ઉન્નાવ કેસ / દિલ્હી એઈમ્સમાં જ બનાવવામાં આવી અસ્થાઈ કોર્ટ, પીડિતાનું નિવેદન નોંધવા જજ પહોંચ્યા

Unnao case temporary trial court in AIIMS Trauma center Judge arrives

  • હાઈકોર્ટના આદેશથી એઈમ્સમાં બનાવવામાં આવી અસ્થાઈ કોર્ટ
  • ઉન્નાવ રોડ એક્સિડન્ટમાં ગંભીર રીતે ઘાયલ પીડિતા અને તેના વકીલની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે

Divyabhaskar.com

Sep 11, 2019, 12:06 PM IST

નવી દિલ્હી: દિલ્હી એઈમ્સમાં દાખલ ઉન્નાવ દુષ્કર્મ મામલે પીડિતાનું નિવેદન નોંધવા માટે બુધવારે જજ અહીં પહોંચ્યા છે. એઈમ્સના જેપી એપેક્સ ટ્રોમા સેન્ટરમાં અસ્થાઈ કોર્ટ બનાવવામાં આવી છે. 6 સપ્ટેમ્બરે હાઈકોર્ટે હોસ્પિટલમાં જઈને જ પીડિતાનું નિવેદન નોંધવાની મંજૂરી આપી હતી. જુલાઈ મહિનાથી પીડિતા અને તેના વકીલ અહીં દાખલ છે.

આ સ્પેશિયલ કોર્ટમાં બહારના વ્યક્તિ અને મીડિયાને હાજર રહેવાની મંજૂરી નથી. તે સાથે જ અસ્થાઈ કોર્ટમાં કોઈ પણ પ્રકારનું ઓડિયો કે વીડિયો રેકોર્ડિંગ નહીં થાય. કોર્ટે હોસ્પિટલની મેડિકલ ટીમ માટે પણ ખાસ દિશા-નિર્દેશ જાહેર કર્યા છે.

28 જુલાઈએ ઉન્નાવમાં એક રોડ એક્સિડન્ટમાં ગંભીર રીતે ઘાયલ થયા પછી પીડિતાની સારી સારવાર માટે તેને દિલ્હી એઈમ્સમાં દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશથી પીડિતાને લખનઉથી દિલ્હી લાવવામાં આવી છે. દુષ્કર્મ કેસમાં ભાજપથી સસ્પેન્ડેડ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર આરોપી છે.

X
Unnao case temporary trial court in AIIMS Trauma center Judge arrives
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી