• Home
  • National
  • The country's first underwater metro to run in Kolkata, a 66 day tunnel; Half an hour journey in 1 minute

બંગાળ / કોલકાતામાં દોડશે દેશની પહેલી અંડરવોટર મેટ્રો, 66 દિવસમાં ટનલ બનાવાઈ; અડધા કલાકની સફર 1 મિનિટમાં

  • 13 દેશોના અંડરવોટર ટનલ પ્રોજેક્ટનો અભ્યાસ કર્યો, ડિઝાઈનિંગ અને પ્લાનિંગમાં જ એક વર્ષનો સમય લાગ્યો 
  • નદીના પાણીનું પ્રેશર સહન કરનારા મશીન જર્મનીથી મંગાવ્યા, ત્રણ શિફ્ટમાં 1500 લોકોએ થાક્યા વગર અને અટક્યા વગર કામ કર્યું

Divyabhaskar.com

Jan 29, 2020, 01:40 PM IST

હાવડાથી શરદ પાન્ડેયઃ દેશની પહેલી અંડરવોટર ટનલ લગભગ 66 દિવસમાં બનીને તૈયાર થઈ ગઈ છે. આ ટનલ કોલકાતામાં હુગલી નદીમાં 36 મીટરના ઊંડાણમાં બનાવાઈ છે.520 મીટર લાંબી ટનલને પાર કરવામાં લગભગ 1 મિનિટનો સમય લાગશે. દરરોજ 9 લાખ લોકો આ રૂટ પર મુસાફરી કરી શકશે. હાલ હાવડા પુલને ફેરની મદદથી પાર કરવો પડે છે. જેમાં 30 મિનિટ લાગે છે. આ ટનલ કોલકાતાને હાવડા સાથે જોડશે, જેનો ખર્ચ 8,572 કરોડ રૂપિયા છે.

આ પ્રોજેક્ટના ચીફ એન્જિનીયર વિશ્વનાથ દીવાનજીએ જણાવ્યું કે, આપણે આના માટે 13 દેશોના અંડરવોટર ટનલ પ્રોજેક્ટનો અભ્યાસ કર્યો હતો. તેમના એન્જિનીયરો પાસેથી પડકાર અને જોખમની સમજણ મેળવી. ટનલની ડિઝાઈનિંગ અને પ્લાનિંગમાં જ લગભગ એક વર્ષનો સમય લાગી ગયો હતો. મજબૂત પ્લાનિંગનું પરિણામ એ રહ્યું કે, 520 મીટર લાંબી ટનલ બનાવવામાં લગભગ 66 દિવસ લાગ્યા હતા. એક પણ દુર્ઘટના ઘટી ન હતી. આ પ્રોજેક્ટ જેટલો મોટો હતો, પડકારો પણ એટલા જ મોટા હતા. સૌથી મોટો પડકાર તો એ જ હતો કે નિર્માણ વખતે પાણીનું એક ટીંપુ પણ ટનલમાં ન પહોંચે. જેના માટે ચાર સ્તરીય સુરક્ષા કવચ બનાવાયું છે.

જર્મનીથી નદીના પાણીનું પ્રેશર સહન કરનારું મશીન લવાયું
આ કામ માટે આવા મશીનની જરૂર હતી, જે ઉપરથી આવનારા નદીના પાણીનું પ્રેશર સહન કરી શકે અને આ આપણે જર્મનીમાંથી બનાવડાવ્યું છે. જેના માટે ત્રણ શિફ્ટમાં 1500 લોકોએ થાક્યા અને અટક્યા વગર કામ કર્યું. દરેક દિવસે 150 ટ્રક કાટમાળ કાઢવામાં આવ્યો જેથી કામ અટકે નહીં. નદીમાં 36 મીટરના ઊંડાણમાં વધતા તાપમાન અને ઓક્સિજનની અછત પણ એક મોટો પડકાર હતો. જેના માટે અલગથી ઓક્સિજન નાંખવામાં આવ્યું હતું. આ તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ નીચે સુધી જાય છે, જેનાથી વાતાવરણ બહું ગરમ થઈ જાય છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી