તીસ હજારી હિંસા / સીસીટીવી ફુટેજઃ ડીસીપી મોનિકા હાથ જોડી રહી હતી, વકીલો તેમની સાથે ઉગ્રતાભેર ગેરવર્તાવ કરી રહ્યા હતા

  • 2જી નવેમ્બરે તીસ હજારી કોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચેની અથડામણ ભારે ચર્ચાસ્પદ બની હતી 
  • 4થી નવેમ્બપે કડકડડૂમા અને સાકેત કોર્ટમાં વકીલોએ પોલીસકર્મીઓ સાથે મારઝૂડ કરી હતી

Divyabhaskar.com

Nov 08, 2019, 03:19 PM IST

નવી દિલ્હીઃ પોલીસ અને વકીલો વચ્ચે 2જી નવેમ્બરે તીસ હજારી કોર્ટમાં થયેલી હિંસા દરમિયાન વકીલોએ નોર્થ ડીસીપી મોનિકા ભારદ્ધાજ સાથે ગેરવર્તન કર્યું હતું. આ ઘટનાની એક સીસીટીવી ફુટેજ શુક્રવારે સામે આવી છે. જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે હિંસાની સૂચના બાદ ડીસીપી ભારદ્ધાજ પોલીસ કર્મીઓ સાથે કોર્ટ પરિસર પહોંચી હતી, ત્યાં વકીલોની ભીડ તેમની તરફ દોડી આવી અને તેમની સાથે ગેરવર્તન કર્યું. આ દરમિયાન ડીસીપી ભારદ્વાજ વકીલો સામે હાથ જોડતા જોવા મળ્યા હતા.

વીડિયો સામે આવ્યા બાદ રાષ્ટ્રીય મહિલા પંચે આ મામલા અંગે ધ્યાન આપ્યું હતું. બીજી તરફ દિલ્હી હાઈકોર્ટે પોલીસ મુખ્યાલયની બહાર પ્રદર્શન કરનારા પોલીસકર્મીઓ વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરવાની માંગ કરનારા વકીલોની અરજી પર સુનાવણી કરી હતી. કોર્ટે વકીલોને સલાહ આપી કે તે પોલીસ સાથે મધ્યસ્થતા માટે તેમના અધિકારીઓને મોકલે.

અલગથી FIR નોંધવામાં આવેઃ મહિલા પંચ
મહિલા પંચના ચેરપર્સન રેખા શર્માએ કહ્યું કે, ‘અમે દિલ્હી પોલીસ કમિશનર અને બાર કાઉન્સિલને પત્ર લખી રહ્યા છે કે વીડિયોમાં ઓળખાણ માટે લોકો વિરુદ્ધ અલગથી FIR નોંધવામાં આવે. મેં કાલે વીડિયો જોયો. આ એકદમ દુઃખદ છે કે સ્થિતીને નિયંત્રિત કરવા ગયેલી એક મહિલા અધિકારી સાથે વકીલોએ મારઝુડ કરી અને ગેરવર્તન કર્યું, આ કોઈ પણ ભોગે સ્વીકાર્ય નથી’

કાયદાના જાણકાર આને કેવી રીતે તોડી શકે છેઃ શર્મા
શર્માએ કહ્યું,‘એ જાણવું દુઃખદ છે કે વકીલ પોતે અથડામણનો ભાગ બની રહ્યા છે. એવામાં લોકો માટે કેવી રીતે કામ કરશો? કાયદાને સારી રીતે જાણનારા લોકો કાયદો તોડી શકે છે?તેમણે કાયદાને પોતાના હાથમાં શા માટે લીધો. આ પ્રકારની ઘટનાઓ પોલીસ સેવામાં જવા માટે ઈચ્છુક મહિલાઓ માટે ડરાવનારો છે. જો આવા લોકો આ પ્રકારની હરકત કરશે તો તેમની વકાલત કરવા પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ.’

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી