અનુચ્છેદ 370 / કેન્દ્ર સરકાર આ સપ્તાહે 36 મંત્રીઓને કાશ્મીર મોકલશે; વિશેષ દરજ્જો ખતમ કરવાના ફાયદા જણાવશે

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

  • તમામ મંત્રી 18 જાન્યુઆરીથી એક સપ્તાહ માટે કાશ્મીર અને જમ્મુના અલગ અલગ સ્થળોની મુલાકાત લેશે
  • માત્ર પાંચ મંત્રી ઘાટ જશે જ્યારે અન્ય મંત્રી જમ્મુના જિલ્લામાં લોકો સાથે વાતચીત કરશે

Divyabhaskar.com

Jan 16, 2020, 11:43 AM IST

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પહેલી વખત સ્થિતિની સમીક્ષા કરવા અને લોકો સાથે સંપર્ક વધારવા માટે મોદી સરકાર 36 મંત્રીઓને આ સપ્તાહે ઘાટીમાં મોકલી રહી છે. મંત્રીઓનો આ પ્રવાસ 18મી જાન્યુઆરી એ શરૂ થશે. કાશ્મીર ઘાટીમાં માત્ર પાંચ મંત્રી જી કિશન રેડ્ડી, રવિશંકર પ્રસાદ, શ્રીપદ નાઈક, નિરંજન જ્યોતિ અને રમેશ પોખરિયાલ લોકોને સંબોધિત કરશે, સાથે જ અન્ય મંત્રીઓ જમ્મુના વિવિધ જિલ્લાઓની મુલાકાત લેશે. ગત વર્ષે 5 ઓગસ્ટે વિશેષ દરજ્જો ખતમ કર્યા બાદથી સરકાર કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય કરવામાં લાગી ગઈ છે. 15 જાન્યુઆરીથી અહીંયા ઈન્ટરનેટ અને બ્રોડબેન્ડ સર્વિસ શરૂ કરી દેવાઈ હતી.

જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમે 14 જાન્યુઆરીએ ગૃહ રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીને પત્રમાં કહ્યું કે, અમિત શાહજીની ઈચ્છા છે કેન્દ્રીય મંત્રીપરિષદના તમામ સભ્યો આ યાત્રા માટે ચુકવણી કરે. આ પ્રવાસનો હેતું રાજ્યના લોકોને અનુચ્છેદ 370 હટાવ્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલા કાર્યક્રમો અંગે જણાવવાનું છે. રેડ્ડી 22 જાન્યુઆરીના રોડ ગાંદરબલની યાત્રા કરશે અને બીજા દિવસે મણિગમ જશે. કેન્દ્રી કાયદા મંત્રી રવિશકંર પ્રસાદ 24 જાન્યુઆરીએ બારામૂલા જશે. પોખરિયાલ, નાઈક અને નિરંજન જ્યોતિ શ્રીનગરમાં લોકો સાથે વાતચીત કરશે.

તમામ મંત્રી કાશ્મીરના 59 સ્થળો પર લોકો સાથે વાતચીત કરશે
મહિલા તથા બાલ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની 19 જાન્યુઆરીએ કટરા અને રિયાસી જિલ્લા પંથલ વિસ્તારની મુલાકાત લેશે. જનરલ વીકે સિંહ 20 જાન્યુઆરીએ ઉધમપુરના ટિકરી જશે. સ્પોર્ટ્સ મંત્રી કિરણ રિજિજૂ જમ્મુના સુચેતગઢ જશે.તમામ મંત્રીઓને મેઈલ કરીને વિકાસ સંબંધિત પ્રવૃત્તિઓ અંગે માહિતગાર કરાયા છે અને તેમણે રાજ્યના મુખ્ય સચિવને તેમના કાર્યક્રમ વિશે સૂચિત કરવાનું કહેવાયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ લોકો સાથે સીધી વાત કરવા માટે સરકારના આુટરીચ કાર્યક્રમનો જ એક ભાગ છે.

X
ફાઈલ તસવીરફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી