તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Election Commission Will Announce The Dates Of The Assembly Elections In Delhi Today At 3.30 Pm

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી, 11 ફેબ્રુઆરીએ મતગણતરી થશે, આચારસંહિતા અમલી બની

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2015માં ચૂંટણીપંચે 12 જાન્યુઆરીએ દિલ્હીમાં ચૂંટણીની જાહેરાત કરી હતી, 7 ફેબ્રુઆરીએ મતદાન થયું, 10 ફેબ્રુઆરીએ પરિણામ આવ્યું હતું
  • ગત ચૂંટણીમાં AAPને 70માંથી 67 સીટ મળી હતી, ભાજપે ત્રણ સીટી જીતી હતી, જ્યારે કોંગ્રેસને એક પણ સીટ મળી ન હતી

નવી દિલ્હી: ચૂંટણીપંચે દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઇને જાહેરાત કરી હતી. દિલ્હીમાં 14 જાન્યુઆરી 2020એ જાહેરનામુ બહાર પડશે. ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ 21 જાન્યુઆરી છે. 22 જાન્યુઆરીએ ઉમેદવારીની ચકાસણી થશે. ચૂંટણી 8 ફેબ્રુઆરીએ શનિવારે યોજાશે.મતગણતરી 11 ફેબ્રુઆરીએ થશે. આ ચૂંટણી એક તબક્કામાં યોજાશે.
ચીફ ઇલેક્શન કમિશ્નર સુનીલ અરોરાએ જાહેરાત સમયે કહ્યું કે 13797 પોલીંગ બુથ બનાવવામાં આવ્યા છે. આયોગે ચૂંટણીની તૈયારી પૂર્ણ કરી છે. મીડિયા મોનિટરીંગ ટીમ બનાવવામાં આવી છે. આ ચૂંટણી પ્રક્રિયામાં 90 હજાર કર્મચારીઓની જરૂરત પડશે. સિનીયર સિટીઝન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 80 વર્ષની ઉપરના સિનિયર સીટીઝન પોસ્ટલ બેલેટથી પણ વોટીંગ કરી શકે છે જેના માટે તેમને નવું ફોર્મ ભરવું પડશે.દિલ્હીમાં 1 કરોડ 46 લાખ મતદાર છે. હવે આચારસંહિતા દિલ્હીમાં લાગૂ થઇ જશે. સુનીલ અરોરાએ જણાવ્યું કે કેન્દ્રીય બજેટમાં આ રાજ્યને લગતી કોઇ જાહેરાત નહી કરી શકાય જેનાથી મતદારો પર પ્રભાવ પડે અને સત્તાપક્ષને ફાયદો થાય. 
2015માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 70માંથી 67 સીટ મળી હતી. ભાજપે ત્રણ સીટ જીતી હતી જ્યારે કોંગ્રેસને એક પણ સીટ મળી ન હતી. 2015માં ચૂંટણીપંચે 12 જાન્યુઆરીએ દિલ્હીમાં ચૂંટણીની જાહેરાત કરી હતી, 7 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને 10 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થયા હતા. 

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2015નું પરિણામ (કુલ સીટ- 70)
આમ આદમી પાર્ટી- 67 સીટ, વોટ શેર-54.30 ટકા
ભાજપ- 3 સીટ , વોટ શેર- 32.10 ટકા
કોંગ્રેસ- 0, વોટ શેર- 9.60 ટકા
કુલ મતદાર- 1,33,13,295
મત પડ્યાં- 89,36,159 (67.1%)

દિલ્હી લોકસભા ચૂંટણી 2019નું પરિણામ (7 સીટ)
ભાજપ- 7 સીટ, વોટ શેર- 56.50 ટકા
આપ- 0, વોટ શેર- 18.10 ટકા
કોંગ્રેસ- 0, વોટ શેર- 22.50 ટકા
કુલ મતદાર- 1,43,16,453
મત પડ્યાં- 86,79,012 (60.6%)

પ્રિ-પોલમાં દિલ્હીમાં ફરી એકવાર કેજરીવાલ સરકારને સત્તા મળશે એવો દાવો કરાયો
દિલ્હી વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. અહીંની તમામ 70 બેઠક માટે આઠમી ફેબ્રુઆરીએ મતદાન થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામો જાહેર કરાશે. આ ચૂંટણીની જાહેરાત સાથે જ ઠંડીના માહોલમાં દિલ્હીના રાજકીય ગલિયારામાં ગરમાવો વ્યાપી ગયો છે.  પ્રિ-પોલમાં દિલ્હીમાં ફરી એકવાર કેજરીવાલ સરકારને સત્તા મળશે એવો દાવો કરાયો છે.  

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો