પશ્ચિમ બંગાળ / દુર્ગા ઉત્સવ જોવા જતાં લોકોની હોડી પલટી, ભાઇ-બહેન સહિત ત્રણ બાળકોના મોત 

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • હોડીમાં સવાર 15 લોકોમાંથી 12 લોકો તરીને બહાર આવી ગયા

Divyabhaskar.com

Oct 09, 2019, 04:53 AM IST

માલદા: પશ્ચિમ બંગાળના માલાદા જિલ્લામાં મંગળવાર સાંજે 15 મુસાફરો ભરેલી હોડી પલટી જતાં 3 બાળકોના મોત થયા હતાં. જેમા બે સગા ભાઇ-બહેન સામેલ છે.
હોડીમાં સવાર લોકો દુર્ગા ઉત્સવ જોવા જતાં હતા
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર માલદાના વૈષ્ણવનગર વિસ્તારમાં ભુવન મંડલ પારા અને સચિત્ર મંડલ પારા વચ્ચે હોડી પલટી હતી. હોડીમાં સવાર લોકો દુર્ગા ઉત્સવ જોવા જતાં હતા. જેમાંથી 12 લોકો તરીને બહાર આવી ગયા હતા જ્યારે 3 બાળકોના ડૂબી જતાં મોત થયા હતા. મૃતકોના નામ દેવરાજ મંડલ (5 વર્ષ), જુલી મંડલ (9 વર્ષ) અને પ્રેમ કુમાર મંડલ (12 વર્ષ) હોવાનુ જાણવા મળ્યું છે. પોલીસે ત્રણેયના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી