કાશ્મીરમાં નવરાત્રિની પૂર્વ સંધ્યાએ 3 સ્થળે હુમલા, 4 આતંકી ઠાર મરાયા, એક જવાન શહીદ થયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
DIG પીસી ઝાએ કહ્યું- સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે - Divya Bhaskar
DIG પીસી ઝાએ કહ્યું- સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે
  • સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ગ્રેનેડથી હુમલો કર્યો
  • કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં લઇને શ્રીનગરના પાંચ વિસ્તારમાં શુક્રવારથી કલમ 144 લાગૂ
  • એક પરિવારના મોભીને આતંકીઓએ બંધક બનાવ્યો, આર્મીએ તેમને આતંકીઓના કબજામાંથી છોડાવ્યા

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના 54મા દિવસે શનિવારે આતંકીઓએ એક સાથે ત્રણ નાપાક હુમલા કર્યા. પરંતુ સુરક્ષાદળોએ તેને નિષ્ફળ બનાવી દીધા. નવરાત્રિની પૂર્વ સંધ્યાએ ખીણના રામબન, શ્રીનગર અને ગંદરબલમાં આતંકીઓએ સુરક્ષાબળોને ટાર્ગેટ બનાવ્યા હતા. પરંતુ તેમનું ષડયંત્ર નિષ્ફળ બનાવી દેવાયું. જવાનોને સૌથી વધુ મહેનત રામબનમાં કરવી પડી જ્યાં આતંકીઓએ ભાજપના બૂથ અધ્યક્ષ વિજયકુમાર વર્માના પરિવારને બંધક બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સેનાએ તેમના પરિવારને આતંકીઓથી મુક્ત કરાવી ઘરમાં ઘૂસેલા ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. આ કાર્યવાહીમાં એક જવાન શહીદ થયા અને બે પોલીસકર્મી ઘાયલ થયા છે.  બીજુ એન્કાઉન્ટર ગંદરબલમાં થયું. ત્યાં સેનાએ એક આતંકીને ઠાર માર્યો. ત્રીજો હુમલો શ્રીનગર પાસે થયો હતો. જ્યાં આતંકીઓએ સીઆરપીએફના કાફલા પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. તેમાં કોઇ જાનહાનિ થઇ નથી. પરંતું તક જોઇ આતંકી ત્યાંથી ભાગી ગયા હતા. સેના પ્રવક્તા મુજબ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

ત્રણ આતંકીઓને ઠાર કર્યા બાદ આર્મીના જવાનોએ ઉજવણી કરી હતી  

CRPFના ડીઆઇજી પીસી ઝાએ જણાવ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ હાઇવે પાસે સુરક્ષાદળો પર ગ્રેનેડથી હુમલો કર્યો. આ દરમિયાન બન્ને તરફથી ગોળીબારી થઇ . ઘટના બાદ હાઇવે પર ટ્રાફિક રોકવામાં આવ્યો હતો. સ્થાનિક નાગરિકોએ જણાવ્યું કે આતંકીઓ સિવિલ ડ્રેસમાં હતા, તેમના હાથમાં બંદૂકો હતી. તેઓ ફાયરિંગ કરતા કરતા બટોટે બજાર પાસે એક ઘરમાં ઘૂસી ગયા હતા. આ દરમિયાન પરિવારના સભ્યો બહાર આવી ગયા હતા પરંતુ આતંકીઓએ પરિવારના મોભીને કેદ કરી લીધા હતા.   

શ્રીનગરમાં તકેદારીના ભાગરૂપે લાલ ચોક સીલ
 
સુરક્ષાદળોએ શુક્રવારે શ્રીનગરના લાલ ચોકને સીલ કરી દીધુ હતું. અધિકારીઓ પ્રમાણે જુમાની નમાજ માટે મસ્જિદો અને પ્રાર્થનાસ્થળો પર મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. આ દરમિયાન કાયદો વ્યવસ્થામાં કોઇ પ્રકારની સમસ્યા પેદા ન થાય એઠલા માટે તકેદારીના ભાગ રૂપે આ પગલું ભરવામાં આવ્યું હતુ. 
 

ટોળાએ વાહનમાં આગ લગાવી દીધી
ગુરુવારે સાંજે એક વ્યક્તિની ગાડી દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયા બાદ ઉશ્કેરાયેલા ટોળાએ બારામૂલા જિલ્લાના પટ્ટનમાં બીએસએફના એક વાહનમાં આગ લગાવી દીધી હતી. સેનાના અધિકારીઓ પ્રમાણે વાહનના ડ્રાઇવરને ભીડના હુમલામાં સામાન્ય ઇજાઓ પહોંચી હતી. તેને ઇલાજ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 
 

5 ઓગસ્ટના પહેલી વખત કાશ્મીરમાં પ્રતિબંધ લાગ્યા
 
કાશ્મીરમાં પહેલી વાર પ્રતિબંધ અનુચ્છેદ 370 હટાવ્યા બાદ 5 ઓગસ્ટના લાગ્યા હતા. સ્થિતિમાં સુધાર આવ્યા બાદ ચરણબદ્ધ રીતે કાશ્મીરના અમુક વિસ્તારોમાંથી પ્રતિબંધ હટાવવામાં આવ્યા હતા. અમુક સ્થાનો પર ટેલિકોમ સેવાઓ શરુ કરવામાં આવી છે. શુક્રવારો થનારા આયોજનો પર સરકાર વિશેષ નજર રાખી રહી છે જેથી આતંકીઓ તેનો ખોટો ઉપયોગ ન કરી શકે.

ડોભાલ કાશ્મીર પ્રવાસે, તમામ 105 પોલીસ મથક ક્ષેત્રમાં દિવસમાં પ્રતિબંધ હટાવાયા
એનએએસ એજિત ડોભાલ બુધવારે કાશ્મીરના પ્રવાસે હતા. સુરક્ષા સંબંધી બેઠકો પછી કાશ્મીરના તમામ 105 પોલીસ મથક ક્ષેત્રોમાંથી દિવસના સમયે પ્રતિબંધો હટાવી લેવાયા છે. પરંતુ સ્કૂલ હજુ પણ બંધ, માત્ર શિક્ષકો અને કર્મચારી આવે છે. 19 ઓગસ્ટે સ્કૂલ ખોલવાના આદેશ અપાયા હતા. 70 ટકા સ્કૂલ ખૂલી પણ હતી. પરંતુ તેમાં હજુ સુધી માત્ર શિક્ષકો અને સ્ટાફ જ આવે છે. બાળકો દેખાતા નથી. ખાનગી સ્કૂલો પણ સંપૂર્ણપણે બંધ છે.