તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Supreme Court Has Taken Cognizance Of The Petition Filed Against The Arrest Of Umar Abdullah And Sought Reply From The Jammu And Kashmir Administration.

સુપ્રીમ કોર્ટે ઉમર અબ્દુલ્લાની ધરપકડ વિરુદ્ધ દાખલ અરજીને ધ્યાન પર લઈ જમ્મુ-કાશ્મીર પ્રશાસન પાસે જવાબ માંગ્યો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
સારાએ કહ્યું-અમને કાયદા પર વિશ્વાસ, આશા છે કે ટૂંક સમયમાં રાહત મળશે
  • ઉમર અબ્દુલ્લાની પબ્લિક સેફ્ટી એક્ટ (PSA),1978 હેઠળ અટકાયત કરવામાં આવી છે
  • અબ્દુલ્લાની બહેન સારા પાયલોટે આ અટકાયતને સુપ્રીમમાં પડકારી છે

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે નેશનલ કોન્ફરન્સના નેતા અને ભૂતપુર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાની પબ્લિક સેફ્ટી એક્ટ (PSA) હેઠળ કરવામાં આવેલી અટકાયતને પડકારતી સારા અબ્દુલ્લાની એક અરજી પર શુક્રવારે જમ્મુ કાશ્મીર પ્રશાસનને નોટીસ પાઠવી છે.
ન્યાયમૂર્તિ અરુણ મિશ્રા અને ન્યાયમૂર્તિ ઈન્દિરા બેનર્જીની બનેલી ખંડપીઠે કહ્યું હતું કે ઉમર અબ્દુલ્લાની અટકાયતને પડકારતી સારા અબ્દુલ્લા પાયલોટની અરજી પર 2,માર્ચના રોજ સુનાવણી કરવામાં આવશે. સારા અબ્દુલ્લા પાયલોટ તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ હાજર થયા હતા.
દરમિયાન સારા અબ્દુલ્હા પાયલોટે કહ્યું છે કે સુનાવણી બાદ સારાએ કહ્યું હતું કે અમે નજરકેદ વિરુદ્ધ અરજી કરી છે, અમને આશા છે કે કાશ્મીરના નાગરિકોને પણ ભારતીય નાગરિકોની માફક અધિકાર મળશે. અમે એ દિવસની પ્રતિક્ષા કરી રહ્યા છીએ.
સારા અબ્દુલ્લા પાયલોટે 10મી ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી જમ્મુ કાશ્મીરમાં પબ્લિક સેફ્ટી એક્ટ, 1978 હેઠળ તેમના ભાઈની અટકાયતને ગેરકાયદેસર ગણાવી હતી અને કહ્યું હતું કે શાંતિ વ્યવસ્થા સામે તેમના તરફથી જોખમનો કોઈ જ પ્રશ્ન નથી. બે ન્યાયમૂર્તિની બનેલી ખંડપીઠે આ અંગેની અરજીને ધ્યાન પર લીધી છે. આ નવી ખંડપીઠમાં ન્યાયમૂર્તિ ઈન્દિરા બેનર્જીનો પણ સમાવેશ થાય છે.

ઉમર અને મુફ્તી મહેબૂબા પર PSA
જમ્મુ-કાશ્મીરના બે મોટા નેતા ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી પર 6, ફેબ્રુઆરીના રોજ PSA હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. બન્ને નેતાની અટકાયતની મુદત તે દિવસે જ પૂરી થવાની હતી. આ બન્નેને ઓગસ્ટ,2019થી સરકારી ગેસ્ટ હાઉસમાં નજરકેદ રાખવામાં આવ્યા છે. પોલીસે ડોઝીયરમાં લખ્યું છે કે ઉમર અબ્દુલ્લાનો પ્રજા પર ખાસ પ્રભાવ છે, તેઓ કોઈ પણ કારણ માટે ઉર્જાનો ઉપયોગ કરી શકે છે. પોલીસે કહ્યું હતું કે મહેબૂબા રાષ્ટ્ર વિરોધી નિવેદન આપ્યા છે અને તેઓ તેઓ અલગાવવાદીઓના સમર્થક છે.

શું છે PSA?
PSA હેઠળ સરકાર કોઈ પણ વ્યક્તિને ભડકાઉ ભાષણ અથવા રાજ્ય માટે નુકસાનકારક માનીને અટકાયત કરી શકે છે. આ કાયદો આદેશ આપનાર અધિકારીના અધિકાર ક્ષેત્રની મર્યાદા બહાર વ્યક્તિઓને અટકાયતમાં લેવા માટે અનુમતી આપે છે. કાયદાની કલમ-14 પ્રમાણે અટકાયતમાં લેવાનો આદેશ ફક્ત કમિશન અથવા DM દ્વારા જ જારી કરી શકાય છે. તેમા કોઈ પણ એમ કહેવા માટે બંધિકાર હોતા નથી કે કાયદો જનહિત વિરુદ્ધ છે.

 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો