• Gujarati News
  • National
  • The Official Said That The Trust Can Take Donations In Any Form Without Any Condition;

અધિકારીએ કહ્યું- ટ્રસ્ટ કોઈ પણ શરત વગર કોઈ પણ સ્વરૂપમાં દાન લઈ શકે છે;રામ જન્મભૂમિ ન્યાસે કહ્યું- રામનવમીથી કાર્ય શરૂ થઈ શકે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શિવસેનાએ સામનામાં લખ્યું- દિલ્હી ચૂંટણી પૂર્વે મંદિર ટ્રસ્ટની જાહેરાત રાજનીતિથી પ્રેરીત
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભામાં રામ મંદિર ટ્રસ્ટની રચનાની જાહેરાત કરી હતી

નવી દિલ્હીઃ લોકસભામાં રામ મંદિર નિર્માણ ટ્રસ્ટની રચનાની જાહેરાત કર્યાના એક દિવસ બાદ કેન્દ્ર સરકારે આ માટે એક રૂપિયાનું દાન કર્યું છે. આ સાથે ટ્રસ્ટને પ્રથમ દાન મળ્યું છે. કેન્દ્ર સરકાર તરફથી ગૃહ મંત્રાલયના અંડર સેક્રેટરી ડીયમુર્મૂએ આ દાન આપ્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રસ્ટ અચલ સંપત્તિ સહિત કોઈ પણ શરત વગર કોઈ પણ વ્યક્તિ પાસેથી કોઈ પણ સ્વરૂપમાં દાન મેળવી શકે છે. દરમિયાન રામ જન્મભૂમિ ન્યાસના વરિષ્ઠ સભ્ય મહંત કમલ નયન દાસે કહ્યું છે કે આ વર્ષ રામનવમીથી રામ મંદિર નિર્માણની કામગીરી શરૂ થાય તેવી શક્યતા છે.


બીજીબાજુ, રામ જન્મભૂમિ ન્યાસના મુખ્ય ટ્રસ્ટી મહંત નૃત્ય ગોપાલ દાસને નવા ટ્રસ્ટમાં જગ્યા ન આપવા બદલ ત્રિલોકી નાથ પાંડેએ કહ્યું હતું કે તેમને એટલા માટે જગ્યા ન મળી કારણ કે તેઓ અને વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ ચંપત રાય બાબરી મસ્જિદ તોડવાના કેસમાં આરોપી છે.  બીજીબાજુ વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે પણ જલ્દીથી મંદિર નિર્માણ કાર્ય શરૂ કરવાની માંગ કરી છે. તેમણે હિન્દુઓને મંદિર નિર્માણ માટે 25 માર્ચથી 8 એપ્રિલ વચ્ચે સામૂહિક જુલુસ કાઢવાનો આગ્રહ કર્યો છે.

દિલ્હી ચૂંટણી અગાઉ રામ મંદિર ટ્રસ્ટની જાહેરાત રાજકીયઃશિવસેના
બીજીબાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકસભામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની રચનાની જાહેરાત કરી તે અંગે શિવસેનાએ સામનામાં વળતો પ્રહાર કર્યો છે. તેના મુખપત્ર સામનાના સંપાદકીય પેજમાં શિવસેનાને ગુરુવારે લખ્યું હતું કે દિલ્હી ચુંટણી અગાઉ મંદિર નિર્માણના ટ્રસ્ટની જાહેરાત રાજકારણથી પ્રેરિત છે. મોદીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીના ચાર દિવસ અગાઉ જય શ્રી રામનો નારો આપ્યો છે. શ્રીરામની મદદથી જો બે-ચાર બેઠક વધી જશે તો પણ ખુશ થશે. સામનામાં લખવામાં આવ્યું છે કે રામ મંદિર મુદ્દે રાજનીતિ નહી કરવામાં આવે તેવી આશા હતી, પણ દિલ્હી વિધાનસભા ચૂંટણી અગાઉ તેનું આધાર રાખવામાં આવ્યો છે અને 2024 લોકસભા ચૂંટણીના સમયે તે પૂર્ણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...