કાર્યવાહી / સરકારે દેશ વિરુદ્ધ પ્રોપેગેંડા ચલાવનાર ગિલાની સહિત આઠ ટ્વિટર એકાઉન્ટ બંધ કરવાની ભલામણ કરી

ભાગલાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની
ભાગલાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની

  • સરકારે ટ્વિટરથી અફવા ફેલાવતા આઠ એકાઉન્ટ બંધ કરવાની ભલામણ કરી છે તેમાં સૈયદ અલી શાહ ગિલાનીનું એકાઉન્ટ પણ સામેલ
  • આ ટ્વિટર એકાઉન્ટ કાશ્મીર અને કલમ 370 વિશે ભારત વિરુદ્ધ અભિયાન ચલાવવામાં કાર્યરત છે

Divyabhaskar.com

Aug 13, 2019, 03:02 PM IST

નેશનલ ડેસ્ક: જમ્મુ-કાશ્મીરમાં ભારત વિરુદ્ધ પ્રોપેગેંડા ચલાવનાર વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. સરકારે ટ્વિટરથી અફવા ફેલાવતા આઠ એકાઉન્ટ બંધ કરવાની ભલામણ કરી છે. તેમાં ભાગલાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીનું એકાઉન્ટ પણ સામેલ છે. કેન્દ્ર સરકારની ભલામણ પછી 4 ટ્વિટર એકાઉન્ડ સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે.

શું છે સમગ્ર ઘટના?

  • હકીકતમાં ભારત સરકારની કલમ 370 પર સોશિયલ મીડિયા પર પ્રોપેગેંડા ચલાવનાર ટ્વિટર એકાઉન્ટ પર સતત નજર છે. જ્યારે દેશ વિરુદ્ધનું અભિયાન વધી ગયું ત્યારે સરકારે ટ્વિટરને આ દરેક એકાઉન્ટ સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી. ત્યારપછી 4 એકાઉન્ટ તો સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીર મામલે ભારત વિરુદ્ધ ખોટી અને આધારહીન વાતોને ફેલાવવાના કારણે આ ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
  • નોંધનીય છે કે, સોમવારે ટ્વિટર પર અમુક એકાઉન્ટ્સ દ્વારા એવી વાત ફેલાવવામાં આવી હતી કે, બકરી ઈદના દિવસે ખીણ વિસ્તારમાં ગોળી બાર થયો છે. જ્યારે સાંજે પ્રશાસન દ્વારા સ્પષ્ટ ખુલાસો કરવામાં આવ્યો હતો કે, અહીં ઈદના તહેવારની શાંતિ પૂર્ણ ઉજવણી થઈ છે અને એક પણ ગોળી નથી ચાલી.
  • ટ્વિટરના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, અમે અંગત અને સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને કોઈ વ્યક્તિગત એકાઉન્ટ પર કોમેન્ટ નથી કરતાં. અમારી ટ્વિટર ટ્રાન્સપરન્સી રિપોર્ટમાં દર વર્ષે બે વાર સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર કરવામાં આવેલી રિક્વેસ્ટ પબ્લિશ કરવામાં આવે છે.

આ એકાઉન્ટ સસ્પેન્ડ કરવાની ભલામણ

@kashmir787
@Red4Kashmir
@arsched
@mscully94
@sageelaniii (એકાઉન્ટ સસ્પેન્ડ)
@sadaf2k19 (એકાઉન્ટ સસ્પેન્ડ)
@RiazKha61370907 (એકાઉન્ટ સસ્પેન્ડ)
@RiazKha723 (એકાઉન્ટ સસ્પેન્ડ)

X
ભાગલાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીભાગલાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી