દર્શન / અમરનાથ તીર્થ યાત્રા 23 જૂનથી શરૂ થશે, 3 ઓગસ્ટ રક્ષાબંધનના દિવસે પૂર્ણ થશે

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

  • અમરનાથના દર્શન 21 જૂનના રોજ સુર્ય ગ્રહણના બે દિવસ બાદ શરૂ થશે
  • સરકાર અમરનાથ યાત્રા માટે સુરક્ષાની વિશેષ વ્યવસ્થા કરી રહી છે

Divyabhaskar.com

Feb 14, 2020, 08:53 PM IST

નવી દિલ્હીઃ અમરનાથ યાત્રા 23મી જૂન,આષાઢ સુદ બીજથી શરૂ થશે અને 3,ઓગસ્ટ,2020ના રોજ એટલે કે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થશે. જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ અને શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડના અધ્યક્ષ ગિરીશ ચંદ્ર મુર્મૂએ જમ્મુમાં આયોજીત 37મી બોર્ડ બેઠકમાં આ અંગેની તારીખોની જાહેરાત કરી છે. પ્રત્યેક વર્ષ ચોક્કસ સમયગાળા માટે અમરનાથ ગુફાને દર્શન માટે ખોલવામાં આવે છે. આ વર્ષ અષાઢી બીજથી રક્ષાબંધન સુધી શ્રદ્ધાળુઓ અહીં બાબા અમરનાથના દર્શન માટે પહોંચે છે.
આ વખતે અષાઢ મહિનાની પૂર્ણિમા 21 જૂનના રોજ છે, પણ આ દિવસે સૂર્યગ્રહણ છે. સંભવતઃ આ કારણથી અમરનાથ દર્શન બે દિવસ બાદ 23મી જૂનથી શરૂ થશે. અલબત, અત્યારે અમરનાથ શ્રાઈન બોર્ડ તરફથી આ અંગે કોઈ જ સ્પષ્ટતા આપવામાં આવી નથી. ગત વર્ષ કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટાવવા માટે નિર્ણય કરવાનો હોવાથી આ યાત્રા અધવચ્ચે જ મોકૂફ રાખી દેવામાં આવી હતી. તેને લીધે અનેક શ્રદ્ધાળુઓ દર્શન કર્યા વગર જ પરત ફર્યા હતા. આ વખતે યાત્રાને લઈ વિશેષ વ્યવસ્થા કરવા પર ભાર આપવામાં આવ્યો છે.

બરફ જામવાથી તૈયાર થાય છે 10-12 ફૂટ ઉંચુ શિવલિંગ

અમરનાથ ગુફાનો ઈતિહાસ હજારો વર્ષ જૂનો છે. અહીં બરફના પાણીના ટીંપા સતત ટપકતા રહે છે, જેથી 10-12 ફૂટ ઉંચું શિવલિંગ બને છે. અમરનાથ શિવલિંગની ઉંચાઈ ચંદ્ર કળાની સાથે વધઘટ થતી રહે છે. પૂર્ણિમાના દિવસે શિવલિંગ તેના સંપૂર્ણ આકારમાં હોય છે. જ્યારે અમાવાસના દિવસે શિવલિંગનો આકાર નાનો થઈ જાય છે. ચંદ્રકળામાં થતા ફેરફારની સાથે આ ફેરફાર થાય છે.

150 ફૂટ ઉંચી છે અમરનાથ ગુફા

અમરનાથ ગુફા શ્રીનગરથી આશરે 145 કિલોમીટર અંતરે છે. આ ગુફા 150 ફૂટ ઉંચી અને આશરે 90 ફૂટ લાંબી છે.આ ગુફા હિમાલય પર્વત પર આશરે 4000 મીટરની ઉંચાઈ પર આવેલી છે.શિવલિંગ કુદરતી સ્વરૂપે તેના નિયત સમયે જ બને છે.


X
ફાઈલ ફોટોફાઈલ ફોટો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી