તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કન્નૌજ: ઉત્તર પ્રદેશના કન્નૌજમાં શુક્રવારે રાત્રે થયેલા રોડ એક્સિડન્ટમાં એસી બસ અને ટ્રક વચ્ચે એક્સિડન્ટ થઈ ગયો હતો. સામ-સામેની ટક્કર પછી બસ અને ટ્રક બંનેમાં આગ લાગી ગઈ હતી. આ એક્સિડન્ટમાં 20 લોકો જીવતા સળગી ગયા હોવાની શંકા છે. કાનપુર રેન્જના આઈજી મોહિત અગ્રવાલે જણાવ્યું કે 8-10 મૃતદેહો મળ્યા છે. તે સંપૂર્ણ પણે સળગી ગયા છે. ડીએનએ ટેસ્ટ પછી જ મૃતકોની સંખ્યા વિશે પૂરતી માહિતી મળશે. બસમાં અંદાજે 43 પેસેન્જર્સ હતા. જેમાંથી 25 બહાર આવી શક્યા છે. તેમાંથી 23 હોસ્પિટલમાં દાખલ છે જ્યારે બે લોકો સુરક્ષીત છે. બસ ફરુખાબાદથી જયપુર જતી હતી. એક્સિડન્ટ થયો અને આગ લાગી તે દરમિયાન બસમાં બેઠેલા એક પેસેન્જર રામપ્રકાશે બારીમાંથી કુદીને તેનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર દુર્ઘટનાની માહિતી તેમણે આપી છે.
કેવી રીતે બારીમાંથી કુદીને બહાર આવ્યો
હું સ્લીપર બસમાં નીચેની સીટ પર બેઠો હતો. જે સમયે બસનો ટ્રક સાથે એક્સિડન્ટ થયો તે સમયે બસની સ્પીડ 50-60 કિમી પ્રતિ કલાકની હતી. ટ્રક સાથે એક્સિડન્ટ થતાં એક મોટો ઝટકો લાગ્યો હતો. થોડો સમય જતાં જ બસમાં આગ લાગી હોવાની લોકો બુમો પાડવા લાગ્યા. મને કઈ સમજાતું નહતું. હું બારી બાજુ બેઠો હતો. મેં આગની જ્વાળાઓ જોઈ અને ત્યારપછી હું નીચે કુદી ગયો. હું ખૂબજ ગભરાઈ ગયો હતો. જો હું થોડી વધુ વાર કરી દેતો તો કદાચ આજે હું હોત જ નહીં...
બસમાં એક પછી એક ત્રણ વિસ્ફોટ થયા
આગ લાગ્યા પછી બસમાં બેટેલા પેસેન્જર્સ ચીસો પાડવા લાગ્યા હતા. તે અવાજ સાંભળીને હું ખૂબ ગભરાઈ ગયો હતો. હું બારીમાંથી કુદીને દૂર જઈને ઉભો રહી ગયો. અન્ય અમુક પેસેન્જર્સ બારી અને દરવાજામાંથી ઉતરવાનો પ્રયત્ન કરવા લાગ્યા હતા. અંધારુ અને આગમાં કઈ સમજાતુ નહતું. આ દરમિયાન બસમાં એક વિસ્ફોટ થયો અને તે પછી બસની આગ વધારે તેજ થઈ ગઈ. ત્યારપછી થોડી જ વારમાં એક પછી એક બે બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટ કેમ થતાં હતા તે સમજાતુ નહતું. પરંતુ આ બ્લાસ્ટ પછી બસ આખી આગની લપેટમાં આવી ગઈ. ત્યારપછી કોઈને બસમાંથી બહાર કાઢવાનો મોકો ન મળ્યો.
બસની નજીક જવાની કોઈની હિંમત નહતી થતી
રામ પ્રકાશે જણાવ્યું કે, અમુક પેસેન્જર્સ બસની બહાર આવી ગયા હતા. આજુબાજુના ગામના લોકો પણ ભેગા થઈ ગયા હતા. અમે બધા બસમાં ફસાયેલા લોકોને બચાવવા માંગતા હતા, પરંતુ આગની જ્વાળાઓ જોઈને કોઈની બસની નજીક જવાની હિંમત નહતી થતી. એક વિસ્ફોટ પછી ડર પણ વધી ગયો હતો કે બીજો વિસ્ફોટ ન થઈ જાય. બસની અંદર અને બહારના દરેક લોકો ચીસો પાડી રહ્યા હતા , પરંતુ બહાર ઉભેલા લોકોને કઈ સુઝતુ નહતુ કે શું કરવું. કોઈનામાં હિંમત જ નહતી.
ટેન્કરનું પાણી ખતમ થઈ ગયું
દુર્ઘટના પછી સ્લીપર બસમાં પેસેન્જર્સ સળગી રહ્યા હતા. ઘણી વાર પછી એક ટેન્કર આવ્યું. તેનું પાણી પણ ખતમ થઈ ગયું. ત્યારપછી પોલીસ અને અમુક અધિકારીઓ આવ્યા જે અમને લઈને હોસ્પિટલ ગયા.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.