• Home
 • National
 • The Supreme Court in Ayodhya will decide tomorrow at 10.30 am

અયોધ્યા ચૂકાદો / કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 134 વર્ષે આવશે વિવાદનો ઉકેલ, અયોધ્યામાં કલમ 144 લાગુ; UPના દરેક ઓફિસર્સની રજા રદ

The Supreme Court in Ayodhya will decide tomorrow at 10.30 am
અલ્હાબાદ હાઈકોર્ટે 2010માં ચુકાદો આપ્યો હતો કે અયોધ્યા બધાનું
અલ્હાબાદ હાઈકોર્ટે 2010માં ચુકાદો આપ્યો હતો કે અયોધ્યા બધાનું
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ. - ફાઈલ ફોટો
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ. - ફાઈલ ફોટો
The Supreme Court in Ayodhya will decide tomorrow at 10.30 am

 • ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાની અધ્યક્ષતાવાળી ખંડપીઠ સવારે 10.30 વાગે ચૂકાદો આપશે
 • 40 દિવસ સુધી તમામ પક્ષોની દલીલ સાંભળ્યા બાદ 16 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે ચૂકાદો અનામત રાખ્યો હતો
 • આ પહેલા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ ઉતર પ્રદેશના મુખ્ય સેક્રેટરી અને ડીજીપી સાથે સુરક્ષાની તૈયારીઓ બાબતે ચર્ચા કરી

Divyabhaskar.com

Nov 09, 2019, 08:43 AM IST

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટની 5 સભ્યોની ખંડપીઠ આજે અયોધ્યા વિવાદ પર ચૂકાદો આપશે. ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ, કોર્ટે તેનું શેડ્યુલિંગ કરી લીધું છે. સવારે 10.30 વાગે જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચ સુનાવણી કરી શકે છે. બેન્ચે 40 દિવસ સુધી હિન્દુ અને મુસ્લિમ પક્ષની દલીલ સાંભળ્યા બાદ 16 ઓક્ટોબરે ચૂકાદો અનામત રાખ્યો હતો.

અગાઉ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગાઈની ઉતર પ્રદેશના મુખ્ય સક્રેટરી આર કે તિવારી, ડીજીપી ઓમપ્રકાશ સિંહ સહિત ઘણાં વરિષ્ઠ અધિકારીઓએ મુલાકાત કરી. આ દરમિયાન ચીફ જસ્ટિસે અયોધ્યા કેસમાં ચૂકાદો આવતા પહેલા રાજયની સુરક્ષાની તૈયારીઓને લઈને ચર્ચા કરી. ખંડપીઠની અધ્યક્ષતા કરી રહેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ 17 નવેમ્બરે રિટાયર્ડ થશે.
જે પણ નિર્ણય આવશે, તે કોઇની હાર-જીત નહીં હોય: PM મોદી
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું હતું કે, અયોધ્યા પર સુપ્રિમ કોર્ટનો જે પણ નિર્ણય આવશે, તે કોઇની હાર-જીત નહીં હોય. દેશવાસીઓને અપીલ કરું છું કે આપણી પ્રાથમિકતા રહે કે ફેંસલો ભારતની શાંતિ, એકતા અને સદભાવનાની મહાન પરંપરાને વધુ મજબૂત કરે.
પ્રશાસને ફોર્સની 100 કંપનીઓ માંગી
અયોધ્યા જિલ્લાને ચાર ઝોન- રેડ, યલો, ગ્રીન અને બ્લૂમાં વહેંચવામાં આવ્યો છે. તેમાં 48 સેકટર બનાવવામાં આવ્યા છે. વિવાદિત પરિસર, રેડ ઝોનમાં સ્થિત છે. પોલીસના જણાવ્યા મુજબ, સુરક્ષા યોજના એ રીતે બનાવવામાં આવી રહી છે કે એક આદેશથી સમગ્ર અયોધ્યાને સીલ કરી શકાય. પ્રશાસને ચૂકાદાનો સમય નજીક આવવા પર પેરામિલિટ્રીની વધુ 100 કંપનીઓની માંગ કરી છે. અગાઉ અહીં મિલિટ્રીની 47 કંપનીઓ પહોંચી હતી, જે હાલ પણ છે.
16000 સ્વયંસેવક હાજર
અયોધ્યા પોલીસે સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારના દુષ્પ્રચાર કે કોઈ પણ સંપ્રદાયની વિરુદ્ધ ભડકાઉ કન્ટેન્ટના પ્રસાર પર નજર રાખવા માટે જિલ્લાના 1600 સ્થાનો પર 16 હજાર સ્વયંસેવક હાજર રાખ્યા છે. ગડબડ રોકવા માટે 3000 લોકોનું માર્કિંગ કરીને તેમની દેખરેખ રાખવામાં આવી રહી છે.
અમારી સંપૂર્ણ તૈયારીઓ પુરીઃ ડીએમ
અયોધ્યાના ડીએમ અનુજ કુમારે કહ્યું કે પ્રશાસને તૈયારીઓ પુરી કરી લીધી છે. જોકે ચૂકદાના પગલે વિવાદિત જગ્યાની આસપાસ રહેનાર લોકો ઘરમાં રેશન એકત્રિત કરી રહ્યાં છે. તેમને ભરોસો અપાવવામાં આવ્યો છે કે સામાન્ય જીવન પર કોઈ અસર પડશે નહિ. ચૂકાદા બાદ સ્કુલો ખુલવા અંગે પણ વાતચીત કરવામાં આવી છે.
રેલવેએ RPFની રજાઓ રદ કરી
અયોધ્યા પરના ચૂકાદાને જોતા રેલવે પોલીસે પણ એક એડવાઈઝરી બહાર પાડી છે. તમામ કાર્યાલયોને મોકલવામાં આવેલા 7 પાનાના દસ્તાવેજોમાં પ્લેટફોર્મ, સ્ટેશન અને યાર્ડ પર ખાસ નજર રાખવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ હિંસાની દ્રષ્ટિએ સંવેદનશીલ અને એવા સ્થાનોની ઓળખ કરવાનું કહેવામાં આવ્યું છે કે જ્યાં અસામાજિક તત્વો વિસ્ફોટક છુપાવી શકે છે.

ઉ.પ્ર.માં 11મી સુધી શાળા બંધ, અયોધ્યામાં કલમ 144
રાજકીય અને ધાર્મિક રીતે સંવેદનશીલ અયોધ્યા વિવાદ પર ચુકાદાનો સમય નક્કી થતાં જ દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવાઈ છે. ઉત્તર પ્રદેશ અને અયોધ્યામાં વિશેષ સુરક્ષા ગોઠવાઈ છે. ગુજરાત, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં શનિવારે શાળા-કોલેજ બંધ રહેશે. ઉત્તર પ્રદેશમાં તો 11મી સુધી શૈક્ષણિક સંસ્થા બંધ રહેશે. અયોધ્યા, ભોપાલ, જયપુરમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે.
આજે આ 7 સવાલના જવાબ મળશે

 1. રામનું અસલી જન્મસ્થળ કયું?
 2. જમીનની માલિકીનો હક કોનો?
 3. જમીન પર કબજો કોનો?
 4. મંદિરના સ્થળે મસ્જિદ કેવી રીતે બની?
 5. રામલલ્લા ન્યાયિક વ્યક્તિ છે કે નહીં?
 6. એએસઆઈનો રિપોર્ટ કેટલો યોગ્ય?
 7. મસ્જિદની ઓળખ શું છે?

  આ ચુકાદો આપશે
 • ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ
 • જસ્ટિસ બોબડે
 • જસ્ટિસ ચંદ્રચુડ
 • જસ્ટિસ અશોક ભૂષણ
 • જસ્ટિસ SA નઝીર

2.77 એકર જમીનનો વિવાદ
અયોધ્યામાં 2.77 એકર જમીનની માલિકી હકનો વિવાદ છે. અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે 30 સપ્ટેમ્બર 2010ના રોજ ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે આ જમીન 3 પક્ષકારો - રામલલ્લા બિરાજમાન, નિર્મોહી અખાડા, સુન્ની વકફ બોર્ડ વચ્ચે વહેંચી હતી.
વિવાદિત જમીન તરફના તમામ રસ્તા સીલ
અયોધ્યામાં વિવાદી સ્થળે જતાં રસ્તા સીલ કરી દેવાયા છે. સ્થાનિક લોકોને પણ ઓળખપત્ર અને વાહનોની કડક ચકાસણી પછી જ અયોધ્યામાં ઘૂસવા દેવામાં આવે છે. બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. શહેરમાં અને તમામ રસ્તા પર બેરિકેટ લગાવાયા છે. ગ્રામીણ વિસ્તારમાં પણ પોલીસ મૂકાઈ છે.
ગુજરાતમાં કડક સુરક્ષા વ્યવસ્થા
અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ મામલે સુપ્રીમકોર્ટ દ્વારા જાહેર થનારા ચુકાદાને લઇને ગુજરાત સરકારે કાયદો અને વ્યવસ્થા તેમજ જનતામાં સુલેહ અને શાંતિ જળવાય તે માટે તાકીદે વ્યવસ્થા કરી છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શુક્રવારે રાત્રે જ ગૃહવિભાગના અધિકારીઓ તથા રાજ્યના પોલીસ વડા સહિતના અધિકારીઓને બોલાવીને તે માટે આયોજન કરી દીધું હતું.
દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જાડેજાએ જણાવ્યું કે આ ચૂકાદાને પગલે અમે અત્યાર થી જ પોલિસને એલર્ટ કરી દીધી છે. રાજ્ય અનામત પોલિસ દળની ટુકડીઓ અને અન્ય અર્ધલશ્કરી બળોના જવાનોની સંવેદનશીલ સ્થળોએ તૈનાતી કરવા માટે અત્યાર થી જ હુકમો રાજ્યના પોલિસ વડા મારફતે જારી કરવા માટે સૂચના સરકારે આપી દીધી છે. આ મામલે લોકોને સંયમ જાળવવાની અપીલ સાથે સોશિયલ મીડિયા થકી ઉશ્કેરણીજનક સંદેશાના પ્રસારણને નિયંત્રણમાં લેવા માટે અમારી પોલિસ સજ્જ છે અને આ માટે અમે વિશેષ નજર રાખીશું. આ સાથે હાઇવે અને અન્ય રસ્તાઓ પર પણ પોલિસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ખડેપગે રહેશે, તેમ જાડેજાએ ઉમેર્યું.
મને વિશ્વાસ છે કે ચૂકાદો રામજન્મભૂમિની તરફેણમાં જ આવશે: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આ ચૂકાદાને લઇને ખૂબ ઉત્સાહિત છે. તેઓએ જણાવ્યું કે મને વિશ્વાસ છે કે ચૂકાદો રામજન્મભૂમિની તરફેણમાં જ આવશે અને હું ઓગણત્રીસ વર્ષે મીઠાઇ ખાઇશ. 1990ની સાલમાં અમદાવાદમાં રથયાત્રા દરમિયાન રથ ખેંચાયો તે અરસામાં લાલકૃષ્ણ અડવાણીની હાજરીમાં મેં સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી અયોધ્યામાં રામમંદિર ન બને ત્યાં સુધી હું મીઠાઇ ખાઇશ નહીં.

અલ્હાબાદ હાઈકોર્ટે વિવાદિત જમીનને 3 હિસ્સામાં વહેંચવા માટે કહ્યું હતું
2010માં અલ્હાબાદ હાઈકોર્ટે તેના ચૂકાદામાં કહ્યું હતું કે અયોધ્યાના 2.77 એકરના વિસ્તારને ત્રણ હિસ્સામાં સમાન રીતે વહેંચવામાં આવે. એક હિસ્સો સુન્ની વક્ફ બોર્ડ, બીજો નિર્મોહી અખાડા અને ત્રીજો રામલલા વિરાજમાનને મળે. હાઈકોર્ટના આ ચૂકાદાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 14 અરજીઓ દાખલ કરવામાં આવી હતી.

X
The Supreme Court in Ayodhya will decide tomorrow at 10.30 am
અલ્હાબાદ હાઈકોર્ટે 2010માં ચુકાદો આપ્યો હતો કે અયોધ્યા બધાનુંઅલ્હાબાદ હાઈકોર્ટે 2010માં ચુકાદો આપ્યો હતો કે અયોધ્યા બધાનું
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ. - ફાઈલ ફોટોચીફ જસ્ટિસ રંજન ગોગોઈ. - ફાઈલ ફોટો
The Supreme Court in Ayodhya will decide tomorrow at 10.30 am

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી