- રાજ્યસભામાં પહેલી વખત નીરજ શેખરે કહ્યું- જે લોકો SPG સુરક્ષાના ઘેરામાં રહે છે, તે પોતાને વીઆઈપી સમજે છે
- ભાજપ સાંસદ શેખરે કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, ઈન્દ્રકુમાર ગુજરાલની એસપીજી સુરક્ષા હટાવાઈ, ત્યારે કોઈએ હોબાળો કર્યો ન હતો
Divyabhaskar.com
Dec 04, 2019, 04:36 PM ISTનવી દિલ્હીઃ રાજ્યસભામાં મંગળવારે SPG સુધારણા બિલ અંગે ચર્ચા દરમિયાન પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના દીકરા અને ભાજપ સાંસદ નીરજ શેખરે કહ્યું કે, જેને SPG સુરક્ષા મળે છે, તેને લાગે છે કે તે પોતે વડાપ્રધાન છે. તેમણે કહ્યું કે, ‘હું જ્યારે 22 વર્ષનો હતો તો મારા પિતા ચંદ્રશેખરને SPG સુરક્ષા મળી હતી. આગળ પાછળ 4 ગાડીઓ રહેતી હતી. હું જ્યારે પણ એરપોર્ટ જતો હતો, તો મારી બુલેટપ્રુફ કાર મને સીધા વિમાન સુધી લઈ જતી હતી. હું એ જોઈને ચોંકી જતો હતો કે વરિષ્ઠ નાગરિકો એરપોર્ટ પર સુરક્ષા તપાસ માટે લાઈનમાં ઊભા રહેતા હતા, જ્યારે હું ક્યારે એવી લાઈનમાં ઊભો રહ્યો નથી. ’
‘SPG કવરના કારણે લોકો ઓટોગ્રાફ લેતા હતા’
રાજ્યસભામાં પહેલી વખત બોલી રહેલા નીરજે એક કિસ્સો સંભળાવ્યો હતો. તેમણે કહ્યું કે, મારા પિતાએ વડાપ્રધાન તરીકે જ્યારે તમિલનાડુની દ્રમુક સરકારને બરતરફ કરી હતી, ત્યારે થોડા દિવસો બાદ તેઓ ચેન્નાઈ ગયા હતા. તેમના માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી તેમણે લાગતું હતું કે તે દેશના વડાપ્રધાન છે. હું જ્યારે મારા મમ્મી અને ભાઈ સાથે ક્યાંય જતો હતો તો ગાડીઓનો કાફલો પણ સાથે આવતો હતો. લોકો મારો ઓટોગ્રાફ લેવા પણ આવતા હતા.
કોણ છે નીરજ શેખર
નીરજ શેખર પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના દીકરા છે. ચંદ્રશેખરનો પીએમ તરીકેનો કાર્યકાળ 10 નવેમ્બર 1990થી 21 જૂન 1991 સુધીનો હતો. આ વર્ષે જૂલાઈમાં તે સમાજવાદી પાર્ટીને છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. તેઓ ઉત્તરપ્રદેશથી રાજ્યસભાના સભ્ય છે.