નિવેદનબાજી / કોંગ્રેસ નેતા ઉદિત રાજે કહ્યું- લોકો સત્તા માટે 40 જવાનોના જીવનો પણ સોદો કરી શકે છે, દેશભક્તિ માત્ર એક દેખાડો

Udit Raj: Congress Udit Raj On Narendra Modi Govt Over Pulwama Attack

  • રાહુલ ગાંધીએ શુક્રવારે 3 સવાલ પુછ્યા હતા, કહ્યું હતું કે, પુલવામા હુમલાથી કોણે ફાયદો થયો

Divyabhaskar.com

Feb 15, 2020, 12:49 PM IST

નવી દિલ્હીઃ પુલવામા હુમલાને એક વર્ષ પુરુ થતા કોંગ્રેસના નેતા ભાજપ સરકાર પર સતત નિશાન સાધી રહ્યા છે. શુક્રવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હુમલા અંગે ત્રણ સવાલ પુછ્યા હતા, તો બીજી તરફ શનિવારે તેમની જ પાર્ટીના અન્ય એક નેતા ઉદિત રાજે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘જે લોકો સત્તા માટે ગુજરાતમાં નરસંહાર કરાવી શકે છે, તે સત્તા જાળવી રાખવા માટે 40 જવાનોના જીવનો સોદો પણ કરી શકે છે. જેના માટે દેશભક્તિ અને રાષ્ટ્રવાદ જનતાનું ધ્યાન ખેંચવાનો એક કીમિયો જ છે’

ઉદિત રાજે ટ્વીટમાં વધુમાં કહ્યું કે, ‘રાહુલ ગાંધીજીએ યોગ્ય સવાલ ઉઠાવ્યો હતો કે પુલવામા હુમલાની તપાસનું પરિણામ હજુ સુધી નથી આવ્યું, જ્યારે ગૃહ મંત્રાલયને સમાચાર મળી ગયા હતા કે CRPFને રોડ માર્ગેથી નહીં હવાઈ માર્ગે લઈ જવા જોઈએ પણ આવું કરવા માટે મંજૂરી આપવામાં આવી નહોતી. જેનો સીધો અર્થ એ જ થાય છે કે રાજકીય લાભ આ ઘટના બનાવી દીધી હતી.’ ‘જે લોકો સત્તા માટે ગુજરાતમાં નરસંહાર કરાવી શકે છે, એ સત્તાને જાળવી રાખવા મટે 40 જવાનોના જીવનો પણ સોદો કરી શકે છે’

‘રાષ્ટ્રવાદનો પ્રચાર કરનારા લોકો ઉચ્ચ જાતિના હોય છે’
તેમણે વધુમાં લખ્યું કે, ‘સોશયલ મીડિયા પર રાષ્ટ્રવાદનો પ્રચાર કરનારા લોકો મોટાભાગે ઉચ્ચ જાતિના હોય છે અને જે સૈનિકોએ હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો તે SC/ST/OBC સમુદાયમાંથી આવે છે. હાશિયા પર ઊભેલા સમુદાયોએ સત્તાધારી સવર્ણોની દેશભક્તિની કિંમત ચુકવવી પડે છે.’

X
Udit Raj: Congress Udit Raj On Narendra Modi Govt Over Pulwama Attack
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી