તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૃણમુલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાંને શ્વાસ લેવામાં તકલીફ પડતા હોસ્પિટલમાં દાખલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નુસરત જહાં- ફાઈલ ફોટો - Divya Bhaskar
નુસરત જહાં- ફાઈલ ફોટો

નવી દિલ્હીઃ  તૃણમુલ કોંગ્રેસની સાંસદ અને અભિનેત્રી નુસરત જહાંને શ્વાસ લેવામાં તકલીફ પડતા કોલકાતાની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નુસરતને ગઈકાલ રાત્રે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અહેવાલો પ્રમાણે નુસરતને શ્વાસ લેવામાં તકલીફ પડયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
NI ના અહેવાલ પ્રમાણે નુસરતને છેલ્લા કેટલાક દિવસોથી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. બીજીબાજુ હોસ્પિટલ તરફથી તેમના આરોગ્ય અંગે કોઈ જ માહિતી જાહેર કરવામાં આવી નથી. ગત શનિવારે પતિ નિખિલ જૈનના જન્મ દિવસની ઉજવણી સમયે તેઓ તેમની સાથે જ હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે નુકરતને ભૂતકાળમાં અસ્થમાની તકલીફ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નુસરત જહા બંગાળી સિનેમાની જાણીતી અભિનેત્રી છે. નુસરત જહાં પહેલી વખત સાંસદ બન્યા છે. તેમને પશ્ચિમ બંગાળની બશીરહાટથી વર્ષ 2019માં લોકસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. તેમણે નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...