દિલ્હી મહાભારત 2020 / કેજરીવાલ સરકારે આચાર સંહિતાના 70 દિવસ અગાઉ 23 જાહેરાત કરી, પ્રત્યેક 3 દિવસમાં એક જાહેરાત

The Kejriwal government made 23 announcements 70 days in advance of the code of conduct, one advertisement every 3 days
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ (ફાઈલ ફોટો)
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ (ફાઈલ ફોટો)

  • સરકારની ચૂંટણીલક્ષી ઝડપઃસરકાર આ ઝડપથી 5 વર્ષ કામ કર્યું હોત તો 600 કરતા વધારે યોજના લોકોને મળી શકી હોત
  • વિના મૂલ્યે વાઈ-ફાઈ આપવા અને માર્શલ ગોઠવવાનું કામ પણ અંતિમ દિવસોમાં કરવામાં કરાયું

Divyabhaskar.com

Jan 13, 2020, 12:19 PM IST

નવી દિલ્હી (આનંદ પવાર): વિધાનસભા ચૂંટણી જીતવા માટે ત્રણેય પક્ષ રણનીતિ તૈયાર કરવા માટે કામે લાગી ગયા છે. આમ આદમી પાર્ટી (AAP)એ આ ચૂંટણી તેના કામને આધારે લડવાની વાત કરી છે.રસપ્રદ બાબત એ છે કે આપ ચૂંટણી મોડમાં આવે તે અગાઉ કાર્યકાળની અંતિમ ઘડી સુધી અનેક નવી જાહેરાતો કરી ચુક્યું છે. ચૂંટણી પંચે દિલ્હીમાં ચૂંટણીની જાહેરાત 6 જાન્યુઆરીના રોજ કરી હતી અને તે સાથે જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. ભાસ્કરને એવી માહિતી મળી હતી કે 70 દિવસ અગાઉ (28 ઓક્ટોર)ના સમયગાળા સુધી આપે અનેક યોજનાઓની સોગાદ આપી હતી. પક્ષ દ્વારા 23 યોજના રજૂ કરી છે, જે પૈકી 4 યોજના તેના ઘોષણા પત્રનો ભાગ છે.
આ જાહેરાતમાં દિલ્હીને વાઈ-ફાઈથી સજ્જ કરવા, બસોમાં મહિલાઓની સુરક્ષા માટે માર્શલ રાખવા અને વકીલો માટે હેલ્થ સ્કીમ યોજનાનો સમાવેશ થાય છે. યોજનાઓની ઝડપને જોવામાં આવે તો આમ આદમી પાર્ટીએ 70 દિવસમાં પ્રત્યેક ત્રણ દિવસે એક યોજના જાહેર કરી હતી. પાર્ટી આ સ્પીડથી 5 વર્ષ એટલે કે 1825 દિવસમાં 600 કરતાં વધારે સોગાદ દિલ્હીવાસીઓને આપી શકે તેમ હતી. જોકે, ગુરુવારે મુખ્યમંત્રી કેજરીવાલે એવો દાવો કર્યો હતો કે તેમની સરકારે સૌથી વધારે વચન પૂરા કર્યા છે.

28મી ઓક્ટોબરઃ બસોમાં 13 હજાર માર્શલ અને લઘુત્તમ મજૂરીમાં વધારો

DTC અને ક્લસ્ટર બસોમાં મહિલાઓની સુરક્ષા માટે 13 હજાર બસ માર્શલ નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. અલગ-અલગ શિફ્ટમાં માર્શલ કામ કરશે. તેમા 6 હજાર સિવિલ ડિફેન્સ કર્મચારી, 7 હજાર ભૂતપુર્વ હોમગાર્ડનો સમાવેશ થાય છે. આ પૈકી 3400 માર્શલ બસોમાં અગાઉથી ઉપલબ્ધ હતા. દરમિયા મુખ્યમંત્રીએ લઘુત્તમ મજૂરીમાં વધારો કરવા માટે પણ નોટિફિકેશન જારી કરવાની જાહેરાત કરી હતી. આ સાથે જ અકૂશળ મજૂરો માટે દિલ્હીમાં મજૂરી દર રૂપિયા 8632થી વધી રૂપિયા 14842 કરવામાં આવ્યા છે.

30મી ઓક્ટોબરઃ DTC બસોમાં મહિલાઓ માટે વિના મૂલ્યે યાત્રા

મહિલાઓ માટે DTC બસમાં વિના મૂલ્યે યાત્રાની શરૂઆત. જોકે સરકારે મેટ્રોમાં પણ મહિલાઓ માટે વિના મૂલ્યે યાત્રાનું વચન આપ્યું હતું. પરંતુ તે પૂરું કરી શકી નથી.

08 નવેમ્બરઃકરતાપુર સાહિબના દર્શન માટે કોઈ ચાર્જ નહીં

વૃદ્ધોને કરતાપુર સાહિબના વિના મૂલ્યે દર્શન કરાવવાની જાહેરાત કરી છે. હજુ આ યોજના પર કાર્યવાહી આગળ વધી શકી નથી. સરકારે અગાઉ વૃદ્ધો માટે વિના મૂલ્યે તીર્થયાત્રા કરવાની યોજના લાગુ કરી હતી.

15મી નવેમ્બરઃ સેપ્ટિક ટેન્કની વિના મૂલ્યે સફાઈ

કાચી કોલોનીયોના સેપ્ટિક ટેન્કની સફાઈ વિના મૂલ્યે કરાવવાની જાહેરાત કરી છે. એવું કહેવામાં આવે છે કે મહિનાની અંદર ટેન્ડર જારી કરી એજન્સીની નિયુક્તિ કરવામાં આવશે. પરંતુ હજુ આ યોજનાનો લાભ મળવામાં સમય લાગશે.

17 નવેમ્બરઃ રિઠાલામાં માર્ગ નિર્માણ કાર્ય શરૂ કર્યું

મુખ્યમંત્રી કેજરીવાલે રિઠાલા વિધાનસભામાં માર્ગ નિર્માણ કાર્યનો શિલાન્યાસ કર્યો છે. અને કામગીરી શરૂ થઈ ગઈ છે.

18મી નવેમ્બરઃગટર લાઈન લગાવવા માટે ચાર્જ માફ

31મી માર્ચ,2020 સુધી ગટર લાઈન લગાવવા માટેના ચાર્જ માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે. કાચી કોલોનીના 2.34 લાખ પરિવારને લાભ મળવાની આશા છે. આ યોજનાની શરૂઆત થઈ ગઈ છે.

22મી નવેમ્બરઃ 2310 રૂપિયામાં પાણી-ગટર જોડાણ
ગટર અને પાણીના જોડાણો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ ચાર્જ માફ કર્યો છે. આપ દ્વારા રૂપિયા 2,310માં પાણી અને ગટર જોડાણની યોજના જાહેર કરી છે. લોકોને તેનો લાભ મળશે.

ચૂંટણી ઘોષણા પત્રમાં 70 વચન આપવામાં આવ્યા હતા, જે પાંચ વર્ષમાં પૂરા કરવાના હતા

5 ડિસેમ્બરઃ આશ્રમ ફ્લાઈઓવર વિસ્તારને મંજૂરી આપી. હજુ ટેન્ડર બહાર પાડવાનું બાકી છે. જૂના DTC અને કલ્સ્ટર બસોમાં CCTV લગાવવાની જાહેરાત કરી. આ કામ માટે કંપની નક્કી કરી લેવામાં આવી છે.

9 ડિસેમ્બરઃ રાવ તુલારામ હોસ્પિટલની નવી બિલ્ડિંગ નિર્માણનો આધારશીલા રાખ્યો છે. નવી બિલ્ડિંગ બાદ 100 બેડની હોસ્પિટલમાં 170 નવા બેડ જોડાઈ જશે.
13 ડિસેમ્બરઃ ડોર-ટુ-ડોર સેવાઓમાં 30 સેવાઓ જોડવામાં આવી છે. હવે સેવાઓની સંખ્યા 100 થઈ ગઈ છે. શરૂઆતમાં ત્રણ મહિનામાં સંખ્યા 100 કરવાની જાહેરાત કરી હતી.

15 ડિસેમ્બરઃ કેન્ટ ક્ષેત્રમાં પાણીની પાઈપ લાઈન બિછાવવાની શરૂઆત કરી અને વિસ્તારની બે ઝૂંપડીમાં સોલર પાવર લગાવવાની જાહેરાત

18 ડિસેમ્બરઃ કૃષિ ભૂમિનું સર્કલ રેટ વધારવાની જાહેરાત. નોટિફિકેશન જારી કરવાનું બાકી. કોર્ટમાં વકીલોના ચેમ્બરને ઘરેલુ દર પર 200 યુનિટ વિના મૂલ્યે વીજળી આપવાની જાહેરાત કરી.

19મી ડિસેમ્બરઃ વિના મૂલ્યે વાઈ-ફાઈને 109 હોટ સ્પોટનું ઉદઘાટન કરવામાં આવ્યું. 6 મહિનામાં 11 હજાર હોટ સ્પોટ સમગ્ર દિલ્હીમાં લગાવવાની યોજના છે.
23મી ડિસેમ્બરઃ DTCના તમામ કર્મચારીઓને પ્રત્યેક મહિને રૂપિયા 4 હજાર ભથ્થુ મળવાની જાહેરાત કરી. તે મળવાની શરૂઆત થઈ ગઈ છે.
30મી ડિસેમ્બરઃ ડાર્ક સ્પોટ ખતમ કરવા માટે 2.10 લાખ સ્ટ્રીટ લાઈટ લગાવવાનું કામ શરૂ. તેને લગાવવામાં આવ્યા છે.
5 જાન્યુઆરીઃ 152 નવા મહોલ્લા ક્લિનિક શરૂ કરવામાં આવ્યા. આ સાથે જ દિલ્હીમાં મહોલ્લા ક્લિનિકની સંખ્યા વધીને 450 થઈ ગઈ છે. જ્યારે આપે 1000 મહોલ્લા ક્લિનિક બનાવ્યાનો દાવો કર્યો છે.

X
The Kejriwal government made 23 announcements 70 days in advance of the code of conduct, one advertisement every 3 days
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ (ફાઈલ ફોટો)દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ (ફાઈલ ફોટો)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી