તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The First Monsoon Departure For The First Time In 60 Years 15 Days Late, Heavy Rains In 20 States

60 વર્ષમાં પહેલી વખત ચોમાસાની વિદાય 15 દિવસ મોડી, 20 રાજ્યમાં ભારે વરસાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીર હૈદરાબાદની છે. અહીં કોલોનીઓમાં પાણી ભરાયાં છે. - Divya Bhaskar
તસવીર હૈદરાબાદની છે. અહીં કોલોનીઓમાં પાણી ભરાયાં છે.
  • દેશમાં 24 કલાકમાં વરસાદ સંબંધી દુર્ઘટનાઓમાં 50થી વધુ મોત
  • બિહાર, મધ્યપ્રદેશ, પ.બંગાળ, મહારાષ્ટ્ર, આંધ્ર, તેલંગાણા, ગુજરાતમાં વરસાદ
  • પૂર્વ ઉત્તરપ્રદેશમાં 24 કલાકમાં 40 લોકોનાં મોત, 10 જિલ્લામાં સ્કૂલોમાં રજા
  • મોનસૂનના 120 દિવસ, અત્યાર સુધીમાં દેશનાં 16 રાજ્યમાં સામાન્ય વરસાદ, 11માં વધુ

નવી દિલ્હી/લખનઉ/મુંબઇ: પાછું ફરતું ચોમાસુ ઘણાં રાજ્યોમાં લોકો માટે જીવલેણ બની ગયું છે. દેશનાં 20થી વધુ રાજ્યોમાં 2 દિવસથી ભારે વરસાદ થઇ રહ્યો છે. તેના કારણે અત્યાર સુધીમાં 50થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. એકલા પૂર્વ ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધી દુર્ઘટનાઓમાં 40 લોકોના જીવ ગયા છે. લખનઉ, વારાણસી, ગોરખપુર અને ફૈજાબાદ સહિત ઘણા જિલ્લામાં 3 દિવસથી વરસાદ થઇ રહ્યો છે. અહીં સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઇ છે જ્યારે તેલંગાણામાં ભારે વરસાદથી હૈદરાબાદ અને આસપાસમાં પૂર જેવી સ્થિતિ છે. અહીં વરસાદથી 3 લોકોનાં મોત થયાં છે. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ છે. પૂણેમાં મૃતકોની સંખ્યા 20 થઇ છે. સપ્ટેમ્બરનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે છતાં એવું લાગી રહ્યું છે કે જાણે મોનસૂનની શરૂઆત થઇ હોય. 60 વર્ષમાં પહેલી વાર આ વર્ષે મોનસૂન 15 દિવસ મોડું પાછું ફરવાનું અનુમાન છે. આ વખતે મોનસૂન 15 ઓક્ટોબર સુધી સક્રિય રહી શકે છે. આ અગાઉ 1960માં મોનસૂન આટલો સમય સક્રિય રહ્યું હતું. 

બંગાળના અખાતમાં લો પ્રેશર ઝોન કારણભૂત
બંગાળના અખાતમાં લો પ્રેશર ઝોન બનતાં તેલંગાણા અને દક્ષિણ ભારતના અન્ય ભાગોમાં અસામાન્ય વરસાદ થઇ રહ્યો છે. તદુપરાંત, મહારાષ્ટ્રના તટીય, ગોવા-કર્ણાટક અને ગુજરાતના પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર તથા આસપાસના ક્ષેત્રોમાં ચક્રવાતી પવનના કારણે ઉત્તર-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમના રાજ્યોમાં વરસાદ ચાલુ છે.

આગળ શું: 18 રાજ્યમાં 2 દિવસ વરસાદનું એલર્ટ
યુપી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, કર્ણાટક, ગોવા, કેરળ, ગુજરાત, હિમાચલ, ઉત્તરાખંડ, પ.બંગાળ, તેલંગાણા, છત્તીસગઢમાં આગામી 2 દિવસ વરસાદનું એલર્ટ છે. 29 સપ્ટેમ્બરે બિહારમાં ભારે વરસાદ થઇ શકે છે. શનિવારે અમુક ભાગોમાં તો અતિ ભારે વરસાદ થઇ શકે છે.

મોનસૂન: દેશભરમાં સામાન્યથી 7% વધુ વરસાદ
દેશભરમાં અત્યાર સુધીમાં 931.6 મિ.મી. વરસાદ થયો જ્યારે સામાન્ય વરસાદનો ક્વોટા 869.4 મિ.મી. હોય છે. મતલબ કે 7% વધુ વરસાદ થયો છે. દેશનાં 11 રાજ્યમાં સરેરાશથી વધુ જ્યારે 16 રાજ્યમાં સામાન્ય અને 8 રાજ્યમાં ઓછો વરસાદ થયો છે.

અગાઉ: 1 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાય શરૂ થઇ જતી
દેશમાંથી મોનસૂનની વિદાય પશ્ચિમી રાજસ્થાનથી 1 સપ્ટેમ્બરની આસપાસ શરૂ થઇ જાય છે પણ આ વખતે પશ્ચિમી રાજસ્થાનમાં જ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં વરસાદ ચાલુ છે.