દિલ્હી ચૂંટણી / અમિત શાહે કહ્યું- ગોળી મારો અને ભારત-પાક મેચ જેવા નિવેદનો ન આપવા જોઈએ, પાર્ટીએ તેની મોટી કિંમત ચુકવી

Amit Shah said, 'The statement should not be given like the match between India and Pakistan, his party paid a great price.

  • ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું- દિલ્હી વિધાનસભા ચૂંટણીના જનાદેશને CAA અને NRCને લઈને ન માનવો જોઈએ
  • ભાજપ ઉમેદવાર કપિલ મિશ્રાએ ભારત-પાક મેચનું ટ્વિટ કર્યું હતું, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ગોળી મારોના નારાઓ લગાવ્યા હતા

Divyabhaskar.com

Feb 13, 2020, 10:09 PM IST

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુરુવારે કહ્યું કે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપ નેતાઓએ ‘ગોલી મારો’ અને ‘ભારત-પાક’ જેવા નિવેદન ન આપવા જોઈએ. શાહે કહ્યું આ પ્રકારના નિવેદનોની પાર્ટીએ ભારે કિંમત ચુકવી. અમારી પાર્ટીએ આ પ્રકારના નિવેદનોથી પોતાને દૂર કરી હતી.

અમિત શાહે એક ન્યુઝ ચેનલના કાર્યક્રમમાં બોલી રહ્યાં હતા. તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે ચૂંટણી પ્રચાર દરમિયાન તમારા કેટલાક નેતાઓએ આ પ્રકારના નિવેદન આપ્યા હતા. દિલ્હી ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રાએ કહ્યું હતું કે 8 ફેબ્રુઆરી એટલે કે વોટિંગના દિવસે દિલ્હીમાં ભારત-પાક મેચ જેવા દ્રશ્યો હતા. કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા અનુરાગ ઠાકુરે એક ચૂંટણી સભામાં ગોળી મારોના નારાઓ લગાવ્યા હતા.

શાંતિપૂર્ણ દેખાવનો અધિકાર, પરંતુ હિસાને સહન કરીશું નહિ

તેમણે કહ્યું- NRCને સમગ્ર દેશમાં લાગુ કરવાને લઈને હજી સુધી સરકારે કોઈ નિર્ણય લીધો નથી. નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર(NPR)ની પ્રક્રિયા દરમિયાન જો કોઈને પોતાના દસ્તાવેજો ન બતાવવા હોય તો તે સ્વતંત્ર છે. NRCનો ઉલ્લેખ ભાજપના ચૂંટણી ઢઢેરામાં કરવામાં આવ્યો ન હતો. શાહે NRC-CAA પર થયેલા દેખાવો પર કહ્યું અમે અહિંસક અને શાંતિપૂર્ણ દેખાવ સહન કરી શકીએ છીએ, જોકે હિંસા અને તોડફોડને સહન કરી શકતા નથી. શાંતિપૂર્ણ દેખાવો એ લોકશાહીનો અધિકાર છે.

X
Amit Shah said, 'The statement should not be given like the match between India and Pakistan, his party paid a great price.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી