આગ્રા / યુપી બાર કાઉન્સિલની પ્રથમ મહિલા અધ્યક્ષ દરવેશ યાદવની હત્યા, જોડીદાર વકીલે મારી ગોળી

Divyabhaskar.com

Jun 12, 2019, 07:05 PM IST
UP bar council's first woman chairman Dervhesh Yadav's murder, a partner prosecutor shot me

  • દરવેશની હત્યાના આરોપીએ પોતાને ગોળી મારી, હોસ્પિટલમાં દાખલ
  • દરવેશને બે દિવસ પહેલા જ ઉતર પ્રદેશના બાર કાઉન્સિલના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવી હતી 

આગ્રાઃ બે દિવસ પહેલા ઉતર પ્રદેશ બાર કાઉન્સિલના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા દરવેશ યાદવની બુધવારે જોડીદારી વકીલે ગોળી મારીને હત્યા કરી છે. હુમલો કરનાર વકીલ મનીષ બાબૂ શર્માએ પોતાને પણ બાદમાં ગોળી મારી હતી. તેને હોસ્પિટલમાં હાલ દાખલ કરવામાં આવ્યો છે, જયાં તેની સ્થિતિ ગંભીર છે. જોકે હત્યાનું કારણ હજી જાણી શકાયું નથી. દરવેશ બાર કાઉન્સિલના 24 સભ્યોમાં એક માત્ર મહિલા હતી.

દરવેશનો સ્વાગત કાર્યક્રમ હતો

બુધવારે દીવાની પરિસરમાં દરવેશના સ્વાગતનો કાર્યક્રમ હતો. કાર્યક્રમ બાદ તે વરિષ્ઠ વકીલ કુમાર મિશ્રાની ચેમ્બરમાં બેઠી હતી. આ ઘટનાને આંખે જોનાર એડવોકેટ મનીષ બાબૂ શર્મા તે સમયે દરવેશની પાસે પહોંચ્યો અને તેની લાઈસન્સ પિસ્તોલથી એક બાદ એક ત્રણ રાઉન્ડ ફાયર કર્યા. બાદમાં શર્માએ પોતાને પણ ગોળી મારી લીધી. દરવેશને ગંભીર હાલતમાં પુષ્પાંજલિ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો. જયાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

દરવેશ રિટાયર્ડ ડીએસપીની પુત્રી હતી

દરવેશ મૂળ રૂપથી એટાની રહેનારી હતી. તેના પિતા ડીએસપી હતા. દરવેશ 2016માં બાર કાઉન્સિલના ઉપાધ્યક્ષ અને 2017માં કાર્યકારી અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. તે પ્રથમ વાર 2012માં સભ્ય બની અને ત્યારથી બાર કાઉન્સિલમાં સક્રિય છે. બી.એ. એલએલબી અને એલએલએમ કરી ચૂકેલી દરવેશે 2004માં વકીલાત શરૂઆત કરી હતી.

X
UP bar council's first woman chairman Dervhesh Yadav's murder, a partner prosecutor shot me
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી