રાજસ્થાન / જયપુરમાં બે પક્ષમાં અથડામણ પછી હિંસા, 15 વિસ્તારોમાં કર્ફ્યુ, આજે ઈન્ટરનેટ બંધ

Tension Erupts Again in Jaipur, Section 144 in Galta Gate, Ramgarh, Subhash Chowk, internet shut down today

  • જયપુરમાં મંગળવારે રાતે બે પક્ષ વચ્ચે મારામારી થઈ હતી, 30 વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી
  • હિંસક ભીડ પર નિયંત્રણ મેળવવા માટે પોલીસે અશ્રુ ગેસના સેલ છોડ્યા હતા, લાઠીચાર્જ પણ કર્યો
  • શહેરમાં મોટી સંખ્યામાં સેના તહેનાત કરાઈ, 13 લોકોની ધરપકડ કરાઈ

Divyabhaskar.com

Aug 14, 2019, 01:48 PM IST

જયપુર: રાજસ્થાનના પાટનગર જયપુરમાં બે ગ્રૂપ વચ્ચે રવિવારથી શરૂ થયેલા વિવાદમાં મંગળવારે રાત્રે ફરી હિંસા ભડકી હતી. શહેરના રાવલજી ચોક અને બદનપુરા વિસ્તારમાં બંને પક્ષ સામસામે આવી ગયા હતા. એક પક્ષના લોકોએ ઝઘડા પછી પથ્થરમારો કર્યો હતો અને 30થી વધારે વાહનોમાં તોડફોડ કરી દીધી હતી. પથ્થરમારામાં અંદાજે 10 લોકો ઘાયલ થયા હતા. શહેરના 15 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. આજે અહીં ઈન્ટરનેટ સર્વિસ પણ બંધ કરી દેવામાં આવી છે.

ઉગ્ર ભીડ પર નિયંત્રણ મેળવવા માટે વધારાનું સૈન્ય બોલાવવામાં આવ્યું હતું. પોલીસે ઉપદ્રવીયો પર અશ્રૃગેસના સેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ પણ કર્યો હતો. શહેરના ઘણાં વિસ્તારમાં મોટી માત્રામાં પોલીસ તહેનાત કરવામાં આવી છે. પોલીસે અત્યાર સુધી કુલ 13 લોકોની ધરપકડ કરી છે.

મોટાભાગના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરાઈ
પોલીસ કમિશનર આનંદ શ્રીવાસ્તવે જણાવ્યું કે, ગલતાગેટ, રામગંજ , સુભાષચોક, માણેક ચોક, બ્રહ્મપુરી, કોતવાલી, સંજય સર્કિલ, નાહરગઢ, શાસ્ત્રીનગર, ભટ્ટા વસ્તી, આદર્શનગર, મોતીડૂંગરી, લાલકોઠી, ટીપીનગર અને જવાહર નગર વિસ્તારમાં કલમ 144 લાગુ કરાઈ છે.

ઘણા વિસ્તારોમાં છાવણીમાં ફેરવાયા
11 ઓગષ્ટે ચાર દરવાજા પાસે આવેલા શિવ મંદિરમાં પૂજા કરી રહેલા લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ વિસ્તારમાં તણાવની વધ્યો હતો. સોમવારે રાતે પરિસ્થિતી વધું ઉગ્ર બની હતી. ભીડને કાબુ કરવા માટે ટીઅર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં પોલીસબળને તહેનાત કરવામાં આવ્યું હતું. મંગળવાર સવારે આ લોકોએ ગલતા ગેટ વિસ્તારમાં એક ધાર્મિક સ્થળ પર પથ્થરમારો કર્યો હતો. રાતે 10.30વાગ્યે બન્ને પક્ષો વચ્ચે બોલાચાલી અને તણાવ વધ્યો હતો.

X
Tension Erupts Again in Jaipur, Section 144 in Galta Gate, Ramgarh, Subhash Chowk, internet shut down today
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી