દિલ્હી / જવાહિરીની ધમકીઓને ગંભીરતાથી ન લો, સેના તેની સાન ઠેકાણે લાવવા સક્ષમ: વિદેશ મંત્રાલય

અલ જવાહિરી
અલ જવાહિરી

  • જવાહિરીએ કહ્યું હતું- જેહાદની લડાઇ સ્થાનિક નહીં પરંતુ દુનિયાભરના મુસ્લિમ સમુદાયની છે
  • જેહાદીઓ સામે ભસ્યો- ભારતીય સેના અને સરકારને લગાતાર પરેશાન કરતા રહો

Divyabhaskar.com

Jul 11, 2019, 07:29 PM IST

નવી દિલ્હી: વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ગુરવારે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી. આ દરમિયાન તેમણે અલકાયદાના આતંકવાદી અને લીડર જવાહિરીના વીડિઓ પર કહ્યું-આવી ધમકીઓ અમે આપણે સાંભળતા રહ્યાં છીએ પણ મને નથી લાગતું કે તેને ગંભીરતાથી લેવી જોઇએ. આપણા સુરક્ષાદળો અને સેના પર્યાપ્ત સાધનોથી સજ્જ છે. તેઓ દેશની એકતા અને અખંડતાને સ્થિર બનાવી રાખવામાં સક્ષમ છે.

આગળ રવીશ કુમારે જણાવ્યું- જેવુ અમે કહ્યું હતું અમેરિકી અધિકારીઓ સાથે બેઠક ચાલુ છે. ઓસાકામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત દરમિયાન આ બેઠક નક્કી થઇ હતી. તે અંતર્ગત બન્ને દેશના અધિકારી વેપાર સંબંધિત મામલાઓને પહોંચી વળવા માટે સક્ષમ છે.

પાકિસ્તાન જેહાદીઓની મદદ માટે તૈયાર

હકીકતમાં બુધવારે અમરિકાની સંસ્થાએ એક લેખ પ્રકાશિત કર્યો હતો. તે એક વીડિઓ પર આધારિત હતો જેને આતંકી સંગઠન અલ-શબાબે જાહેર કર્યો હતો. તેમાં અલકાયદાના હેડ અલ જવાહિરીએ કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ વધારવાની માગ કરી હતી. જવાહિરીનો દાવો હતો - ભારતીય સેના અને સરકારને પરેશાન કરવા માટે પાકિસ્તાન દરેક પ્રકારની મદદ માટે તૈયાર છે.

અલકાયદા કાશ્મીરીઓને સેના વિરુદ્ધ ઉભા કરી રહ્યું છે- થોમસ

અમેરિકન સંસ્થાનું નામ ફાઉન્ડેશન ફોર ડિફેન્સ ઓફ ડેમેક્રેસીઝ છે. થોમસ જોસલિને તેના લોન્ગ વોર જર્નલમાં લખ્યું હતું. જોકે અલ શબાબ દ્વારા જાહેર થયેલા વીડિઓમાં આતંકી જાકિર મૂસા દેખાણો હતો જેને સેનાએ મેમાં મારી નાખ્યો હતો. થોમસ પ્રમણે અલકાયદા કાશ્મીરમાં એક એવુ ગ્રુપ તૈયાર કરી રહ્યં છે જે જેહાદને હવા આપી સ્થાનિક લોકોને ભારતીય સેના વિરુદ્ધ ઉભા કરશે.

X
અલ જવાહિરીઅલ જવાહિરી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી