રેલવે / ટ્રેનમાં કેન્દ્રીય મંત્રી સહિતના યાત્રીઓને વાસી ખાવાનું આપવામાં આવ્યું, ફાઈવ સ્ટાર હોટલ તપાસના રડારમાં

The passengers, including the union minister, were given stale food in the train, in the radar of five star hotel checks

  • વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જયોતિ સહિત ઘણાં મુસાફરોને કાનપુરની હોટલે વાસ ખાવાનું આપ્યું
  • રેલવેના જણાવ્યા પ્રમાણે, નોન એસી વાહનથી ખાવાનું સપ્લાય કરવાના પગલે આ સમસ્યા આવી છે 

Dainik Bhaskar

Jun 11, 2019, 07:30 PM IST

નવી દિલ્હીઃ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જયોતિ સહિત ઘણાં યાત્રીઓને વાસી ખાવાનું આપવાને લઈને કાનપુરની એક ફાઈવ સ્ટાર હોટલ તપાસના રડારમાં છે. રેલવેના અધિકારીના જણાવ્યા પ્રમાણે, સેનામાં કર્નલ રેન્કના અધિકારની ફરિયાદના આધારે ટ્રેનમાં ખાવાનું સપ્લાય કરનાર હોટલ પર કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.

તેમણે જણાવ્યું કે 9 જૂને ફરિયાદ મળી હતી. અમે તેની પર કાર્યવાહી કરીશું. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે કાનપુરની 5 સ્ટાર હોટલના યાત્રીઓને જે ખાવામાં ભાત મળ્યા હતા, તે તાજા ન હતા. નોર્થ રેલવેના ગ્રુપ જનરલ મેનેજર હોટલમાં ખાવાનું બનાવવા અને તેને પેક કરવાની રીતની તપાસ કરી રહ્યાં છે.

નોન એસી વાહનથી કરવામાં આવ્યો સપ્લાય

તપાસમાં જાણવા મળ્યું કે ખાવાનો સપ્લાય નોન-એસ વાહનથી કરવામાં આવ્યો. જેના કારણે આ સમસ્યા થઈ છે. ગ્રુપ જનરલ મેનેજર રાજેશ કુમારે જણાવ્યું કે તેની અનુમતિ આપી ન શકાય અને અમે જરૂરી પગલા ઉઠાવીશું.

X
The passengers, including the union minister, were given stale food in the train, in the radar of five star hotel checks
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી