તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હજારો વર્ષ પછી વિવિધતામાં એકતા જોવા માટે આજના દિવસનો ઉલ્લેખ જરૂર થશે-PM મોદી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવા ભારતમાં કટુતાને કોઇ સ્થાન નથી, આપણો ભાઇચારો જ આપણને ભવિષ્ય તરફ લઇ જશે
  • આજના દિવસેજ બર્લિન વોલ તૂટી હતી, આજે જ કરતારપુર કોરિડોર ખુલ્યો છે અને આજે જ અયોધ્યાનો ચૂકાદો આવ્યો છે

નેશનલ ડેસ્ક: અયોધ્યાના ચૂકાદાને લઇને અત્યારે વડાપ્રધાન મોદી દેશને સંબોધિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે દાયકાઓની ન્યાયપ્રક્રિયા અને તે સંપૂર્ણ પ્રક્રિયાનુ હવે સમાપન થયું છે. હજારો વર્ષ પછી વિવિધતામાં એકતા જોવા માટે આજના દિવસનો ઉલ્લેખ જરૂર થશે. આજના દિવસેજ બર્લિન વોલ તૂટીને સૌએ એકજૂટ થવાનો સંકલ્પ લીધો હતો. આજે 9 નવેમ્બરે જ કરતારપુર કોરિડોરની શરૂઆત થઇ છે. આજે અયોધ્યા પર ચૂકાદા સાથે જ 9 નવેમ્બરની આ તારીખ આપણને સાથે રહીને આગળ વધવાની શીખ આપી રહી છે. આજના દિવસનો સંદેશ જોડવાનો છે અને સાથે મળીને જીવવાનો છે. આ વિષય પર કોઇને ક્યાંય મનમાં કટુતા રહી હોય તો આજનો દિવસ તેને તિલાંજલિ આપવાનો છે. નવા ભારતમાં ભય, નકારાત્મકતા અને કટુતાનું કોઇ સ્થાન નથી. 
PM મોદીએ કહ્યું- હવે સંકલ્પ કરવો પડશે કે નવી પેઢી નવી રીતે ન્યૂ ઈન્ડિયાના નિર્માણમાં જાડોશે. ચાલો હવે નવી શરૂઆત કરીએ, નવા ભારતનું નિર્માણ કરીએ.આપણો વિશ્વાસ અને વિકાસ એ વાતથી નક્કી કરવો પડશે કે મારી સાથે ચાલનાર ક્યાંય પાછળ તો નથી રહી જતો. આપણે આગળ વધતાં જ રહેવું છે. રામ મંદિરના નિર્માણનો ચૂકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. હવે દેશના દરેક નાગરિક પર રાષ્ટ્રનિર્માણની જવાબદારી વધી ગઇ છે. તેની સાથે જ એક નાગરિક તરીકે આપણા સૌ માટે દેશની ન્યાયિક પ્રક્રિયાનું પાલન કરવું, કાયદાનું સન્માન કરવું- એ જવાબદારી પણ પહેલાથી વધી ગઇ છે. હવે દરેક ભારતીયને તેની ફરજને પ્રાથમિકતા આપીને કામ કરવું આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે. 
વધુમાં તેમણે  કહ્યું-  ભાઇચારો, સ્નેહ દેશના વિકાસ માટે ખૂબ જરૂરી છે. આપણને ભવિષ્ય તરફ જોવાનું છે. ભારત સામે પડકારો બીજી પણ છે. લક્ષ્ય બીજા પણ છે. દરેક ભારતીય સાથે મળીને જ આ લક્ષ્યોને પ્રાપ્ત કરશે. હું ફરી એક વખત આ 9 નવેમ્બરના મહત્વપૂર્ણ દિવસને યાદ કરીને, આગળ વધવાનો સંકલ્પ લઇને આપ સૌને આવનારા તહેવારો , ઈદનો પણ પવિત્ર તહેવાર છે તેના માટે પણ ખૂબ શુભેચ્છા આપું છું. 

અન્ય સમાચારો પણ છે...