• Home
 • National
 • This day is important to decide on the formation of the government.

મહારાષ્ટ્ર / દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું, કહ્યું- અમારા મિત્ર શિવસેનાનો આભારી છું

 • રાજ્યપાલે કાયદા અને બંધારણની જોગવાઈ અંગે એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણી સાથે ચર્ચા કરી હતી.
 • ભાજપ-શિવસેના તેમના વલણ પર અડગ હોવાથી હજુ પણ મડાગાંઠ યથાવત
 • કોંગ્રેસનો આરોપ, તેમના ધારાસભ્યોને બીજેપી તરફથી 25-25 કરોડ ઓફર કરવામાં આવ્યા

 • ભાજપે કહ્યું- હોર્સ-ટ્રેડિંગ કરવાનો આરોપ 48 કલાલમાં સાબીત કરો અથવા તો મહારાષ્ટ્રના લોકોની માફી માંગો

Divyabhaskar.com

Nov 08, 2019, 08:08 PM IST

મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પરિણામો જાહેર થયાને આશરે બે સપ્તાહનો સમય પસાર થઈ ગયો છે, ભાજપ સરકાર રચવા હજુ સુઈ કોઈ દાવો રજૂ કર્યો નથી ત્યારે આજે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. દેવેન્દ્ર ફડણવીસ ગુરુવાર સાંજે ચાર વાગ્યે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળવા પહોંચ્યા હતા. ફડણવીસે કહ્યું કે રાજ્યપાલે મારું રાજીનામું સ્વિકારી લીધું છે. પાંચ વર્ષ માટે મહારાષ્ટ્રની સેવા કરવાની તક આપી તે માટે નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડાનો હું આભારી છું. તેમણે એમ પણ કહ્યું કે અમારા મિત્ર શિવસેનાનો પણ હું આભારી છું.

ફડણવીસે કહ્યું- અમારો સ્ટ્રાઈક રેટ 70 ટકા રહ્યો

 • ફડણવીસે કહ્યું- ભાજપ-શિવસેના ગઠબંધનને મહારાષ્ટ્રની પ્રજાએ બહુમતી આપી. 160 કરતાં વધારે બેઠક ગઠબંધનને મળી. ભાજપને 105 બેઠક મળી. અમારો સ્ટ્રાઈક રેટ 70 ટકા રહ્યો છે. કમનસીબે અમને બેઠકો ઓછી મળી છે.
 • શિવસેનાના પ્રમુખે કહ્યું હતું કે પહેલી પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે અમે સરકાર બનાવવા તૈયાર હતા. બન્ને પક્ષના ઉમેદવાર ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૂંટાઈને આવ્યા છે. તેમ છતાં બીજા પક્ષની તરફથી એવું કહેવામાં આવ્યું છે કે અમારી પાસે તમામ વિકલ્પ ખુલ્લા છે. આમ શાં માટે કહેવામાં આવ્યું, તે સમજવામાં ન આવ્યું.
 • તેમણે કહ્યું- અઢી વર્ષ (મુખ્યમંત્રી પદ) અંગે હું સ્પષ્ટ કહેવા માગુ છું કે મારી સમક્ષ ક્યારેય અઢી વર્ષના મુદ્દે ચર્ચા થઈ નથી. મારી સમક્ષ એવો કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી.
 • ઉદ્ધવ ઠાકરે અને અમારા પક્ષના અધ્યક્ષ વચ્ચે જો આવી કોઈ ચર્ચા થઈ હોય તો તે અંગે મારી સમક્ષ કોઈ જ જાણકારી નથી.
 • ફડણવીસે કહ્યું- 5 વર્ષ મહારાષ્ટ્રની સેવા કરવાની જે તક આપવામાં આવી તે બદલ હું નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડાનો આભારી છું. હું મારા મિત્ર શિવસેનાનો પણ આભારી છું.

શિવસેના પોતાની માંગ પર અડગ

રાજ્યમાં નવી સરકારની રચનાને લઈ સતત વિલંબ થઈ રહ્યો છે, બીજીબાજુ શિવસેના પણ મુખ્યમંત્રી પદને લઈ કોઈ જ પ્રકારની બાંધછોડ કરવાના મૂડમાં દેખાતું નથી. શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે જો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગે છે તો તે જનાદેશનું અપમાન હશે. મહારાષ્ટ્ર ઝુકતુ નથી, અને દિલ્હી સમક્ષ તે ઝુકશે પણ નહીં. ભાજપ સાથે કોઈ જ રીતે વાતચીત થઈ નથી. અમે આજે રાજ્યપાલને મળશું નહીં, અમે રાજ્યપાલના નિર્ણયની પ્રતિક્ષા કરશું. શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ પણ ભાજપને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ છે કે ભાજપ તેમનો સંપર્ક ત્યારે જ કરે કે જ્યારે તેઓ મુખ્યમંત્રી પદ શિવસેનાને આપવા માટે તૈયાર હોય. આ તમામ ઘટના વચ્ચે હવે સૌની નજર રાજ્યપાલ તરફ મંડાઈ છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે દક્ષિણપંથી નેતા સંભાજી ભિંડેએ પણ મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઈ ઉદ્ધવ ઠાકરેને મળવાનો પ્રયત્ન કર્યો હતો. ગઈકાલ રાત્રે તેઓ માતોશ્રી પહોંચ્યા હતા, પરંતુ તેમની ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત થઈ શકી ન હતી. વર્તમાન ઘટનાક્રમને જોતા એવું લાગી રહ્યું છે કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ફડણવીસના નામ પર કોઈ પણ રીતે વિચાર કરવા તૈયાર નથી.

રાજ્યમાં સરકારની રચના કે રાષ્ટ્રપતિ શાસન અંગેનું સસ્પેન્શ આજે પૂરું થશે

બીજીબાજુ રાજ્યમાં સરકાર બનશે તે રાષ્ટ્રપતિ શાસન લાગુ પડશે તે અંગે આજે સસ્પેન્સનો અંત આવી શકે છે. ગઈકાલે રાજ્યપાલ બીએસ કોશ્યારીએ કાયદાકીય બાબતો અને બંધારણને લગતા મુદ્દા અંગેના ઓડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણી સાથે રાજભવનમાં ચર્ચા કરી હતી. ભાજપ-શિવસેના વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહની સ્થિતિને જોતા રાજ્યમાં સરકારની રચનાની સંભાવના ઓછી અને રાષ્ટ્રપતિ શાસનની શક્યતા વધારે જણાય છે.


ગઈકાલે ભાજપના એક પ્રતિનિધિમંડળે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી પરંતુ સરકારની રચના કરવાનો દાવો રજૂ કર્યો ન હતો. એકબાજુ શિવસેના પોતાના પક્ષમાંથી મુખ્યમંત્રી બનાવવાના વલણ પર અડગ છે ત્યારે બીજીબાજુ ભાજપ સીએમ પર કોઈ પણ સંજોગોમાં શિવસેનાને આપવા તૈયાર નથી.

કોંગ્રેસનો આરોપ, તેમના ધારાસભ્યોને બીજેપી તરફથી 25-25 કરોડ ઓફર કરવામાં આવ્યા


કોંગ્રેસ નેતા નિતિન રાઉતે આરોપ લગાવ્યો છે કે, તેમની પાર્ટીના અમુક ધારાસભ્યોને ખરીદવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. નિતિન રાઉતના જણાવ્યા પ્રમાણે બીજેપીના અમુક નેતાઓએ કોંગ્રેસી ધારાસભ્યોનો સંપર્ક કરીને તેમને રૂ. 25 કરોડની ઓફર કરી છે.

ભાજપે કહ્યું આરોપ સાબીત કરો નહીંતર માફી માંગો


ભાજપના નેતા સુધીર મુંગનતિવારીએ કહ્યું હતું કે કોંગ્રેસ અને એનસીપીએ અમારી ઉપર હોર્સ-ટ્રેડિંગ કરવાનો આરોપ મૂક્યો છે, તેને 48 કલાલમાં સાબીત કરે અથવા તેઓ મહારાષ્ટ્રના લોકોની માફી માંગે.

X

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી