સુષમાનું હરીશ સાલ્વેને 1 રૂપિયો ફી આપવાનું વચન દીકરીએ પાળ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાંસુરીએ હરીશ સાલ્વેને 1 રૂપિયો ફી આપી - Divya Bhaskar
બાંસુરીએ હરીશ સાલ્વેને 1 રૂપિયો ફી આપી
  • સુષમા સ્વરાજે ફોન કરીને કહ્યું હતું કે ઘરે આવો અને તમારી 1 રૂપિયો ફી લઈ જાઓ

મુંબઈ: ઓગસ્ટમાં પોતાના નિધનના અમુક કલાકો પહેલા સુષ્મા સ્વરાજે જાણીતાં વકીલ હરીશ સાલ્વેને ફોન કર્યો. હરીશ સાલ્વે કહે છે કે સુષમા સ્વરાજે મને ફોન કરીને કહ્યું હતું કે ઘરે આવો અને તમારી 1  રૂપિયો ફી લઈ જાઓ. જોકે તે પોતાનું વચન પૂરું કરી ના શક્યા. આ વચનને હવે સુષમાની દીકરીએ પાળ્યું હતું.  

બાંસુરીએ આજે તમારી અંતિમ ઈચ્છા પૂરી કરી
સુષમા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલે એક ટ્વિટ કરી આ માહિતી આપી હતી. તેમણે પોતાના ટ્વિટમાં સુષમા સ્વરાજના ટ્વિટર હેન્ડલને ટેગ પણ કર્યુ છે. સ્વરાજ કૌશલે લખ્યું કે સુષમા સ્વરાજ, બાંસુરીએ આજે તમારી અંતિમ ઈચ્છા પૂરી કરી. કુલભૂષણ જાધવના કેસની ફી એક રૂપિયો જે તમે મૂકીને ગયા હતા, તેણે આજે શ્રી હરીશ સાલ્વેને ભેટ કરી દીધી છે.