• Gujarati News
  • National
  • Two Air Force Officers Will Be Court martialed To Destroy Helicopters As Enemy Missiles

હેલિકોપ્ટરને દુશ્મનની મિસાઇલ સમજીને તોડી પાડનારા વાયુસેનાના 2 અધિકારીઓનું કોર્ટ માર્શલ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલિકોપ્ટરનો કાટમાળ - Divya Bhaskar
હેલિકોપ્ટરનો કાટમાળ
  • શ્રીનગરના બડગામમાં 27 ફેબ્રુઆરીના થયેલા MI-17 ક્રેશ મામલે 6 અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી
  • આ દુર્ઘટનામાં વાયુસેનાના 6 અધિકારીઓનું મૃત્યુ થયું હતું

નવી દિલ્હી: શ્રીનગરના બડગામમાં 27 ફેબ્રુઆરીએ થયેલા MI-17 હેલિકોપ્ટર ક્રેશ મામલામાં વાયુસેનાના બે અધિકારીઓનું કોર્ટ માર્શલ કરવામાં આવશે. ચાર અન્ય અધિકારીઓ વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ દુર્ઘટનામાં વાયુસેનાના 6 અધિકારીઓનું મૃત્યું થયું હતું. આ દુર્ઘટના સ્પાઇડર એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ દ્વારા થયેલા ફ્રેન્ડલી ફાયરના લીધે થઇ હતી. 
ન્યૂઝ એજન્સી પ્રમાણે ગ્રુપ કેપ્ટન અને એક વિંગ કમાન્ડરનું કોર્ટ માર્શલ થશે. તેના સિવાય બે એર કમાન્ડર અને બે ફ્લાઇટ લેફ્ટિનન્ટ વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી થશે. 

પોતાના જ હેલિકોપ્ટરને નિશાન બનાવવું મોટી ભૂલ- ભદૌરિયા
વાયુસેનાના પ્રમુખ રાકેશ કુમાર સિંહ ભદૌરિયાએ 4 ઓક્ટોબરના કહ્યું હતું કે MI-17 હેલિકોપ્ટર ક્રેશને લઇને કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની તપાસ પૂરી કરી લેવાઇ છે. તેમાં બે અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થશે. આ અમારી ભૂલ હતી કે અમે આપણા જ હેલિકોપ્ટરને નિશાન બનાવ્યું. અમે એ વાત સુનિશ્વિત કરીશું કે ભવિષ્યમાં આવી ભૂલ ન થાય. 

બ્લેક બોક્સ ચોરીના કારણે તપાસ લંબાઇ
વાયુસેનાના એર કોમોડર રેન્કના અધિકારીને આ મામલાની તપાસ સોંપવામાં આવી હતી. આ તપાસમાં થોડો સમય પણ લાગ્યો કારણ કે સ્થાનિકોએ હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ ચોરી લીધું હતું. ઘટના સમયે ત્યાં પહોંચેલા સેનાના વાહનો પર પથ્થરબાજી પણ કરવામાં આવી હતી. 

ટેકઓફની 10 મિનિટ બાદ ક્રેશ થયું હતું હેલિકોપ્ટર
તપાસમાં સામે આવ્યું કે શ્રીનગર એરબેસ પર એર ડિફેન્સની જવાબદારી સંભાળી રહેલા અધિકારીઓએ MI-17 વી5 હેલિકોપ્ટરને એક મિસાઇલ ધારી લીધી જે બેઝ તરફ આવી રહી હોય. હકીકતમાં આ હેલિકોપ્ટર તેનું મિશન પૂર્ણ કરીને પાછું ફરી રહ્યું હતું. 27 ફેબ્રુઆરીના શ્રીનગરની 154 હેલિકોપ્ટર યુનિટનું આ હેલિકોપ્ટર ટેકઓફની દસ મિનિટ બાદ જ ક્રેશ થઇ ગયું હતું. આ દુર્ઘટનામાં વાયુસેનાના 6 અધિકારીઓ સિવાય એક સ્થાનિકનું પણ મૃત્યું થયું હતું. આ દરમિયાન લગભગ 100 કિમી દૂર જ ભારતીય વાયુસેનાના જંગી વિમાન પાકિસ્તાની વિમાનોને બોર્ડર પાર ખસેડી રહ્યા હતા. આ અભિયાનમાં વિંગ કમાન્ડર અભિનંદન સામેલ હતા.