તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુપ્રીમકોર્ટના આદેશથી કોચ્ચિમાં બે ગેરકાયદે ઈમારતો ક્ષણમાં ધ્વસ્ત કરવામાં આવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુપ્રીમના આદેશ પર કાર્યવાહી કરવામાં આવી - Divya Bhaskar
સુપ્રીમના આદેશ પર કાર્યવાહી કરવામાં આવી

કોચ્ચિઃ કેરળના કોચ્ચિ શહેરમાં તંત્રએ શનિવારે બે બહુમાળી રહેણાક ઈમારતો હોલી ફેથ એચ 20 અને આલ્ફા સેરેને વિસ્ફોટ કરી પાડી દીધી હતી. 19 માળની હોલી ફેથ એચ 20માં 90 અને 16 માળની આલ્ફા સેરેનમાં 80 ફ્લેટ હતા. સુપ્રીમકોર્ટે ગત વર્ષે સપ્ટેમ્બરમાં આવી ચાર ઈમારતોને સમુદ્ર તટીય નિર્માણ નિયમોના ભંગને લીધે તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. બે અન્ય ઈમારતો ગોલ્ડ કાયાલોરમ અને જેન કોરલ રવિવારે તોડી પડાશે. કોર્ટે ચારેય ઈમારતને તોડી પાડવા 138 દિવસનો સમય આપ્યો હતો. અધિકારીઓ મુજબ હોલી ફેથ એચ 20 અને આલ્ફા સેરેનને પાડવામાં આશરે 800 કિલો વિસ્ફોટકનો ઉપયોગ કરાયો હતો. સુરક્ષાની દૃષ્ટિએ ઈમારતોના 200 મીટરના દાયરામાં કલમ 144 લાગુ કરાઈ હતી. આજુબાજુ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકાયો હતો. સુરક્ષાદળોના હેલિકોપ્ટરોએ વાયુક્ષેત્ર અને નેવીએ સમુદ્રી ક્ષેત્ર પર નજર રાખી. માર્ગો પર આશરે 500 પોલીસકર્મી તહેનાત હતા. માર્ગો પર આશરે 300 લોકોની ટીમ ટ્રાફિક અને ભીડને નિયંત્રિત કરી રહી હતી. 

4 કલાક પહેલાં આજુબાજુના વિસ્તારો ખાલી કરાવાયા
કાર્યવાહીથી 4 કલાક પહેલાં આજુબાજુના વિસ્તારોને ખાલી કરાવાયા. લોકોને કહેવાયું કે તે ઘર છોડતાં પહેલાં વીજ ઉપકરણો, બારીઓ દરવાજા બંધ કરી દે જેથી આગ અને પ્રદૂષણથી બચી શકે. કેટલાક લોકોએ કહ્યું કે તેમણે આ ઈમારતોમાં એક-એક કરોડમાં ફ્લેટ ખરીદયા હતા. તેમનું સપનું તૂટી ગયું. માહિતી અનુસાર કોર્ટે દરેક ફ્લેટમાલિકને 25-25 લાખ રૂ.નું વળતર ચૂકવવા આદેશ આપ્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો