તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જે મિશનમાં અજિત ડોભાલ ઊતર્યા, અસંભવને સંભવ કરી બતાવ્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અજિત ડોભાલની ફાઇલ તસવીર - Divya Bhaskar
અજિત ડોભાલની ફાઇલ તસવીર
 • ડોભાલ એરલિફ્ટથી માંડીને એરસ્ટ્રાઈક પણ પ્લાન કરી ચૂક્યા છે
 • 1990માં ડોભાલ કાશ્મીર પહોંચ્યા અને પહેલી સફળતા મેળવી

નવી દિલ્હી: અજિત ડોભાલને 1988માં દેશમાં શાંતિકાળના દ્વિતીય સર્વોચ્ચ પુરસ્કાર કીર્તિચક્રથી સન્માનિત કરાયા હતા. આ સૈન્ય સન્માન મેળવનારા અજિત ડોભાલ તે સમયે પહેલા પોલીસ અધિકારી બન્યા હતા.

ડોભાલ એરલિફ્ટથી માંડીને એરસ્ટ્રાઈક પણ પ્લાન કરી ચૂક્યા છે
દેશમાં કંઇક મોટું થયું અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલનું નામ સંભળાય નહીં એવું ગત કેટલાંક વર્ષમાં ઓછું જ થયું છે. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટવાના સંદર્ભમાં પણ ડોભાલનો ઉલ્લેખ થવો જ જોઇએ. ‘કાશ્મીરમાં કંઇક મોટું થવાનું છે’ તેની હિલચાલ પહેલીવાર ત્યારે શરૂ થઈ જ્યારે ડોભાલ જુલાઇના અંતિમ સપ્તાહમાં કાશ્મીરના સિક્રેટ પ્રવાસે ગયા હતા. ત્યાં પહોંચી ડોભાલે રાજ્યપાલ સત્યપાલ મલિકના સલાહકાર કે.વિજયકુમાર, મુખ્ય સચિવ બી.વી.આર સુબ્રમણ્યમ, ડીજીપી દિલબાગ સિંહ, આઈજી એસ.પી.પાણિ સાથે મુલાકાત કરી. બધું ગુપ્ત રીતે. પાછા દિલ્હી આવ્યા અને લગભગ 10 હજાર વધારાના સૈનિકો કાશ્મીર મોકલવાનો નિર્ણય કર્યો. ત્યારે કઈંક સંકેત મળ્યા કે ખીણમાં કંઈક મોટું થવાનું છે. 

અમરનાથ યાત્રા અધવચ્ચે રોકવાનો નિર્ણય લેવા પાછળ પણ ડોભાલના ઈનપુટ
370 હટવાનો નિર્ણય આવતાની સાથે ડોભાલ ફરી કાશ્મીર નીકળી ગયા. તે ત્યાં ફર્સ્ટહેન્ડ સિક્યોરિટી ઉપલબ્ધ કરાવશે એટલે કે બધું આંખ સામે. અમરનાથ યાત્રા અધવચ્ચે રોકવાનો નિર્ણય લેવા પાછળ પણ ડોભાલના ઈનપુટ સામેલ હતા. સુરક્ષા અને ગુપ્તચર બાબતોની જોરદાર સમજ ધરાવતા અજિત ડોભાલ પહેલીવાર 1975માં ઉભરીને સામે આવ્યા જ્યારે તેમણે સિક્કીમને ભારતમાં ભેળવવામાં મોટી ભૂમિકા ભજવી. 

1990માં ડોભાલ કાશ્મીર પહોંચ્યા અને પહેલી સફળતા મેળવી
તેના પછી તત્કાલીન સુરક્ષા સલાહકાર એમ.કે.નારાયણન હેઠળ તેમણે ટ્રેનિંગ પણ લીધી. પાકિસ્તાનમાં 7 વર્ષ અંડરકવર એજન્ટ બનીને રહ્યા પછી ત્યાં ભારતીય દૂતાવાસમાં પણ રહ્યા. અમૃતસરના સુવર્ણ મંદિરમાં 1988માં ચલાવાયેલા ઓપરેશન બ્લેક થંડરનો પણ ભાગ બન્યા. 1990માં ડોભાલ કાશ્મીર પહોંચ્યા અને પહેલી સફળતા મેળવી. તેમણે કુકા પારા જેવા બળવાખોરોને પોતાની તરફ કરી આતંકીઓ વિરુદ્ધ ઉપયોગમાં લીધા અને ખીણમાં ચૂંટણી કરાવી. 

દેશના એકમાત્ર સુરક્ષા સલાહકાર છે જેમને બીજો કાર્યકાળ મળ્યો
2005માં નિવૃત્ત થયા બાદ ડોભાલને મે 2014માં દેશના પાંચમા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ચૂંટાયા. 2019માં તેમને બીજો કાર્યકાળ અપાયો. તે દેશના એકમાત્ર સુરક્ષા સલાહકાર છે જેમને બીજો કાર્યકાળ મળ્યો. ડોભાલે 2014માં ઈરાકમાં ફસાયેલી ભારતીય નર્સોનાં એરલિફ્ટમાં ભૂમિકા ભજવી. 2016ની સર્જિકલ સ્ટ્રાઈક, 2019ની એરસ્ટ્રાઈકમાં ડોભાલની સૈન્ય સમજણ, ડોકલામ મુદ્દામાં પણ તેમની કૂટનીતિક સમજ સામેલ રહી. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો