ફોર્બ્સ / પોતાના દમ પર સફળ અમેરિકાની 80 અમીર મહિલાઓમાં 3 ભારતીયમૂળના

three indian origin women among america richest self made women of forbes list
X
three indian origin women among america richest self made women of forbes list

  • જયશ્રી ઉલાલનો 18મો, નીરજા સેઠીનો 23મો અને નેહા નરખેડેનો 60મો નંબર
  • લિસ્ટમાં 21થી 92 વર્ષની મહિલાઓ સામેલ, તેમની કુલ નેટવર્થ 5.60 લાખ કરોડ રૂપિયા

Divyabhaskar.com

Jun 07, 2019, 02:32 PM IST

ન્યૂયોર્ક: પોતાના દમ પર સફળ અમેરિકાની 80 અમીર મહિલાઓમાં ત્રણ ભારત મૂળની છે. ફોર્બ્સે મંગળવારે અમેરિકાનું રિચેસ્ટ સેલ્ફ મેડ વુમન-2019નું લિસ્ટ જાહેર કર્યું છે. તેમાં ભારત વંશની જયશ્રી ઉલાલ, નીરજા સેઠી અને નેહા નરખેડે છે.

જયશ્રી ઉલાલ પાસે અરિસ્તા નેટવર્ક્સના 5% શેર

કોમ્પ્યૂટર નેટવર્કિંગ ફર્મ અરિસ્તા નેટવર્ક્સના 58 વર્ષના પ્રેસિડન્ટ અને સીઈઓ જયશ્રી ઉલાલ લિસ્ટમાં 18માં નંબરે છે. તેમની નેટવર્થ 140 કરોડ ડોલર (રૂ. 9660 કરોડ) છે. ઉલાલ પાસે અરિસ્તાના 5 ટકા શેર છે.

આઈટી કન્સલ્ટિંગ એન્ડ આઉટ સોર્સિંગ ફર્મ સિંટેલના 64 વર્ષના કો-ફાઉન્ડર નીરજા સેઠી અમેરિકાના રિચેસ્ટ સેલ્ફ મેડ વુમન લિસ્ટમાં 23માં નબંરે છે. તેમની નેટવર્થ રૂ. 100 કરોડ ડોલર (6900 કરોડ રૂપિયા) છે.

સ્ટ્રીમિંગ ડેટા ટેક્નોલોજી એન્ડ આઉટ સોર્સિંગ ફર્મ સિંટેલના34 વર્ષના કો-ફાઉન્ડર નેહા નરખેડે 60માં ક્રમે છે. તેમની નેટવર્થ 36 કરોડ ડોલર (2484 કરોડ રૂપિયા) છે. 2.5 અબજ ડોલર વેલ્યુએશન વાળી કોફ્લુઅન્ટના ગ્રાહકોમાં ગોલ્મૈન સૈક્શ, નેટફ્લિક્સ અને ઉબર જેવી કંપનીઓ સામેલ છે.

લિસ્ટમાં પહેલું નામ એબીસી સપ્લાય કંપનીના પ્રમુખ ડાએન હેન્ડરિક્સનું છે. 72 વર્ષના હેન્ડરિક્સની નેટવર્થ 7 અબજ ડોલર (48,300 કરોડ રૂપિયા) છે. એબીસી સપ્લાય અમેરિકામાં કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા સામાનની મુખ્ય હોલસેલ ડિસ્ટ્રીબ્યૂટર કંપની છે.

બીજા નંબરે ઈ-બેના સીઈઓ 62 વર્ષના મેગ વાઈટમેન છે. તેમની નેટવર્થ 3.8 અબજ ડોલર (26,220 કરોડ રૂપિયા) છે. ત્રીજા નંબરે લિટિસ સીરજ્સ પિત્ઝાના કો-ફાઉન્ડર મેરિયન ઈલિચ છે. તેમની નેટવર્થ 3.7 અબજ ડોલર (25530 કરોડ રૂપિયા) છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી