તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Accused Broke The Rules 23 Times In Jail, With Three Accused Making More Than One Lakh

આરોપીઓએ જેલમાં 23 વખત નિયમો તોડ્યા, ત્રણ આરોપીએ 1.37 લાખની કમાણી કરી

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપી મુકેશે મજૂરી કરવાની ના પાડી દીધી હતી, ત્રણ આરોપીએ 1 લાખથી વધારે રૂપિયાની કમાણી કરી
  • પિતા સાથેની મુલાકાત બાદ વિનય એકદમ બેબાકળો, પરિવારજનોને 2 વખત મળવાની મંજૂરી

નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ કેસના ચાર આરોપીઓ જેમની ફાંસીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, તેમણે છેલ્લા સાત વર્ષ તિહાર જેલમાં રહીને 1,37,000 રૂપિયાની કમાણી કરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ ચારેયે 23 વખત જેલના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. 

વિનયે સૌથી વધારે 11 વખત નિયમ તોડ્યા
વિનયને જેલના નિયમો તોડવા માટે 11 વખત સજા મળી છે, જ્યારે અક્ષયને એક વખત સજા આપવામાં આવી હતી. તો બીજી બાજુ મુકેશે ત્રણ વખત અને પવને આઠ વખત જેલના નિયમનું ઉલ્લંઘન કર્યું હતું. જેલમાં મુકેશે મજૂરી કરવાની ના પાડી દીધી હતી. પણ બીજા ત્રણ આરોપી અક્ષયે મહેનાતાણા રૂપે 69,000 રૂપિયા, પવને 29 હજાર અને વિનયે 39 હજાર રૂપિયાની કમાણી કરી હતી. 

ત્રણ આરોપીએ 10માં ધોરણમાં એડમિશન લીધું
વર્ષ 2016માં ત્રણ આરોપી મુકેશ, પવન અને અક્ષયે 10માં ધોરણમાં એડમિશન લીધું, પણ ત્રણેયમાંથી એક પણ પરીક્ષા પાસ કરી શક્યા ન હતા. વિનયે વર્ષ 2015માં સ્નાતકનું એડમિશન લીધું, પણ તે અભ્યાસ પુરો ન કરી શક્યો. આરોપીઓના પરિવારજનોને ફાંસી પહેલા બે વખત મળવાની મંજૂરી આપવામાં આવી છે. વિનય સૌથી વધારે ગભરાયેલો છે. તેના પિતા મંગળવારે તેને મળવા માટે આવ્યા હતા. 

ચારેયને 22મી જાન્યુઆરીએ ફાંસી અપાશે
અક્ષય ઠાકુર સિંહ, મુકેશ, પવન ગુપ્તા અને વિનય કુમારે વર્ષ 2012માં દિલ્હીમાં એક મેડિકલની વિદ્યાર્થીની પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ચારેય નરાધમોને 22મી જાન્યુઆરીએ સવારે સાત વાગ્યે ફાંસીના ગાળીએ લટકાવવાનું ડેથવોરંટ કોર્ટે જાહેર કરી દીધું છે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો