તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Trump Says Modi Is America's Most Special Friend, Modi Says I Admire President Trump's Leadership

ટ્રમ્પે કહ્યું-મોદી અમેરિકાના સૌથી ખાસ મિત્ર, મોદીએ કહ્યું-હું પ્રેસિડેન્ટ ટ્રમ્પના નેતૃત્વનો પ્રશંસક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હ્યુસ્ટનનું NRG સ્ટેડિયમ ‘મિની ઈન્ડિયા’માં ફેરવાયું - Divya Bhaskar
હ્યુસ્ટનનું NRG સ્ટેડિયમ ‘મિની ઈન્ડિયા’માં ફેરવાયું
  • હ્યુસ્ટનમાં મોદીએ 16 કંપનીના સીઇઓ સાથે બેઠક યોજી
  • મોદી રોકાયા હતા તે હોટલની બહાર ભારતીયો તિરંગો લઇને પહોંચ્યા
  • હ્યુસ્ટનમાં મોદી શીખ અને વહોરા સમાજના લોકોને પણ મળ્યા
  • કાશ્મીરી પંડિતો સાથે મોદીએ ‘નમસ્તે શારદે દેવી’ શ્લોકનું પઠન કર્યું

હ્યુસ્ટન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હ્યુસ્ટનમાં હાઉડી મોદી પહેલાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપી. અમેરિકાનું એનર્જી સિટી કહેવાતા હ્યુસ્ટનમાં મોદીએ 16 કંપનીના સીઇઓ સાથે બેઠક યોજી. આ અગાઉ મોદી હ્યુસ્ટન પહોંચતાં ભારતીય સમુદાયે તેમનું સ્વાગત કર્યું. મોદી ત્યાં હોટલ પોસ્ટ ઓકમાં રોકાયા છે. 

દિલ્હી એરપોર્ટનું નામ ગુરુ નાનક દેવ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ રાખવા માગ કરી
હોટલની બહાર મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો તિરંગો લઇને પહોંચ્યા હતા. મોદી અહીં શીખ સમુદાયના લોકોને પણ મળ્યા. આ દરમિયાન શીખ સમુદાયે મોદીને સ્મૃતિપત્ર સોંપ્યો. સાથે જ 1984ના શીખવિરોધી રમખાણો મુદ્દે સંબોધન કરવા અનુરોધ કર્યો અને દિલ્હી એરપોર્ટનું નામ ગુરુ નાનક દેવ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ રાખવા માગ કરી. વ્હોરા સમુદાયનું એક પ્રતિનિધિમંડળ પણ મોદીને મળ્યું. 

વિદેશમંત્રી એસ. જયશંકરે સ્વાગત કર્યું
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરતાં મોદીએ કહ્યું કે ‘આજે આપણી સાથે એક મહત્ત્વપૂર્ણ વ્યક્તિ ઉપસ્થિત છે. તેમને કોઈ ઓળખની જરૂર નથી. તેમનું નામ ધરતી પરની દરેક વ્યક્તિને ખબર છે.’ કાર્યક્રમમાં પહોંચેલા ટ્રમ્પને ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે સ્વાગત કર્યું હતું.

નવું કાશ્મીર બનાવવા તમે ઘણું સહન કર્યું
હ્યુસ્ટનમાં મોદી ભારતીય મૂળના લોકોને મળ્યા અને તસવીર પણ ખેંચાવી. આ દરમિયાન પ્રતિનિધિમંડળમાં સામેલ એક સભ્યએ તેમનો હાથ ચૂમીને 7 લાખ કાશ્મીરી પંડિતો વતી તેમનો આભાર માન્યો. આ દરમિયાન મોદીએ ‘નમસ્તે શારદે દેવી’ શ્લોકનું પઠન કર્યું. કાશ્મીરી પંડિતોનું પ્રતિનિધિત્વ કરી રહેલા સુરિન્દર કૌલે કહ્યું કે વડાપ્રધાને અમને કહ્યું કે નવું કાશ્મીર બનાવવા તમે ઘણું સહન કર્યું છે. અમારા યુવકોએ તેમને એ સંદેશા પણ આપ્યા, જે તેમના માટે બનાવ્યા હતા.

મોદીની સાદગી: સ્વાગતમાં ફૂલ નીચે પડ્યું તો જાતે જ ઊઠાવ્યું
મોદી હ્યુસ્ટન પહોંચ્યા ત્યારે જ્યોર્જ બુશ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેમનું જોરદાર સ્વાગત કરાયું. એક અમેરિકી અધિકારીએ તેમને આવકારવા બૂકે આપ્યું તો તેમાંથી એક ફૂલ નીચે પડી ગયું. મોદી તેમના સ્વાગત માટે હાજર ભારતીય સંરક્ષણ અધિકારીઓ સાથે હસ્તધૂનન કરી રહ્યા હતા ત્યારે તેમની નજર નીચે પડેલા ફૂલ પર પડતાં તેમણે જાતે નીચે નમીને ફૂલ ઊઠાવ્યું. આ દરમિયાન ભારત ખાતેના અમેરિકી રાજદૂત કેનેથ જસ્ટર પણ હાજર હતા.

મંત્રીઓએ ટિ્વટર પર હાઉડી મોદીની પ્રોફાઇલ બનાવી
હાઉડી મોદી પહેલાં મોદી સરકારના તમામ મંત્રીઓ અને ભાજપ તેના રંગમાં રંગાઇ ગયા. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની, વિદેશ મંત્રી જયશંકર અને રેલવે મંત્રી પીયૂષ ગોયલ, રાધામોહન સિંહ સહિત તમામ નેતાઓએ ટિ્વટર પર પોતાની હાઉડી મોદીની પ્રોફાઇલ બનાવી છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ ટિ્વટ કર્યું કે 125 કરોડ ભારતીયોની સાથે તેઓ પણ હાઉડી મોદી ઇવેન્ટ માટે ઉત્સાહિત છે.

‘હાઉડી મોદી’માં જન્મથી દુર્લભ બિમારીથી પીડિત સુરતના સ્પર્શ શાહે રાષ્ટ્રગીત ગાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાઉડી મોદી કાર્યક્રમમાં ગુજરાતે ગૌરવ લેવાની વાત એ છે કે આ કાર્યક્રમમાં જન્મથી જ ઑસ્ટિયોજેન્સિસ ઈમ્પરફેક્ટા નામની બિમારીથી પીડાતા મૂળ સુરતના સ્પર્શ શાહે રાષ્ટ્રગીત ગાયું હતું. સ્પર્શને જન્મના 6 મહિના બાદ 35થી 40 ફ્રેકચર્સ થયા હતા. સ્પર્શ ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ પ્રફુલ્લ શાહનો પૌત્ર છે. મૂળ સુરતના અને અભ્યાસ બાદ અમેરિકામાં સ્થાયી થયેલા હિરેન પ્રફુલ્લચંદ શાહના ત્યાં દીકરાનો જન્મ થયો ત્યારે તે ખુશી લાંબો સમય ટકી શકી નહીં. જન્મના 6 મહિના બાદ જ સ્પર્શને 35-40 ફ્રેકચર્સ થયા હતાં. સ્પર્શને ઑસ્ટિયોજેન્સિસ ઈમ્પરફેક્ટા નામની બિમારી છે. આ બિમારીમાં હાડકાં એકદમ નાજુક થઇ જાય છે, જેના કારણે દર્દી ચાલી કે દોડી શકતો નથી, સામાન્ય બાળકની જેમ હરી-ફરી પણ શકે નહીં. કોઈની સાથે હાથ પણ મિલાવે તો તેને ફ્રેક્ચર થઈ જાય. 12 વર્ષની ઉંમર સુધીમાં સ્પર્શને 125થી વધુ ફ્રેક્ચર થયા હતા. તેના શરીરમાં 22થી વધુ સ્ક્રૂ તથા 8 સળીયા ફિટ કરાયેલા છે. નાની ઉંમરમાં આવી બિમારી છતાં સ્પર્શ ક્યારેય હિંમત હાર્યો નથી. બિમારી ક્યારેય તેનો જુસ્સો ઓછો કરી શકી નથી. માત્ર 3 વર્ષની ઉંમરે સ્પર્શે કી-બોર્ડ પર સંગીત વગાડવાની શરૂઆત કરી હતી.

નાની ઉંમરમાં મોટી સિદ્ધિ
15 વર્ષની ઉંમરમાં 8 વર્ષના ક્લાસિકલ મ્યુઝિકના અભ્યાસ બાદ સ્પર્શ ગાયક, ગીતકાર, રેપર તથા મોટિવેશનલ સ્પિકર તરીકે લોકપ્રિય છે. તેણે 27થી વધુ ગીતો તૈયાર કર્યાં છે, વિશ્વભરમાં 100થી વધુ લાઈવ પરફોર્મન્સ આપ્યા છે. ગૂગલ તથા યુએનમાં સ્પિચ, ટેડ ટોક શો, વોઈસ ઑફ ન્યૂયોર્કમાં એવોર્ડ્સ મેળવ્યા છે. સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે.

હ્યુસ્ટનનું NRG સ્ટેડિયમ ‘મિની ઈન્ડિયા’માં ફેરવાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હ્યુસ્ટનમાં સૌથી મોટા જનસમુદાયને સંબોધન કર્યું. આ કાર્યક્રમમાં 50 હજારથી વધુ લોકો હાજર હતા. આના પહેલા અમેરિકામાં મેડિસન સ્કવેર અને સિલિકોન વેલીના કાર્યક્રમ કરતાં હાજર લોકોથી અહીંયા ત્રણ ગણી વધારે ભીડ હતી.