ભોપાલ / 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના આરોપીને ફાંસીની સજા, 32 દિવસમાં નિર્ણય લેવાયો

  • ભોપાલના કમલાનગર વિસ્તારમાં 8મી જૂને બાળકીને હત્યા કરાઈ, બીજા દિવસે લાશ નાળામાંથી મળી આવી
  • નિર્ણય પહેલા જજે આરોપીને પુછ્યું તારે કંઈ કહેવું છે, આરોપીએ કંઈ કહેવાથી ઈન્કાર કરી દીધો 

Divyabhaskar.com

Jul 11, 2019, 03:41 PM IST

ભોપાલઃ સુપ્રીમ કોર્ટે 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના દોષીને ફાંસીની સજા સંભળાવી છે. આ કેસની સુનાવણીમાં કોર્ટે ગણતરીના દિવસોમાં જ નિર્ણય સંભળાવી દીધો છે. સજાની જાહેરાત પહેલા જજ કુમુદિની પટેલ આરોપીને પુછ્યું હતું કે, તેને પોતાના પક્ષમાં કંઈ કહેવું છે તો તેને જવાબમાં- કંઈ જ કહેવાનો ઈન્કાર કર્યો હતો. રાજધાની કમલાનગરમાં 8 જુને બાળકી સાથે ક્રુરતાભર્યુ કૃત્ય કરવામાં આવ્યું હતું. જેના બીજા દિવસે આ માસુમની લાશ નાળાની બાજુમાં મળી આવી હતી.

બુધવારે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે વિષ્ણુ બામોરે દોષી જાહેર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કોર્ટ પરિસરની બહાર બાળકના પરિવારજનો અને તમામ લોકો હાજર હતા. દોષી પર હુમલાની આશંકાને કારણે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.

પોલીસે 108 પાનનું ચલણ રજુ કર્યુંઃ આ મામલામાં પોલીસે 17 જુને કોર્ટમાં 108 પેજનું ચલણ રજુ કર્યું હતું. 19 જૂને કોર્ટમાં આરોપ સાબિત થયા હતા.પોલીસે 40 લોકોને સાક્ષી બનાવ્યા હતા. કોર્ટે વિષ્ણુ બામોરેને બાળકી સાથે બળજબરી સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા અને ત્યારબાદ તેની હત્યા કરવાના કેસમાં દોષી માન્યો છે.

પોલીસે કહ્યું હતું કે, એક મહીનામાં સજા અપવાશેઃ ભોપાલ પોલીસે ઘટના બાદ વિષ્ણુ બામોરાની ખંડવાથી ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું હતું કે, આ કેસમાં એક મહીનામાં દોષીને સજા આપવાનો પ્રયાસ કરવામાં આવશે. આ વાતને જોતા ધરપકડ બાદ તરત ચલણ રજુ કર્યું હતું.

8મી જુને આ ઘટના બની હતીઃ રાજધાનીના કમલાનગરમાં બાળકીની 8મી જૂને દુષ્કર્મ બાદ હત્યા કરી દેવાઈ હતી. આગામી દિવસ એટલે કે 9મી જૂને બાળકીની લાશ મળી આવી હતી. દોષી વિષ્ણુ બાળકીના પાડોશમાં જ રહેતો હતો. બાળકી ઘરેથી સામાન લેવા માટે બહાર નીકળી હતી, ત્યારે જ આરોપી તેને પોતાના ઘરે લઈ ગયો હતો. પોલીસને વિષ્ણુના ઘરેથી બાળકીની બંગડીઓ અને અન્ય પુરાવાઓ મળી આવ્યા છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી