મા ડિરેલ થયેલી માલગાડીનો રિપોર્ટ કરવા ગયો હતો અને ત્યારે જ જીઆરપીના પોલીસ કર્મીઓએ તેની સાથે ખૂબ મારઝૂડ કરી હતી.

અમિત જ્યારે તેના મોબાઈલથી ફૂટેજ લઈ રહ્યો હતો ત્યારે રેલવે પોલીસે તેનો મોબાઈલ છીનવી લીધો હતો અને તેની સાથે મારઝૂડ શરૂ કરી દીધી હતી. ત્યારપછી અમિતને આખી રાત રેલવે પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યો હતો. બુધવારે સવારે સાથી કર્મચારીઓએ વિરોધ અને ધરણાં કરતાં તેને છોડવામાં આવ્યો હતો. અમિત સાથેની મારઝૂડનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

પત્રકાર અમિત શર્માએ જણાવ્યું કે, હું સાદા કપડાંમાં હતો. મારઝૂડમાં તેનો કેમેરો પણ પડી ગયો હતો. લોકોએ મારી સાથે ગાળા-ગાળી કરીને ખૂબ મારઝૂડ કરી હતી. મારો ફોન છીનવી લેવામાં આવ્યો હતો અને મને લોકઅપમાં પૂરી દેવામાં આવ્યો હતો. અહીંની રેલવે પોલીસે મારા મોઢા પર પેશાબ પણ કર્યો હતો.

રેલવે પોલીસ ઈન્સપેક્ટર સસ્પેન્ડઃ પત્રકાર સાથેની મારઝૂડની ઘટના સામે આવતા યુપી પોલીસના ડીજીપી ઓપી સિંહે તાત્કાલિક શામલી જીઆરપી એસએચઓ રાકેશ કુમાર અને કોન્સ્ટેબલ સંજય પવારને સસ્પેન્ડ કરી દીધા છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી