તેજપ્રતાપની પત્ની એશ્વર્યાનો આરોપ- રાબડીએ ધક્કો મારીને ઘરમાંથી ધકેલી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એશ્વર્યાએ સાસુ રાબડી દેવી, નણંદ મીસા ભારતી પર ગંભીર આરોપો લગાવ્યો, પોલીસ કેસ કરવાની તૈયારીમાં
  • એશ્વર્યાએ કહ્યું- સાસરીમાં ચાર મહિનાથી જમવાનું નહોતું આપતા, પિયરથી જમવાનું આવતું હતું

પટનાઃ RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજપ્રતાપ યાદવ અને એશ્વર્યા રાય વચ્ચે ડિવોર્સનો ઝઘડો કોર્ટની સાથે સાથે પોલીસસ્ટેશન પણ પહોંચી ગયો છે. રવિવારે એશ્વર્યા પહેલી વખત મીડિયા સામે આવી હતી. તેમણે લાલુના પરિવાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જોકે, તેમણે તેજસ્વીનું એક પણ વખત નામ નહોતું લીધું. 
બપોરે રાબડી દેવીના નિવાસસ્થાને હાઈવોલ્ટેજ ડ્રામા થયો હતો. પરિસ્થિતી એટલી હદે બગડી ગઈ કે પોલીસે વચ્ચે પડવું પડ્યું. સચિવાલય પોલીસ સ્ટેશન આ અંગે એફઆરઆઈ કરવાની તૈયારી કરી રહી છે. 

એશ્વર્યાને રસોડામાં જવા દેવાતી ન હતી, નોકરે ફોન લઈ લીધો 
એશ્વર્યા પોતાની સાસું રાબડી દેવી પર આરોપ લગાવી રહી છે કે રાબડી દેવીએ તેને ધક્કા મારીને ઘરની બહાર ધકેલી છે. એશ્વર્યાએ કહ્યું કે, મોટા નણંદ મીસા ભારતી તેમને જમવાનું આપતા ન હતા. રસોડામાં પણ જવા ન દેતા. રાબડી અને મીસાએ તેમના રૂમની ચાવી પણ છીનવી લીધી હતી અને તેમના એક કર્મચારીએ ફોન પણ છીનવી લીધો હતો. ફોનમાં ડિવોર્સ અંગેના ઘણા દસ્તાવેજો છે. 

લોકસભા ચૂંટણી પછી લાલુ પરિવારનું વલણ બદલાયું 
એશ્વર્યાના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ લાલૂ પરિવારના સભ્યોનો વ્યવહાર ઘણો બદલાયો છે. ઘરમાં જમવાનું આપવામાં નહોતું આવતું. જૂન મહિનાથી મારા પિયરથી જ જમવાનું આવે છે અને તેને લેવા માટે હું પોતે જાઉં છું. કોર્ટમાં મામલો હોવાને કારણે હું વધારે નહીં બોલી શકું. 

મે મહિનામાં લગ્ન થયા હતા, નવેમ્બરમાં તેજપ્રતાપે ડિવોર્સ માટે અરજી કરી હતી 
ગત વર્ષે મે મહિનામાં તેજપ્રતાપ અને એશ્વર્યાના લગ્ન પટનામાં થયા હતા. લગ્નના અંદાજે 5 મહિના બાદ તેજપ્રતાપે કોર્ટમાં ડિવોર્સ માટે અરજી કરી હતી. ત્યારબાદ બન્ને પરિવારો વચ્ચે મેળ કરાવવાના પ્રયાસો સતત ચાલી રહ્યા હતા. બન્ને પક્ષ તરફથી કહેવાયું હતું કે, ઘરમાં બધુ બરાબર છે અને પરિવારના લોકો આ કેસનો નિવેડો લાવી દેશે. જો કે, તેજ પ્રતાપને આ અંગે પુછવામાં આવ્યું તો તેમણે સ્પષ્ટ કહ્યું કે, તે ડિવોર્સ લઈને જ રહેશે. આ મામલામાં તે પરિવારની વાત નહીં માને. 

અન્ય સમાચારો પણ છે...