• Home
  • National
  • The real reason for Sonia, Rahul, Priyanka's withdrawal of SPG security is because ...

સિક્કાની બીજી બાજુ / સોનિયા, રાહુલ, પ્રિયંકાની SPG સુરક્ષા પરત ખેંચવાનું ખરું કારણ એ છે કે...

The real reason for Sonia, Rahul, Priyanka's withdrawal of SPG security is because ...

  • SPGની તાકિદ છતાં પાંચ વર્ષમાં 1892 વખત રાહુલ ગાંધી બુલેટપ્રુફ ગાડી વગર ફર્યા છે
  • સુરક્ષાના નિયમો છતાં સોનિયાએ પણ 50 વખત SPGની સલાહ ટાળીને બુલેટપ્રુફ બખ્તર વગરની કાર વાપરી છે
  • સામા પક્ષે રાહુલ અને પ્રિયંકા સુરક્ષાના નામે તેમની જાસુસી થતી હોવાના આરોપ મૂકી ચૂક્યા છે

Divyabhaskar.com

Nov 08, 2019, 09:04 PM IST

નેશનલ ડેસ્કઃ કેન્દ્ર સરકારે ગાંધી પરિવારના સદસ્યો સોનિયા, રાહુલ અને પ્રિયંકાને મળતું સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)નું સલામતી ક્વચ હટાવી દેવામાં આવ્યું છે. તેમને હવે CRPFની Z+ કેટેગરીની સુરક્ષા મળશે. આ સાથે, સમગ્ર દેશમાં SPG સુરક્ષા ક્વચ ધરાવનાર વડાપ્રધાન મોદી એકમાત્ર મહાનુભાવ છે. જોકે કેન્દ્ર સરકારના આ નિર્ણયની કોંગ્રેસ દ્વારા રાજકીય દૃષ્ટિકોણથી આલોચના થઈ રહી છે. સમાંતરે બીજાં કેટલાંક એવા કારણો પણ બહાર આવી રહ્યા છે, જે સુરક્ષા વ્યવસ્થા બદલવામાં નિર્ણાયક બન્યા છે. જેમાંનું મુખ્ય કારણ એ છે કે ગાંધી પરિવાર દ્વારા વારંવાર SPG દ્વારા નિશ્ચિત કરાયેલ નિયમોનો ભંગ પણ જવાબદાર છે.

રાહુલ ગાંધીઃ બુલેટપ્રુફ કાર, જેકેટની સદંતર અવગણના

રાહુલ ગાંધીએ વર્ષ 2015થી 2019 દરમિયાન કુલ 1892 વખત બુલેટપ્રુફ ગાડી વગર દિલ્હીમાં ફર્યા છે.
272 વખત તેમણે દિલ્હીની બહાર પણ બુલેટપ્રુફ ગાડી વગર મુસાફરી કરી છે.
1991થી માંડીને 2019 સુધીમાં રાહુલે કુલ 156 વિદેશયાત્રાઓ કરી છે, જેમાં 143 પ્રવાસ વખતે SPG સુરક્ષાક્વચ સાથે રાખવાનું ટાળ્યું છે.
સોનિયા ગાંધીઃ રાહુલ કરવા ઓછી, પરંતુ બેપરવાઈ તો ખરી જ

2015થી 19 દરમિયાન સોનિયા ગાંધી 50 વખત બુલેટપ્રુફ કાર વગર દિલ્હીમાં મુસાફરી કરી છે. જેમાં કેટલીક વખત તેઓ રાહુલ ગાંધીની કારમાં પણ ફર્યા છે, જેને બુલેટપ્રુફ બખ્તર ન હતું.
સોનિયાએ છેલ્લાં 5 વર્ષમાં કુલ 13 વખત વિદેશયાત્રા કરી છે, જેમાં તેમણે બુલેટપ્રુફ વાહન વાપરવાનું ટાળ્યું હતું.
એ ઉપરાંત 24 વખત વિદેશયાત્રા વખતે પોતાના SPG સુરક્ષાકર્મીઓને સાથે રાખવાનું ટાળ્યું હતું.
પ્રિયંકા ગાંધીએ પણ 78 વિદેશપ્રવાસોમાં SPGને માહિતગાર કરી નથી અથવા છેલ્લી ઘડીએ પ્રાથમિક વિગતો આપતાં તેમને સુરક્ષાક્વચ પૂરું પાડી શકાયું ન હતું.
SPGના નામે જાસુસી થતી હોવાનો આરોપ

સામા પક્ષે સોનિયા અને રાહુલ છેલ્લાં પાંચ વર્ષથી પોતે SPG સુરક્ષાક્વચ ટાળી રહ્યા હોવાનું કારણ દર્શાવતા જાસુસીનો મુદ્દો આગળ ધરે છે.
રાહુલ ગાંધી એકથી વધુ વખત જાહેરમાં SPG વિશે વાંધાજનક ઉલ્લેખ કરી ચૂક્યા છે.
પ્રિયંકા ગાંધીએ પણ SPGના અધિકારીઓ સુરક્ષાના નામે તેમની અંગત વિગતો ‘અનધિકૃત વ્યક્તિઓ’ સુધી પહોંચાડતા હોવાનો આરોપ મૂકી ચૂક્યા છે.

X
The real reason for Sonia, Rahul, Priyanka's withdrawal of SPG security is because ...

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી