નિવેદનબાજી / સુશીલ મોદીનું ટ્વીટ- નીતિશ જ બિહાર NDAના કેપ્ટન, 10 મિનીટ બાદ પોસ્ટ ડિલીટ કરી

Sushil Modi tweeted Nitish is the captain of Bihar NDA, deleted post after 10 minutes

  • JDUએ કહ્યું- ભાજપ નેતૃત્વનું ચાબુક પડ્યા બાદ સુશીલ મોદીએ પોસ્ટ ડિલીટ કરી દીધી 
  • બિહાર ભાજપ નેતા સંજય પાસવાને કહ્યું હતું કે, નીતિશે કેન્દ્રનું રાજકારણ કરવું જોઈએ, બિહારને ભાજપ માટે મૂકી દો. 
  • સંજય પાસવાનના નિવેદન બાદ બન્ને દળો વચ્ચે નિવેદનબાજીઓ શરૂ થઈ ગઈ 

Divyabhaskar.com

Sep 11, 2019, 04:12 PM IST

પટનાઃ બિહારમાં આવતા વર્ષે થનારી ચૂંટણી અંગે નિવેદનબાજી કરતા બુધવારે મુખ્યમંત્રી સુશીલ મોદીએ એક ટ્વીટમાં લખ્યું કે, નીતિશ જ બિહાર NDAના કેપ્ટન છે. તેમણે લખ્યું કે, નીતિશ જ 2020માં થનારી ચૂંટણીનો ચહેરો હશે. જ્યારે કેપ્ટન ચોક્કા-છગ્ગા મારી રહ્યો છે તો પછી પરિવર્તનની કોઈ જરૂર નથી. જો કે ટ્વીટ કર્યાની 10 મિનીટ બાદ સુશીલ મોદીએ પોતાની પોસ્ટને ડિલીટ કરી દીધી છે.

સુશીલ મોદી દ્વારા ટ્વીટ ડિલીટ કરવા અંગે JDUએ કહ્યું કે, તેમના મનમાં જે હતું તે તેમણે લખી દીધું. પરંતુ જ્યારે ભાજપ નેતૃત્વનું ચાબુક સુશીલ મોદી પર પડ્યું ત્યારે તેમણે કરેલી ટ્વીટ ડિલીટ કરી દીધી હતી. હવે બન્ને સહયોગી દળો વચ્ચે નિવેદનબાજીનું યુદ્ધ શરૂ થઈ ગયું છે, જ્યારે ભાજપ ધારાસભ્ય કાઉન્સિલર સંજય પાસવાને કહ્યું હતું કે, નીતિશને કેન્દ્રનું રાજકારણ કરવું જોઈએ.

પાસવાને કહ્યું હતું કે, બિહારમાં મોદી મોડલ જ ચાલી શકે છે

  • RJDએ સુશીલ મોદીના ટ્વીટ પર કહ્યું કે, નેતૃત્વના આદેશના કારણે જ સુશીલ મોદીએ બેકફુટ પર જવું પડ્યું હતું. સાચું તો એ છે કે ભાજપના ઘણા નેતા હવે નીતિશ કુમારને સ્વીકારવા નથી માગતા.
  • આ પહેલા સંજય પાસવાને કહ્યું હતું કે, નીતિશ જી, બિહારને ભાજપ માટે મુકી દો. તે 15 વર્ષો સુધી બિહારમાં શાસન કરી ચુક્યા છે. હવે કેન્દ્રનું રાજકારણ કરો. હવે અહીં નરેન્દ્ર મોદી મોડલ ચાલી શકે છે. રાજ્યનો વાસ્તવિક વિકાસ ભાજપ શાસનમાં જ થશે.

JDUનો જવાબ- જનાદેશથી સીએમ બન્યા છે નીતિશઃ સંજય પાસવાનના નિવેદન પર JDUના મુખ્ય મહાસચિવ કેસી ત્યાગીએ કહ્યું તે અમારા નેતા નીતિશ કોઈની દયાથી મુખ્યંમંત્રી નથી બન્યા. તેઓ જનાદેશથી સીએમ બન્યા છે. તેમણે કહ્યું કે, ઘણા નેતા ચર્ચામાં રહેવા માટે આ પ્રકારના નિવેદનો આપે છે.

X
Sushil Modi tweeted Nitish is the captain of Bihar NDA, deleted post after 10 minutes
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી